________________
માસખમણ કર્યું. પણ પછી શરીર કથળ્યું. સં. ૧૯૮૨માં પર્યુષણ પછી શરીર વધારે નબળું પડ્યું. જીર્ણતાવ અને ઉધરસ કાયમનો સંગાથી બન્યાં.
સં. ૧૯૮૩ના ચૈત્રમાસે શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા તથા શ્રી જૈન શ્રેયસ્કર મંડળનો વહીવટ પોતાના ભત્રીજા શ્રી બબલદાસ નગીનદાસભાઈને મુખ્ય સેક્રેટરી બનાવી સોપી દીધો અને ભાઈશ્રી કિશોરદાસ સુરચંદભાઈને સ્થાનિક કાર્યવાહક બનાવ્યા.
જેઠ વદ સાતમે ફરી ભલામણ કરી વચન લીધું.
સં. ૧૯૮૩ના જેઠ વદ ૮ ગુરુવાર, સાંજે ૭ ને ૧૫ મિનિટે આ પુણ્યાત્માએ ૬૯ વર્ષની ઉંમરે દેહ છોડી ચિરવિદાય લીધી.
જીવનભર જેણે શાસનસેવા કરી, ગામ-ગામની અનેક ધર્મસંસ્થાઓની જેણે અવિરામ કાળજી રાખી, આપળાએ પણ ઉન્નત મસ્તક રાખી જેણે શાસનની શાન ઊંચે બઢાવી તે ધર્મનિષ્ઠ સેવાભાવી નરવીરને લાખ-લાખ પ્રણામ...
અનેક ઝંઝાવાતો વચ્ચે અડીખમ ઊભી રહેલી શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળાનો ભૂતકાળ ભવ્ય ગૌરવભર્યો છે તો ભવિષ્ય એથીય વધુ આશાસ્પદ છે. એ ભવ્ય પાઠશાળાના શતાબ્દીના મંગલમય ઉજવણી પ્રસંગે આ સંસ્થાના જનકને માતૃસંસ્થાનાં સંતાનો કેમ ભૂલી શકે?
જ્ઞાનયોગનો રણકાર એક કરોડપતિ શ્રીમંત ઘર આંગણે એક આંબાને ઉગાડી રહ્યો હતો. દિન-રાત જી-જાન લગાડીને આંબાને સાચવતો હતો. દીકરાઓ રોજ બાપને વઢતા હતા કે આ મજૂરી શા માટે કરો છો ? બાપનો જવાબ હતો, આજે નહિ, તમને કાલે સમજાશે. વર્ષો વીતી ગયાં. બાપ દેહાંત પામ્યો. પુણ્ય પરવારી ગયું અને દીકરાઓ સાવ બેહાલ થઈ ગયા. ગુજરાન કેમ ચલાવવું એ પ્રશ્ન હતો. તે સમયે આંબા પર નજર ગઈ. ડાળીએ ડાળીએ કેરીઓ ઝળંબી રહી હતી. દીકરાઓ કેરીઓ વેચીને ગુજરાન ચલાવતા થઈ ગયા.
વિ. સં. ૧૯૫૪માં જ્યારે આ સંસ્થાનાં બીજ રોપાયાં ત્યારે કોને કલ્પના હતી કે આ આમ્રવૃક્ષ પર આટલાં બધાં ફળો બેસવાનાં છે ! આટલા બધા સાધુરત્નો, પુરુષરત્નો, પંડિતરત્નો અને શિક્ષકરત્નો તૈયાર થવાના છે ! આજે ભારતભરમાં પાઠશાળાના શિક્ષકો છવાયેલા છે.
શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં ભક્તિયોગ ગાજતો છે. પણ જ્ઞાનયોગનો ઘોષ મંદ પડી ગયો છે. તે સમયે સંસ્થાએ મહેસાણાના એક ખૂણેથી સમ્યજ્ઞાનયોગનો ઘંટનાદ સતત રણકતો રાખ્યો છે.
જૈન દર્શનમાં સકલ ક્રિયાનું મૂળ શ્રદ્ધા કહી છે. શ્રદ્ધા વિનાની ક્રિયા નિષ્ફળ છે. પણ શ્રદ્ધાનું મૂળ પૂછો તો સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાન વિના શ્રદ્ધા નથી. શ્રદ્ધા વિના સમ્યચ્ચારિત્ર નથી. મુક્તિના મૂલાધાર સમા જ્ઞાનયોગને વૃદ્ધિગત કરતી સંસ્થા જયારે શતાબ્દી પૂર્ણ કરે છે ત્યારે આનંદ કોને ન થાય ?
૩૬
સૌજન્ય : શ્રી કીર્તિલાલ અમૃતલાલ ફોફાણી, થરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org