________________
શેઠ વેણીચંદભાઈના કાકા શાહ કસ્તુરચંદ વીરચંદ મુંબઈના વ્યાપારી જીવનમાં તેઓ જાણીતા ધર્મિષ્ઠ હતા, એટલું જ નહીં, પરંતુ સમજુ અને ઉદાર પુરુષ હતા. એક વખત સંયમ લેવાની પણ તેઓની તૈયારી હતી.
શેઠ કસ્તુરચંદ વીરચંદ દોશી
સંજોગવશાત્ ચારિત્રાવરણીય કર્મના ઉદયને લીધે તેઓ સંયમ લઈ ન શક્યા છતાં અવારનવાર ધાર્મિક અનુષ્ઠાનોમાં તેમના જીવનનો ઘણો ભાગ ગયો છે.
તેઓ પૂરેપૂરા ઉદાર પુરુષ હતા તેથી જ મૂડીના પ્રમાણમાં વધારે પડતી રકમ તેમણે સત્કાર્યોમાં ખર્ચી છે. શરૂઆતમાં નાણાંની મદદ આપી મહેસાણા પાઠશાળાનેય પગભર કરવાનું માન એ ઉદાર પુરુષને ઘટે છે.
પૂ. આત્મારામજી મહારાજના પટ્ટધર શિષ્ય સદ્ગત આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજના સચોટ ઉપદેશથી જ્ઞાનોત્તેજનના કાર્ય માટે તેઓએ પોતાના વ્યાપારમાં બાર આની ભાગ નાંખ્યો હતો.
તેમાં ત્રણ વર્ષે રૂ. ૧૨૦૦૦/- જેટલી રકમ ઉત્પન્ન થઈ. તે રકમમાંથી એક પાઠશાળા ખોલવામાં આવી. જેમાં પંડિતો રાખવામાં આવે છે અને ગામોગામથી વિહાર કરી મહેસાણામાં પધારતાં પૂ. સાધુ-સાધ્વીઓના અભ્યાસ માટે સારી ગોઠવણ કરવામાં આવી છે. જેમાં આજે પણ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોષ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ સમદષ્ટિથી કરાવવામાં આવે છે. આ શાળા માટે સગવડતાવાળું પોતાનું એક મકાન અર્પણ કરેલ છે.
ત્યાર પછી કસ્તુરચંદભાઈનાં પત્ની ઝીણીબાઈએ ઉપરની રકમમાં રૂ. ૧૯૦૦૦/(ઓગણીસ હજાર)નો વધારો કરી લગભગ આ રકમ રૂ. ૩૧૦૦૦/- (એકત્રીસ હજાર) સુધી પહોંચાડી છે.
વેણીચંદભાઈની પ્રેરણાથી ઝીણીબાઈએ બીજાં પણ અનેક ખાતાંમાં સારી રકમનો સર્વ્યય કરેલો છે.
આ “કસ્તુરચંદ વીરચંદ જૈન વિદ્યાશાળા”નો વહીવટ ટ્રસ્ટીઓ તરફથી મહેસાણા પાઠશાળા ચલાવે છે જેમાં પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો તથા આ (શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત) પાઠશાળાએ માન્ય કરેલ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણમાં આગળ વધવા ઉપયોગી ન્યાય-વ્યાકરણ-સાહિત્ય-કાવ્ય-કોષ વગેરેનો અભ્યાસ કરે છે.
સૌજન્ય : શ્રી સારાલાલ જેચંદલાલ શાહ, થરા
૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org