________________
પંડિત પ્રવર શ્રી ભગવાનદાસ હરખચંદભાઈ
છબીલદાસ કેશરીચંદ સંઘવી
શ્રી શત્રુંજય મહાતીર્થની તલહટ્ટિકા તરીકે પૂર્વે પ્રસિદ્ધિને પામેલ તે વલ્લભીપુર(વળા)માં જન્મધારણ કરી કેટલોક વ્યાવહારિક અભ્યાસ જન્મભૂમિમાં જ કરી ને વિ. સં. ૧૯૬૦-૬૧ આસપાસ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં પ્રવેશ મેળવી તત્ત્વજ્ઞાનાભ્યાસ કરી પ. પૂ. શ્રીનીતિસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી ચાલતી જંગમ પાઠશાળામાં ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, ધર્મશાસ્ત્રોનો સૂક્ષ્મ દૃષ્ટિથી અભ્યાસ કરી એક જૈન શાસનને ઉપયોગી અદ્વિતીય પંડિતાઈને પ્રાપ્ત કરી. વળી પ. પૂ. શ્રી નીતિસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યોને ન્યાય-વ્યાકરણ કર્મ સાહિત્ય વગેરેનો અભ્યાસ પણ કરાવ્યો સૂક્ષ્મતત્ત્વચિંતક પં.વર્ય શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસભાઈએ પણ કેટલોક અભ્યાસ તેઓશ્રીની પાસે કરેલ. તેઓશ્રીએ વિ. સં. ૧૯૬૩ થી ૧૯૬૭ સુધી શ્રીયશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં પંડિત તરીકે રહી અધ્યયન કરાવેલ.
પં. વર્ય શ્રી હીરાચંદભાઈ દેવચંદભાઈ તેમના ખાસ સહાધ્યાયી અને સહકાર્યકર તેઓશ્રી બન્ને લગભગ છેલ્લે છેલ્લે અમદાવાદમાં સાથે જ રહેતા. અને તત્ત્વસાત્ શિક્ષણની અદ્વિતીય શિક્ષા આપતા હતા.
તેઓશ્રી ને અંતરના નમસ્કાર... પંડિતવર્ય શ્રી હીરાચંદભાઈ દેવચંદભાઈ...
સૌરાષ્ટ્રના લગભગ પાટનગર જેવા વઢવાણ શહેરમાં જન્મ ધારણ કરી, વ્યાવહારિક અભ્યાસ જન્મભૂમિમાં કરી તેઓશ્રી શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં વિ. સં. ૧૯૬૨ આસપાસ ધાર્મિક અભ્યાસાર્થે પધાર્યા. અને તત્ત્વજ્ઞાનાદિનો કેટલોક અભ્યાસ કર્યો. તે પછી પ. પૂ. શ્રીનીતિસૂરીશ્વરજી મ. સા. પ્રેરિત જંગમ પાઠશાળામાં સંસ્કૃત-પ્રાકૃત ન્યાય વ્યાકરણાદિ સાહિત્યનો અભ્યાસ કર્યો.
કર્મ સાહિત્યની અજોડ વિદ્વત્તા પ્રાપ્ત કરેલી. પંચસંગ્રહ, કમ્મપયડી વગેરેનું અધ્યાપન કરાવવામાં તેઓશ્રીની ખાસ કુશલતા—માસ્ટરી ગણાતી.
પં. શ્રી ભગવાનદાસભાઈના ખાસ સહાધ્યાયી સહકર્મકર તેઓશ્રી હતા. પં. શ્રી પ્રભુદાસભાઈના પણ તેઓ સહાધ્યાયી તરીકે હતા. અધ્યયન-અધ્યાપન કરવા-કરાવવામાં ખૂબ જ તન્મય રહેતા. વિક્રમ સં. ૧૯૬૩થી ૧૯૭૦ સુધી આ પાઠશાળામાં પંડિત તરીકે અધ્યાપન કરાવ્યું ધન્યવાદ તેઓશ્રીને અંતઃકરણ સહ વંદન...
Jain Education International
સૌજન્ય : શ્રી બાપાલાલ નેમચંદ સોની, થરા
For Private & Personal Use Only
૫૫
।
www.jainelibrary.org