________________
દિલમાં દયા, હૈયે હામ, સાધુ-સાધર્મિકની ભક્તિ અને ખૂબ જ ચોક્કસાઈપૂર્વકનો વ્યવહાર. આ કારણે અનેક દાનવીરો તેમને તેમનાં કાર્યો માટે સામેથી પણ દાન આપતા.
સ્વભાવે ખૂબ કરકસરની વૃત્તિવાળા, અને હિસાબે ચોખ્ખા, દરેક ખાતાના ખર્ચમાં પણ ખૂબ જ કાળજી, બિનજરૂરી ખર્ચ નહિ. આથી જ જે કાળે પાંચ હજારની મૂડીવાળો માલદાર શેઠ ગણાતો, તે કાળે તેમના જીવનમાં તેમણે લગભગ ૨૫ થી ૩૦ લાખનું દાન મેળવી અનેક જરૂરિયાતવાળાં ખાતાંઓમાં વાપરી પાઈએ પાઈનો હિસાબ શ્રી સંઘ સમક્ષ રજૂ કરતા.
– જીવનમાં તપને મહત્ત્વનું સ્થાન આપ્યું હતું. એકાસનથી ઓછું પ્રાયઃ તપ નહિ, છટ્ઠઅમ-ઉપવાસની ગણતરી નહિ. અઠ્ઠાઈ ચાલુ હોય ત્યારે પણ કોઈ કામમાં કચાશ નહિ કે આવતી કાલ ઉપર વાત નહિ.
પરમાત્મ-ભક્તિમાં એકતાન થઈ પગે ઘૂઘરા બાંધી નૃત્ય કરે ત્યારે જોનારના હૈયામાં પણ ભક્તિરસનાં પૂર ઊમટે.
- ક્રિયારુચિ પણ અદ્ભુત કોટિની, ગાડી ચૂકવાનું પસંદ કરે, પણ સામાયિકપ્રતિક્રમણાદિ નિત્ય અનુષ્ઠાન ન ચૂકે.
—
· સંયમીઓ પ્રતિ અનુપમભાવ, તેઓશ્રી માટે સઘળાં કાર્યો છોડી સેવામાં હાજર રહેવાની સજ્જતા, જરૂરિયાતો પ્રતિ જાગૃતિ, ભક્તિમાં લીનતા.
સંયમ માટેની તમન્ના અકલ્પનીય, વર્ષો સુધી સંયમ માટે છ વિગઈનો ત્યાગ. વિગઈના અભાવે એક આંખ ગઈ પણ વિગઈ વાપરી નહિ. માત્ર ગુરુ ભગવંતોના વચનના આદર ખાતર છેલ્લે નીવિયાતાં વાપર્યાં.
-
દિલના દયાળુ, ગામમાંથી નીકળતાં મજૂર પાસે સામાન ઉપડાવે, ગામ બહાર નીકળ્યા પછી જાતે પણ ઉપાડી લે. છતાં મહેનતાણું પૂરું ચૂકવે.
--
સાધર્મિકને દેખી હૈયે હરખની હેલી જાગે. ભક્તિ કરતાં સ્નેહભર્યો આગ્રહ ભુલાય નહિ, નમ્રતા વીસરાય નહિ.
-
- પારકાં છિદ્ર જોવાં નહિ. નિંદા-કૂથલી કરવી નહિ. સહુના સારામાં આનંદ, આળસ અને પ્રમાદ સતત સાથે રહેનારને પણ જોવા ન મળે.
સહ-કાર્યકર, નોકર-ચાકર આદિની ભૂલથી ક્ષણિક આવેશ આવી જાય, પછી પસ્તાવાનો પાર નહીં, ક્ષમા માગતાં સંકોચ નહીં.
-
-
- નામનાની કામના નહીં, જાહેરાતની વૃત્તિ નહીં, કામ જાતે કરવામાં સંકોચ નહીં, કર્યું દેખાડવાની તમન્ના નહીં.
સંઘ અને શાસનનાં કાર્યોમાં પૂરું જીવન વિતાવ્યું. સં. ૧૯૮૧ માં ૬૭ વર્ષની વયે
સૌજન્ય : શ્રી ફકીરચંદ કાળીદાસ શાહ, થરા
Jain Education International
For Private & Personal Use Only
૩૫
www.jainelibrary.org