________________
અને શ્રીસંઘના સહકારથી વિ. સં. ૨૦૫૪ના કા.સુ. ૩ ના મંગળ દિવસે “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા”નો શુભ પ્રારંભ થયો. પુણ્યવંત પુરુષોના પુણ્ય પ્રભાવે આજે આ પાઠશાળાએ શતાબ્દી પૂર્ણ કરી ૧૦૧મા વર્ષનો મંગળ પ્રારંભ કર્યો છે.
વિ. સં. ૧૯૫૪ના સુરેન્દ્રનગરમાં ચોમાસા દરમ્યાન શ્રી મુક્તિ વિજયજી ગણી-જૈન પાઠશાળાની સ્થાપના તેઓશ્રીના શુભ પ્રયત્નથી થઈ.
ત્યારબાદ પૂજયશ્રીની સ્વાથ્યની અસ્વસ્થતાના કારણે લગભગ પાલીતાણા સ્થિરતા થઈ. સાનકૂળતાએ અધ્યાપનરુચિ સંતોષતા.
વિ. સં. ૧૯૫૮માં ક્ષય-રોગના કારણે શારીરિક અસ્વસ્થતામાં વધારો થતાં ઉપચારાર્થે ભાવનગર લઈ ગયેલ પણ દાદા અને ગિરિરાજના આકર્ષણે તેઓશ્રી તરત પાલીતાણા પધારેલ. છેલ્લે આ જ વર્ષે અષાડ સુદ ૧૩ ના દિવસે રાત્રે નવ વાગ્યા આસપાસ કાળધર્મ પામેલ.
તે કાળના વિદ્વાનોમાં તેઓશ્રીનું નામ અગ્રગણ્ય હતું. અને પાલીતાણા-શ્રી સિદ્ધગિરિજીની આશાતનાદિ ટાળવા-ટળાવવા તેઓશ્રી સતત પ્રયત્નશીલ રહેતા. હૃદયના અણુએ-અણુમાં શ્રી શાશ્વતગિરિનો ભક્તિભાવ અપૂર્વ હતો.
પૂ. શ્રીના કાળધર્મે શ્રી જૈનસંઘમાં શાસ્ત્ર-જ્ઞાન પ્રેમી વિદ્વાન મુનિરાજની વણપુરાય તેવી ખોટ પડી.
તેઓશ્રીની પરંપરામાં અનુક્રમે શ્રી દીપવિજયજી મ. સા. શ્રી ધર્મવિજયજી મ. સા. અને છેલ્લે શ્રી ધરણેન્દ્રવિજયજી મ. સા. થયા. આજે તેઓશ્રીની પરંપરામાં કોઈ વિદ્યમાન નથી.
૪૨.
સૌજન્ય : શ્રી મુક્તિલાલ શિવલાલ શાહ, થરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org