________________
મેળવી. તેથી કાશીના સમસ્ત વિદ્વાનોએ ભેગા મળી ન્યાય વિશારદ બિરુદ આપ્યું. ત્યાર બાદ તે જ વિદ્યાધામ કાશીમાં ન્યાયના વિષયને લગતા લગભગ બે લાખ શ્લોક પ્રમાણ સો ગ્રંથોની રચના કરવાથી તેઓશ્રીને “ન્યાયાચાર્ય” બિરુદ મળ્યું તેવો પણ ઉલ્લેખ મળી આવે છે.
ઉપાધ્યાયજી મહારાજે બૌદ્ધ વગેરે દર્શનોની એકાંતવાદી યુક્તિઓનું ખંડન કરતા બે લાખ શ્લોક પ્રમાણ ન્યાયગ્રંથો “રહસ્ય' પદાંકિત ૧૦૮ ગ્રંથ અને બિંદુ પદાંકિત સો ગ્રંથ એમ કેટલાય ગ્રંથોની રચના કરી છે; પણ દુઃખની વાત એ છે કે આ બધા ગ્રંથો વર્તમાનમાં ઉપલબ્ધ નથી. જે કાંઈ સાહિત્ય ઉપલબ્ધ છે. તે તો માત્ર તેમની રચનાની દષ્ટિએ ૧૦ ટકા જ માત્ર હોય તેમ લાગે છે. તેમના પછી તેમના શિષ્યોમાં કે પરંપરામાં પણ તેવા કોઈ થયા હોય તેમ લાગતું નથી. નહીં તો ત્રણસો વર્ષ જેટલા ટૂંકા ગાળામાં બધું સાહિત્ય નષ્ટપ્રાયઃ કેમ બની જાય !
ઉપાધ્યાયજી મહારાજશ્રીએ તત્ત્વાર્થભાષ્ય ઉપર ટીકા લખેલ તેમાંનો માત્ર પ્રથમ અધ્યાય જેટલો જ ભાગ મળે છે જેના ઉપર ઐદયુગીન આચાર્ય શ્રીમદ્ વિજય દર્શનસૂરીશ્વરજી મહારાજ (શાસન સમ્રાટશ્રીના પ્રથમ પટ્ટધર શ્રી) એ ટીકા રચેલ છે. તેની પ્રેસ કોપી હું કરતો હતો ત્યારે મને પદે પદે વિચાર કરતાં તેઓશ્રીનું એક એક ટંકોત્કીર્ણ વચન અગાધ પાંડિત્યપૂર્ણ લાગવા સાથે નવીનતા અર્પતું હતું તો દશેય અધ્યાયની ટીકા મળી હોત તો આજે મળતી બીજી તત્ત્વાર્થસૂત્રની ટીકાઓમાં કોઈ અનેરી ભાત પાડત અને ઘણું જાણવા-વિચારવાનું મળત. છતાં આજે જે ગ્રંથો મળે છે તે પણ આપણે માટે તો એટલા બધા છે કે તેને સારી રીતે વાંચવા વિચારવા માટે સારુંય જીવન પૂરતું નથી.
આપણે ઉપાધ્યાયજી મહારાજના જીવનલેખન કે લેખો લખી વિદ્વત્તાસભર મહાપુરુષની ભક્તિ કરીએ એ તો જાણે ઠીક છે. પણ વાસ્તવિક ભક્તિ ત્યારે જ કરી ગણી શકાય કે, તેઓશ્રીએ મન-વચન-કાયાને નિચોવીને ભાવિ પ્રજાને ઉપકૃત થવા માટે અથાગ પ્રયાસ લઈ બનાવેલા તેઓશ્રીના ગ્રંથોનું વાંચન-મનન અને પરિશીલન કરીએ, અનુપલબ્ધ ગ્રંથોની શોધખોળ કરીએ, તેમ જ તેમનાં વચનો પ્રમાણે યથાશક્ય માર્ગના પાલન રૂપ ઓછામાં ઓછી જરૂરિયાતોથી આપણા જીવનને નિભાવવા જેટલો અને તેમાં ઘણા જીવોને રાહત આપવા જેટલો સ્વાર્થ-ત્યાગ કેળવીએ કે જેમાં અંશતઃ પણ ભૂતમાત્રની સેવાનો ફાળો આવે, તે રીતે તેઓશ્રીના પગલે અનુસરીએ તો જ આપણે તેઓશ્રીના સાચા ઉપાસક અને સેવક છીએ, અને તેમણે આપેલા વારસાને જાળવી રાખ્યો ગણાય, નહીં તો વારસામાં મળેલી સુવસ્તુઓનો દુરુપયોગ કરનાર અ-કુલીન પુત્રની જેમ આપણે પણ એવા મહાપુરુષોને અન્યાય આપી રહ્યા હોઈએ એમ શું નથી લાગતું ? તો બને તેટલા તન-મન-ધન ખરચી તેમના અપ્રકાશિત ગ્રંથોને પ્રકાશમાં લાવવા અને પઠનપાઠનના મોટા વર્ગો, ઇનામી યોજનાઓ, અને ઉપાધિઓનાં પદવીઓના યોજનાપૂર્વકસ્થાનો, આલંબનો ઊભાં કરવાં. આ આપણી શતાબ્દી ઉજવણીના પ્રસંગે અતિ આવશ્યક માની તેમાં કામે લાગી જઈએ. આપણી આ સમ્ય જ્ઞાનની મહાન પરબ રૂપ શેઠ શ્રી વેણીચંદ સુરચંદ સંસ્થાપિત-“શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા” જેઓશ્રીના નામથી ચાલી રહી છે અને અવિચ્છિન્નપણે જૈન ધર્મ સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિ ને અબાધ્યમાન રાખી છે તેના
[૨૫
| Jain Education International
સૌજન્ય : શ્રી લક્ષ્મીબેન શિવલાલ પાંચાણી, અમદાવાદ
For Private & Personal Use Only
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org