________________
વિભાગની જવાબદારી સંભાળી અનેક ધર્મશ્રદ્ધાળુ વિદ્વાનો તૈયાર કર્યા.
વ્યવસ્થા વિભાગમાં તો પ્રથમ શ્રી હાવાભાઈ વલ્લભીપુરવાળાએ જવાબદારી સંભાળી, તેમની નિવૃત્તિબાદ તેમના જ સુપુત્ર શ્રી વલ્લભદાસભાઈએ શિક્ષણવિભાગ સાથે તે જવાબદારી સંભાળી, તેમના નિધન બાદ કેટલાંક વર્ષો પછી તેમના જ સુપુત્ર શ્રી કાન્તિલાલ વલ્લભદાસભાઈએ આ સિલસિલો વિ. સં. ૧૯૪૭ સુધી ચાલુ રાખી નિવૃત્તિ લીધી. આ પેઢીનું અમૂલ્ય યોગદાન ભૂલી શકાય તેમ નથી.
વિ. સં. ૧૯૮૭ માં પ્રથમ “રશ્મિ' નામનું માસિક અને ત્યારબાદ વિ. સં. ૨૦૦૪માં જ્ઞાનપ્રકાશ' નામનું માસિક સંસ્થાના પ્રાધ્યાપક તથા ગૃહપતિ વગેરેના સહકારથી પ્રકાશિત કરેલ, પરંતુ વધી જતી આર્થિક પ્રતિકૂળતાએ થોડા સમય બાદ પ્રકાશન બંધ કરેલ.
વિ. સં. ૧૯૯૪માં ડૉ. મગનલાલભાઈની જેવા જ ધર્મશ્રદ્ધાળુ અને શિસ્તઅનુશાસનપ્રિય વકીલ શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહનો પણ સંસ્થાને સંપૂર્ણ સહયોગ મળેલ, જેના કારણે સંસ્થાએ પોતાનો વ્યાપ વિસ્તાર્યો હતો. સંસ્થાનો વિકાસ ધીમી પણ ચોક્કસ ગતિએ થઈ રહ્યો હતો. વકીલ ચીમનભાઈએ પણ જીવનના અંત સુધી સંસ્થાના સેક્રેટરી પદે રહી પાઠશાળાના વિકાસમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપેલ.
વધતી જતી આર્થિક મુશ્કેલીના કારણે સંસ્થા ધાર્યો વિકાસ કરી શકતી ન હતી. છતાં સંસ્થાના વહીવટદારો તેના માટે સદા પ્રયત્નશીલ રહેતા.
સંસ્થાના હિતેચ્છુઓ અને શુભચિન્તકોનું સુવર્ણ મહોત્સવ ઉજવણીરૂપે શેઠશ્રી ભુરમલજીભાઈ મદ્રાસવાળા(પાલીતાણા-અરિસાભુવનવાળા)ના પ્રમુખપદે સંસ્થાના સેક્રેટરી શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીભાઈ તથા કડીયા ચીમનલાલ કેશવલાલના સત્ક્રયત્નથી વિ. સં. ૨૦૧૨માં એક સંમેલન ભરાયું જેમાં સંસ્થાની પ્રવૃત્તિઓની આવશ્યકતા અનિવાર્ય લાગી.
વિ. સં. ૨૦૨૩માં સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સ્નેહ-સંમેલન યોજાયું જેમાં સંસ્થાના ઋણસ્વીકારરૂપે સારી રકમ એકઠી કરવા નિર્ણય કર્યો અને તેના પરિણામે વિ. સં. ૨૦૧૭માં શ્રી શ્રુતપ્રેમીઓ અને ભૂતપૂર્વવિદ્યાર્થીઓનું એક વિશાળ સંમેલન યોજી સંસ્થાને ૧,૧૧,૧૧૧ની રકમ અર્પણ કરી. અને સંસ્થાનાં ૭૫ વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી કરવા નક્કી કર્યું.
મોડા-મોડા પણ વિ. સં. ૨૦૩૬માં એ સંમેલન યોજાયું જેમાં પૂ. ગુરુભગવંતો તથા જ્ઞાનપ્રેમી આત્માઓના અમૂલ્ય સહકારથી સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રૂ. અગિયાર લાખથી વધુ રકમ એકઠી કરી સંસ્થાને પગભર બનાવી.
વિ. સં. ૨૦૧૮માં જનરલ સેક્રેટરી શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીભાઈના સત્યયાસથી શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈએ સંસ્થાનું ઉપપ્રમુખ પદ સ્વીકાર્યું. ત્યારબાદ થોડા જ સમયમાં
સૌજન્ય : શ્રી પતીશ ફૂડ પ્રોડક્શન લિ., સાબરમતી
૧૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org