________________
આ જ વર્ષે જેઠ વદ ૧૦ની રાત્રિએ પૂ. મ.શ્રીને એકાએક શ્વાસનો ઉપદ્રવ વધી ગયો. શ્રી સુખસાગરજી મ. ને તથા પ્રિય શિષ્ય બહેચરદાસને સમાધિભાવમાં સ્થિર રહેવા સ્તવનો, પદો, સઝાયો સંભળાવવા સૂચના કરી. સ્વયં અનિત્યાદિ ભાવનાઓમાં દત્તચિત્ત બન્યા.
વિ. સં. ૧૯૫૪ જેઠ વદ ૧૧ની પ્રાતઃ ક્રિયા-પ્રતિક્રમણ, પડિલેહણ, પરમાત્મ દર્શન કરી સંથારામાં અર્ધપદ્માસને શ્રી નમસ્કાર મહામત્રના ધ્યાનમાં લીન બન્યા.
મહેસાણા શ્રી સંઘની હાજરીમાં સવારે નવ વાગે પૂજ્યશ્રીએ નશ્વર દેહનો ત્યાગ કર્યો.
પૂ. શ્રી રવિસાગરજી મ. સાહેબે કુલ ૧૦ ચાતુર્માસ મહેસાણા કર્યા. આજે પણ શ્રી મહેસાણા સંઘમાં પૂજ્યશ્રીના ત્યાગ ધર્મનો પ્રભાવ પ્રગટ દેખાય છે.
સૌજન્ય : શ્રી પાવાપુરી જૈન સોસાયટી, થરા
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org