________________
મ. સાહેબે આ બે ભાષામાં વિવિધ રચના કરવા ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ પદ્યાત્મક શૈલીથી બાલભોગ્ય ભાષામાં શાસ્ત્રોના નવનીત રૂપે ઘણી રચના કરી છે. જેમ કે સમ્યક્તની સજઝાય, અઢાર પાપસ્થાનકની સજઝાય, હૂંડીનાં ત્રણ સ્તવનો, અમૃતવેલની સજઝાય, જંબૂસ્વામીનો રાસ વગેરે.
ધર્મગુરુઓ દ્વારા, જૈન સંઘો દ્વારા, અને ભક્ત વર્ગો દ્વારા વિવિધ પદવી પ્રાપ્ત કરનારા ઘણા આચાર્યો થયા છે. પરંતુ જૈનેતર (અને તેમાં જૈનધર્મના પ્રતિસ્પર્ધી) એવા બ્રાહ્મણ વિદ્વાનો દ્વારા “ન્યાયાચાર્ય” અને “ન્યાયવિશારદ”ની પદવી પામનાર પ્રાયઃ પૂ. યશોવિજયજી મ. એક જ હશે. આવી આવી અનેક વિશેષતાઓથી ભરપૂર, સત્ય કહેવામાં ખમીરવંત, નીડરવક્તા, અને ઉપાધ્યાયજી મહારાજના હુલામણા નામથી અંકિત એવા પૂ. યશોવિજયજી મ. ના નામથી જોડાયેલી અને ભવભીર વૈરાગ્યવાસિત એવા પૂ. દાનવિજયજી મ. તથા પૂ. રવિસાગરજી મ. ની પ્રેરક વાણીથી વાસિત એવા શેઠ શ્રી વેણીચંદ સૂરચંદભાઈ વડે સ્થપાયેલી “શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા” સો વર્ષ પૂર્ણ કરી ૧૦૧ મા વર્ષમાં પ્રવેશ કરે છે. તે એક આશ્ચર્યકારી અને આનંદકારી વાત છે.
[૩૦]
ge)
સૌજન્ય : શ્રી કાન્તિલાલ ચંદુલાલ શાહ, થરા
લેજ, ધી નિયામ દવા , ક
]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org