________________
ધર્મનો ગાઢ રંગ લાગ્યો. સંયમી બનવાની ભાવના અંતરમાં વિકસવા લાગી. સાથે ધર્મ-અભ્યાસ શરૂ કર્યો.
પ્રકરણ-ભાષ્ય-કર્મગ્રંથાદિના અભ્યાસે વૈરાગ્યભાવના બળવત્તર બની. માતા-પિતા પાસે સંયમી બનવાની અનુજ્ઞા માગી.
માતા-પિતાની સંમતિ ન મળતાં સ્વયં સંયમીનો વેષ પરિધાન કરી સાધુ બની ગયા. તે દિવસ એટલે વિ. સં. ૧૯૦૭, માગ.સુ. ૧૧ મૌન એકાદસ
ધર્મી માતા-પિતાએ છેવટે સંમતિ આપી. પૂ. શ્રી નેમિસાગરજી મ.એ સંયમી બનેલ ભાવિક આત્માને વિધિપૂર્વક સાધુવેષ સમર્પણ કરી સર્વવિરતિ-સામાયિક સૂત્રના પાઠ ઉચ્ચરાવી ‘મુનિશ્રી રવિસાગરજી’ નામ આપ્યું.
લીંબડી શ્રી સંઘની આગ્રહભરી વિજ્ઞપ્તિથી વડીદીક્ષા વિધિ ત્યાં કરાવી પ્રથમ ચાતુર્માસ સાણંદ કર્યું.
વિ. સં. ૧૯૧૦માં પેથાપુરના શ્રાવકને દીક્ષા આપી મુનિ શ્રી ધર્મસાગરજી નામ આપ્યું.
વિ. સં.૧૯૧૧નું ચાતુર્માસ પૂ. ગુરુદેવશ્રી સાથે વીરમગામ અને વિ. સં. ૧૯૧૨નું ચાતુર્માસ પેથાપુરમાં શ્રી કપૂરસાગરજી મ. તથા શ્રી વિવેકસાગરજી મ. સા. સાથે કર્યું. વિ. સં. ૧૯૧૩નું ચાતુર્માસ વિરમગામ પૂર્ણ કરી શ્રી શંખેશ્વર થઈ મુજપુર પધાર્યા. પૂ. ગુરુદેવશ્રી નેમિસાગરજી મ. સા. ત્યાં કાળધર્મ પામ્યા. પૂ. ગુરુદેવશ્રીના વિરહથી શોકાધીન બનેલ રવિસાગરજી મ. આયુષ્યની ક્ષણભંગુરતા વિચારી સમભાવમાં સ્થિર થયા.
વિ. સં. ૧૯૧૪ માં પૂ. વિસાગરજી મ. સા. એ અમદાવાદ-દેવસાના પાડામાં સુશ્રાવકને સંયમ અર્પણ કરી શ્રી હીરસાગરજી નામ આપ્યું. અને પાટણમાં સાંકળચંદભાઈને દીક્ષા આપી ‘મુનિશ્રી સુખસાગરજી' બનાવ્યા. આજ વર્ષે સાણંદમાં મુખ્ય જિનાલયની પ્રતિષ્ઠા કરાવી.
આ રીતે મહેસાણા, પાટણ, પાલનપુર, વિજાપુર, ઈડર, ઘોઘા, અમદાવાદ વગેરે સ્થળોએ ધર્મપ્રભાવના પૂર્વક ચાતુર્માસ કરી વિ. સં. ૧૯૪૮માં મહેસાણા પધાર્યા. અને વૃદ્ધાવસ્થાના કારણે સ્થિરવાસ સ્વીકાર્યો. વિ. સં. ૧૯૪૮ થી ૧૯૫૩ સુધીનાં છ ચાતુર્માસ મહેસાણામાં જ કર્યા.
વિ. સં. ૧૯૫૪માં સુશ્રાવક વેણીચંદ સુરચંદ આદિ શ્રી સંઘને પ્રેરણા-ઉપદેશ આપી કા.સુ.૩ ના મંગળ દિવસે ‘શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી.
સૌજન્ય : શ્રીમતી ડાહીબેન મફતલાલ, થરા
૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org