________________
મહેસાણા પાઠશાળાની શતાબ્દી : એક વિરલ ઘટના
વિજયશીલચન્દ્રસૂરિ
શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા-મહેસાણાએ એક સૈકામાં ભગવાન શ્રી તીર્થકર પરમાત્માના લોકોત્તર શાસનની જે સેવા તેમ જ પ્રભાવના કરી છે, તે એક અજોડ, ઐતિહાસિક તથા પ્રેરણાદાયી ઘટના છે.
શ્રી જિન શાસનની સેવા શ્રમણો તો કરે જ; પણ ઉત્તમ શ્રમણોપાસકો પણ શાસનનો ઉદ્યોત કરી શકે છે. અને શ્રમણોને પણ પ્રેરણા સાંપડે તેવો ઉદ્યોત કરી શકે છે. તેનો ઝળહળતો આદર્શ એટલે મહેસાણા-પાઠશાળા, શેઠ વેણીચંદ સુરચંદને, આ અર્થમાં, હું શ્રેષ્ઠ શાસનપ્રભાવક શ્રાવક ગણું.
તેમણે સો વર્ષો પૂર્વે સ્થાપેલી આ પાઠશાળાએ, આ સૈકાના જૈન સંઘ ઉપર, સીધો તેમ જ પારંપરિક કેટલો બધો ઉપકાર કર્યો છે ! એક તરફથી આ સંસ્થાએ અઢળક વિદ્યાર્થીઓને ભણાવ્યા, શ્રુતજ્ઞાન બક્ષ્ય, પંડિત કે અધ્યાપકના સ્વરૂપે શ્રાવકો નિપજાવ્યા, અને તેઓ દ્વારા ઠેર ઠેર જ્ઞાનદાનની પરબોમાં સેંકડો, બબ્બે હજારો આત્માઓને સમ્યજ્ઞાનથી લાભાન્વિત કર્યા; તો બીજી તરફથી, સુશ્રાવક પંડિત પ્રભુદાસ પારેખથી માંડીને કંઈ કેટલાય પંડિત શ્રાવકોની સુષુપ્ત મેધા તથા પ્રતિભાને આ સંસ્થાએ ઉઘાડ, ઉત્સાહ અને ઉત્તેજન આપ્યાં. આવી શાસનપ્રભાવના વિરલ જ ગણાય.
ઘડીભર કલ્પી લઈએ કે આ પાઠશાળાની સ્થાપના થઈ જ નથી, તો ? તો ભારતના જૈન બંધુઓમાં આજે અને ગઈ કાલે જે ધર્મભાવના તથા અલ્પસ્વલ્પ પણ જ્ઞાનસાધના જોવા મળી અને મળે છે, તેનો કદાચ અંશ પણ ન હોત, અને તો પુદ્ગલવાસનાએ આપણા સમાજને
ક્યારનોય છિન્નભિન્ન કરી નાખ્યો હોત. વસ્તુતઃ તો આ કલ્પના જ બહુ વસમી અને બિહામણી છે.
આવી મહાન સંસ્થાની સાથે વળી નામ પણ કેવું મહાન જોડાયું છે ! ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીનું નામ જેવું અનુપમ છે, તેવું જ, તે નામ સાથે જોડવામાં આવેલી પાઠશાળાનું પ્રદાન પણ અણમૂલું છે. લાગે કે સંસ્થા સાથે આવી વિભૂતિનું નામ જોડાયું છે તે સર્વાશે સાર્થક બન્યું છે.
આવી ભવ્ય પાઠશાળાને સો વર્ષ પૂરાં થાય. એ, આપણા જૈન સંઘની તો એક અતિશય | સૌજન્ય : શ્રી શાંતિલાલ જીવતલાલ મસાલીઆ, રાધનપુર (૧૯ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org