________________
યાચી સ્તુતિ કરવા લાગ્યા.
(૩) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ, ઉદયનમંત્રી, પરમાત કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, આદિના સુવર્ણમય જીવનથી જ્વલંત અને નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજશ્રીના આરાધ્ય સ્થંભન પાર્શ્વનાથના નામે થંભનપુર તરીકે પ્રસિદ્ધ થયેલ ખંભાત શહેરમાં ઉપાધ્યાયજી મહારાજ એક વખત વ્યાખ્યાન આપી રહ્યા હતા. સભા તેમની અમૃતવાણીના શ્રવણમાં એકતાન હતી.
ઉપાધ્યાયજી મહારાજના વિદ્યાગુરુ એક વખત સખત દરિદ્રાવસ્થામાં આવી ગયેલ અને પોતાના શિષ્ય ઉચ્ચ કોટિના વિદ્વાન અને પ્રખર વ્યાખ્યાતા બનેલ છે. એમ જાણી તેમની શોધ કરતા કરતા ખંભાતમાં બરાબર ઉપર જણાવ્યા પ્રમાણે ચાલુ વ્યાખ્યાનમાં જ આવી પહોંચ્યા. ઉપાધ્યાયજીએ પણ આવનાર વ્યક્તિને તુરત ઓળખી લીધી અને જોતાંવેંત જ પરિસ્થિતિનું માપ કાઢી લઈ વાણીનો પ્રવાહ એકદમ વિદ્યાની મહત્તા સમજાવવામાં ફેરવ્યો અને અંતે જણાવ્યું કે... મારામાં આજે જે કંઈક અંશે પણ વિદ્વત્તા કે વષ્નવશક્તિ જોઈ શકો છો તે આ આગંતુક વ્યક્તિનો જ પ્રભાવ છે. એમ જણાવી પોતાના વિદ્યાગુરુની ઓળખાણ આપવા સાથે જ્ઞાન-જ્ઞાની તથા જ્ઞાનનાં સાધનોનું બહુમાન સૂચવતું હોય એવું અસરકારક વ્યાખ્યાન આપ્યું કે જેથી પોરિસિ ભણાવવાના સમયે ત્યાં બેઠેલા સમસ્ત શ્રાવક-શ્રાવિકાગણે પોતે પહેરેલાં સર્વ આભૂષણો ગુરુનાય વિદ્યાગુરુના ચરણે ધરી દીધાં જેની કિંમત સિત્તેર હજાર થાય. જે જમાનામાં એક રૂ. નું ૨૧ શેર ચોખ્ખું ઘી મળતું હતું. અને ૧ રૂ. ના ૧૬૧ શેર ઘઉં મળતા હતા. એ દૃષ્ટિએ આજે તેની કિંમત કરોડોની થવા જાય. આવા તો કેટલાક પ્રસંગો તેઓશ્રીના સંબંધમાં જાણવા જેવા છે.
ધન્ય છે પૂ. ઉપાધ્યાયજીની વાણીને અને ભાવુક-શ્રાવકોની ઉદારતાને પણ ! આપણે પણ તેમની જ પરંપરાના શિષ્યો અને શ્રાવકો છીએ. તેઓશ્રીના સાહિત્ય માટે જેટલું કરીએ તેટલું ઓછું જ છે. એટલે તેમના સાહિત્યના પ્રચાર પઠન-પાઠન, અપ્રગટ ગ્રંથોનું પ્રકાશન અને અલભ્ય ગ્રંથોની પૂર્તિ કરીએ એ જ તેમની, આપણી સંસ્થાની શતાબ્દી ઉજવણી પ્રસંગે ભક્તિ કરી ગણાશે.
| આટલું સંક્ષેપમાં જણાવી તે બાબતમાં આપણે સૌને સામર્થ્ય અને પ્રેરણા આપવા શાસનદેવને સહાયક થવા પ્રાર્થના કરી ઉપાધ્યાયજીના સંબંધમાં અધૂરા, અવ્યવસ્થિત કે ક્ષતિ રહેવા પામેલ લેખન બદલ ક્ષમા યાચી વિરમું છું. – : પ. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા.ના કેટલાક પ્રસંગોની તારવણી –
જન્મભૂમિ - મહેસાણા જિલ્લાના વડાવલી ગામ પાસેના કનોડા ગામના વતની હતા. પિતા :- નારાયણભાઈ માતા :- સૌભાગ્યદેવી વડીલબંધુ - પાસિંહ (દીક્ષાનું નામ પદ્મવિજયજી મ.)
સૌજન્ય : શ્રી દલપતલાલ વાડીલાલ શાહ, થરા
29
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org