________________
પૂ. શ્રી રવિસાગરજી મ.સા.ની જીવનજ્યોત
૧ આ. મનોહર કીર્તિસાગરસૂરિ
મારવાડનું પાલી શહેર, આજથી પોણા બસો વર્ષ પહેલાં પણ એની જાહોજલાલી ઓછી ન હતી.
આખાયે પાલી શહેરમાં જેનું માનભેર નામ લેવાય એવા, રઘાજી નામે શેઠ ત્યાં રહે, જ્ઞાતિએ વિશા ઓશવાળ વણિક, ખૂબ ધર્મી જીવ, એમનાં પત્નીનું નામ માણકોર, શેઠાણી પણ એવાં જ ધર્મી જીવ, બધી રીતે સુખી જીવ, માત્ર એક ખોટ, શેર માટીની...
શેઠના આંગણે આવેલું કોઈ ભૂખ્યું ન જતું, અન્યના દુ:ખને જોઈ-સાંભળી દ્રવી જતા શેઠ એના કકળતા કાળજાને ટાઢું કરતા. એમની પેઢીએ આવેલ કોઈ નિરાશ થઈને પાછો ન જતો...
પુણ્ય પ્રભાવે શેઠશેઠાણીની ઇચ્છા પૂર્ણ થઈ. વિ. સં.૧૮૭૬ ફા.સુ. ૩ ના પનોતા દિવસે પુત્રરત્નનો જન્મ થયો. લાડકવાયાનું નામ રાખ્યું રવચંદ.
છ વર્ષના બાળકને વિદ્યાભ્યાસ માટે નિશાળે મૂક્યો. કુશાગ્રબુદ્ધિ અને ગ્રહણ-શક્તિની તીવ્રતાએ અલ્પ સમયમાં વ્યાવહારિક અભ્યાસ પૂર્ણ કર્યો.
રઘાજી શેઠને વેપાર અર્થે ગુજરાતમાં-અમદાવાદમાં વારંવાર આવવું પડતું. અમદાવાદ શહેર અનેક શહેરો સાથે સાંસ્કૃતિક, સામાજિક, અને વ્યાપારિક રીતે સંકળાયેલું રહેતું.
યુવાન પુત્ર રવચંદને ધીમે ધીમે રઘાજી શેઠે ધંધામાં જોડવા પ્રયત્ન શરૂ કર્યો. અને થોડા સમયમાં તો તે ધંધામાં પ્રવીણ બની ગયો.
થોડા સમય બાદ રઘાજી શેઠે અમદાવાદ-નિશાપોળમાં મકાન લીધું. રોજ જિન-દર્શન, પૂજન સાથે ઝવેરીવાડ નેમિસાગરજી ઉપાશ્રયે ગુરુવંદન, જિન-વાણી-શ્રવણ, પચ્ચખાણ વગેરે કરી જીવન ધન્ય બનાવતા.
પૂ. શ્રી નેમિસાગરજી મ. સા.ના સત્ સમાગમથી રવચંદની ધર્મભાવના વૃદ્ધિ પામી,
સૌજન્ય : શ્રી મફતલાલ ઝુમચંદ પાંચાણી, થરા
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org