________________
ઉપાધ્યાય યશોવિજયજી – એક વિરાટ પ્રતિભા
પ્રહલાદ ગ. પટેલ
ગુજરાતના છેલ્લા એક હજાર વર્ષના સાંસ્કૃતિક-સાહિત્યિક ઇતિહાસ તરફ નજર કરીએ તો બે વિરલ પ્રતિભાઓ ગુર્જર પ્રજાને એના પુણ્યયોગે પ્રાપ્ત થઈ છે; પ્રથમ છે શ્રી હેમચંદ્રાચાર્ય અને બીજી છે ઉપાધ્યાય યશોવિજયજી. ઉપાધ્યાય યશોવિજયજી પછી તો કદાચ સંસ્કૃત-પ્રાકૃતમાં મૌલિક ચિંતન-સર્જન લગભગ બંધ પડ્યું, તેથી તેમને એ ક્ષેત્રે અંતિમ પ્રતિભા માનીએ તો અયોગ્ય નથી.
શ્રી હેમચંદ્રાચાર્ય માટે કહેવાયું છે કે : “.... યેન ન કેન વિધિના મોદા તો કૂત: I એવી કઈ રીત છે કે જેનાથી તેમણે ગુજરાતના અજ્ઞાનાન્ધકારને દૂર નથી કર્યો ? ગુજરાતની સંસ્કારિતાનો પિંડ બાંધનાર શ્રી હેમચંદ્રાચાર્યનું અનેક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન છે.
બીજી બાજુ કાશીમાં વિદ્યાર્થી અવસ્થામાં જ પ્રચંડવાદિત્વ ધરાવતા સંન્યાસીને વાદમાં પરાસ્ત કરીને પ્રશસ્તિ પામનાર શ્રી યશોવિજયજી માટે કહેવાયું કે
सत्तर्ककर्कशधियाखिलदर्शनेषु, मूर्धन्यतामधिगतास्तपगच्छधुर्याः । काश्यां विजित्य परयूथिकपर्षदोग्रया, विस्तारितप्रवरजैनमतप्रभावाः ॥
તર્ક કર્કશ બુદ્ધિથી સર્વદર્શન-શિરોમણિ એવા આ તપગચ્છ-અગ્રેસરે કાશીમાં સર્વદર્શનસભામાં વિજયી બની જૈનધર્મનો પ્રભાવ વિસ્તાર્યો.
ઉપરોક્ત વિધાનથી તેમની મહાનતાનો અંદાજ આવે છે; પરંતુ એમની મહાનતાને ઓળખવામાં આપણે ઊણા ઊતર્યા છીએ. શ્રી હેમચંદ્રાચાર્યજીના અને શ્રી યશોવિજયજીના સમયસંજોગોમાં ઘણો તફાવત હતો. શ્રી હેમચંદ્રાચાર્યજીને સિદ્ધરાજનું મિત્રપદ અને કુમારપાળનું ગુરુપદ મળતાં તેમનું સર્જન રક્ષાયું, તેની હસ્તપ્રતો થઈ; જ્યારે શ્રી યશોવિજયજીના સંજોગો વિપરીત હતા, ગચ્છના કલહો, પ્રતિભાનો તેજોદ્વેષ, સમર્થ શિષ્યવૃંદનો અભાવ–આવા અનેક વિદ્ગોને કારણે તેમનું સંપૂર્ણ સર્જન આપણા સુધી પહોંચ્યું નથી.
તેમણે લખવા ધારેલા રહસ્યાંકિત ૧૦૮ ગ્રંથો, ન્યાય પરના ૧૦૦ ગ્રંથોની વાત–જેથી તેમને ન્યાયાચાર્ય પદવી મળી હતી – આ બધાનો કોઈ પત્તો નથી. માત્ર ૩૦૦ વર્ષના ગાળામાં આવી વિરાટ સર્જક પ્રતિભાનું સર્જન કેમ ન સચવાયું તે વિચારણીય છે.
તત્કાલીન સાધુ પુરુષો કરતાં તેમનું વ્યક્તિત્વ નિરાળું જણાય છે. મંદિરનિર્માણ,
સૌજન્ય: શ્રી શાન્તિલાલ નેમચંદ શાહ, થરા
(૩૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org