________________
પ્રસન્નબાઈએ નાની વયે સંસારમાંથી ચિરવિદાય લીધી. તે સમયે વેણીચંદભાઈની વય માત્ર તેત્રીસ વર્ષની.
પુત્ર અને સંતતિની ચિરવિદાયે એકાકી બનેલ પણ ધર્મસંસ્કારોથી સભર શ્રી વેણીચંદભાઈ સાંસારિક સગાંઓના આગ્રહ છતાં ફરીથી સંસારમાં ન જોડાતાં ચતુર્થ વ્રતધારી સુશ્રાવક બન્યા.
સાંસારિક ઉપાધિઓથી હળવા બનેલ વેણીચંદભાઈ અર્થોપાર્જન ગૌણ કરી ધર્મોપાર્જનમાં વધુ તત્પર બન્યા. દેવ-ગુરુની ઉત્તમોત્તમ ભક્તિ અને ગુરુમુખે શ્રી જિનવાણીનું શ્રવણ આ તેમનું મુખ્ય લક્ષ્ય હતું.
જ્ઞાનપ્રેમી, ન્યાય-વ્યાકરણવિશારદ પૂ. દાનવિજયજી મ.સા. તથા ક્રિયાનિષ્ઠ પૂ. રવિસાગરજી મ.સા.ની ધર્મપ્રેમપૂર્ણ પ્રેરણાએ શ્રી સંઘના આગેવાનોને સાથે રાખી વિ.સં. ૧૯૫૪ કા. સુ. ત્રીજના મંગળદિવસે શુભ ચોઘડિયે “શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાનો શ્રી વેણીચંદભાઈએ શુભ આરંભ કર્યો.
પ્રારંભમાં પૂ. સાધુસાધ્વીજી મ.ના ઉદ્દેશથી શરૂ કરાયેલ આ પાઠશાળા બાર માસમાં તો વિદ્યાર્થી-શ્રાવક બંધુઓને પણ ધાર્મિક જ્ઞાન અર્પણ કરતી મહા-શાળા બની ગઈ.
આ પાઠશાળાસંસ્થાને પ્રારંભિક અવસ્થામાં અને પગભર કરવામાં શ્રી વેણીચંદભાઈનો બહુમૂલ્ય ભોગ ભૂલી શકાય તેમ નથી. વરસો સુધી વિદ્યાર્થીઓને પોતાને ઘરે રાખી, રહેવાભણવા વગેરેની સર્વ વ્યવસ્થા પોતે જ ઊભી કરતા. પોતાનાથી અશક્ય લાગ્યું ત્યારે ગામપરગામના શ્રી સંઘો પાસેથી અનુદાન મેળવી સંસ્થાના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ રહેતા.
પાઠશાળા વ્યવસ્થિત કર્યા પછી ધાર્મિક અભ્યાસ માટેનાં પુસ્તકોની વ્યવસ્થા ઊભી કરવા વિ. સં. ૧૯૬૦માં “શ્રી જૈન શ્રેયસ્કર મંડળ'ની સ્થાપના કરી આજસુધીમાં શતાધિક પુસ્તકો અને લાખોની સંખ્યામાં તેની પ્રતિકૃતિઓ પ્રકાશિત કરાઈ.
પુસ્તક પ્રકાશન સાથે શ્રી જૈન શ્રેયસ્કર મંડળ દ્વારા બીજા પણ અનેક કાર્યો તેમણે શરૂ કર્યા જેમાં (૧) જય તળેટીએ ગિરિરાજ પૂજા-ભક્તિ, (૨) દાદાની આંગી, (૩) દરેક પ્રભુજીને ફૂલ-ધૂપ-પૂજા, (૪) શ્રી સૂક્ષ્મતત્ત્વ બોધ પાઠશાળા, (૫) શ્રી કસ્તુરચંદ વીરચંદ પાઠશાળા, (૬) શ્રી રવિસાગરજી પાઠશાળા, (૭) ગામેગામ શ્રી સાધુ-સાધ્વી વેયાવચ્ચ-ભક્તિ, (૮) ધાર્મિક ઉપકરણ, (૯) સર્વવિરત થનાર પાછળ કુટુંબ સહાય, (૧૦) અનેક ગામોમાં સાધર્મિક સહાય અને (૧૧) ચક્ષુ-ટીકા વગેરે ખાતાંઓ મુખ્ય હતાં.
આ બધી વ્યવસ્થા માટે શ્રી સંઘ પાસે અનુદાન યાચતાં તેઓ અચકાતા નહિ, માનઅપમાનને ગણકારતા નહિ, સદાય તેના માટે પ્રયત્નશીલ રહેતા.
તેમનું જીવન અત્યંત સાદગીભર્યું હતું. શરીરે જાડું ધોતિયું અને અંગરખું. પગે કંતાનનાં મોજાં, માથે પાઘડી અને ખભે ખેસ. આ તેમનો કાયમનો પહેરવેશ.
[૩૪]
સૌજન્ય : શ્રી મફતલાલ જગશીભાઈ ઝવેરી, થરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org