________________
તેઓશ્રી સંસ્થાના પ્રમુખ બન્યા.
શેઠશ્રી શ્રેણિકભાઈની રાહબરી નીચે જનરલ વ્યવસ્થાપક સમિતિ તથા સ્થાનિક સમિતિના સર્વ સભ્યો એક સાથે રહી સંસ્થાના ઉત્કર્ષ માટે બહુમૂલ્ય સમય અર્પી રહ્યા છે.
સંસ્થા જ્યારે એક શતાબ્દી જેટલો દીર્ઘ સમય પસાર કરી વટવૃક્ષની શાખાની જેમ જ્ઞાનનો પ્રસાર વિસ્તારી રહી છે ત્યારે આ એક અનુપમ પ્રસંગની ઉજવણી કરવા જૈન જગતના શ્રુતજ્ઞાન પ્રેમી આત્માઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મહાવદ ૨ થી ૪ તા. ૧૩-૧૪-૧૫ ફેબ્રુઆરી ૧૯૯૮ ના રોજ વિશાળ મિલન સમારંભ યોજ્યો છે. અને શત વર્ષની વૃદ્ધ બનેલી આ સંસ્થાને યૌવનવંતી બનાવવા સંજીવનીરૂપે વર્ષોના ઇતિહાસમાં અસંભાવ્ય એક ક્રોડથી વધુ રકમ અર્પણ કરવા લક્ષ્યાંક નક્કી કર્યો છે જે આજે પૂર્ણ થઈ રહ્યો છે તેનો આનંદ અવર્ણનીય છે.
સંસ્થા પોતાના ધ્યેયમાં નિશ્ચલ રહી ઉન્નતિનાં શિખરો સર કરી જૈનજગતમાં જ્ઞાનપ્રસાર દ્વારા ચારિત્રશીલ, ધ્યેયનિષ્ઠ રત્નત્રયીના આરાધકો તૈયાર કરી શાસનની શાન બઢાવે એ જ અભ્યર્થના.
૧૮
Jain Education International
સૌજન્ય : શ્રી પતીશ ફૂડ પ્રોડક્શન લિ., સાબરમતી
For Private & Personal Use Only
www.jainelibrary.org