________________
શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાનું આછેરું દર્શન
પ્રદીપ બાબુલાલ શાહ
મહેસાણા પાઠશાળાનું ગૌરવવંતું આ છે આછેરું દર્શન.
પૂ. ન્યાયવિશારદ દાનવિજયજી મ. સા.નું ચાતુર્માસ મહેસાણામાં હતું. અતિ-અભ્યાસી, જ્ઞાન પ્રત્યે અનુપમ આદર, મહેસાણા શ્રી સંઘમાં જ્ઞાનરુચિ જીવોને જ્ઞાનાભ્યાસ માટે એક સ્થાન ઊભું કરવાની પ્રેરણા કરી. શેઠ શ્રી વેણીચંદભાઈએ અન્ય સંઘના આગેવાનોના સહકારથી એ પ્રેરણાને મૂર્તિમાન સ્વરૂપ આપ્યું. અને પૂ. શ્રી રવિસાગરજી મ. સા.ના કરકમલે વિ. સં. ૧૯૫૪ ના કા.સુ.૩ ના મંગળ દિવસે શુભ ચોઘડિયે પૂ. ન્યાયવિશારદ ઉપા. શ્રી યશોવજયજી મ. સા.ના નામ ઉપરથી “શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા'ની સ્થાપના થઈ.
આ પાઠશાળાના પ્રથમ વિદ્યાર્થી એટલે બેચરદાસભાઈ. પછી તો ધીમે ધીમે અભ્યાસકોની સંખ્યા વધવા લાગી. પ્રથમ તો શ્રી વેણીચંદભાઈ પોતાને ત્યાં અથવા બીજી રીતે વિદ્યાર્થીઓને રાખી અભ્યાસ કરાવતા. ધીમે ધીમે સંખ્યા વધવા સાથે સ્થાન ઊભું કરવાની જરૂરિયાત ઊભી થઈ. સાથે સાથે અભ્યાસનાં પુસ્તકો આદિની આવશ્યકતાઓ પૂરી કરવા વિ. સં. ૧૯૬૦.....માં શ્રી જૈન શ્રેયસ્કર મંડળની પણ સ્થાપના કરી. સંસ્થાની પ્રવૃત્તિઓની નોંધ અંકમાં અન્યત્ર આપેલ છે.
પાઠશાળાનું કાર્ય જોઈ શ્રી ભારતભરના સંઘોનો સહકાર મળવા લાગ્યો. પાઠશાળાએ સંસ્થાનું વ્યવસ્થિત સ્વરૂપ ધારણ કર્યું. મહેસાણા, વિસનગર, અમદાવાદ, મુંબઈ, આદિના આગેવાનો પણ ધીમે ધીમે આ કાર્યમાં જોડાયા. મકાનની અતિ આવશ્યકતા જાણી સંસ્થાના ટ્રસ્ટી વિસનગરવાળા શ્રી મણિલાલ ગોકળદાસ ભાઈએ પોતાના હસ્તકના ટ્રસ્ટમાંથી એક મકાન બંધાવી આપ્યું, જે આજે મહેસાણા ગામની મધ્યમાં પાઠશાળાની ગૌરવગાથા જણાવતું અડીખમ ઊભું છે.
જ્ઞાન પ્રત્યેની સંઘની ઉત્તરોત્તર ભાવનાની વૃદ્ધિથી પ્રેરાઈ વિ. સં. ૧૯૬૪માં પાલીતાણા શ્રી સૂક્ષ્મતત્ત્વાવબોધ જૈન પાઠશાળાની સ્થાપના શ્રી વેણીચંદભાઈના સત્ક્રયત્નથી થઈ. અને આ પાઠશાળાની બ્રાંચ ઑફિસ ત્યાં પણ ચાલુ કરી, જેથી સંસ્થાનાં સર્વ કાર્યોને સુંદર વેગ મળ્યો.
સંસ્થામાં અભ્યાસ કરી અનેક આત્માઓ પ્રવ્રજ્યાના પુનિતપંથે પ્રયાણ કરતા હતા તો કેટલાય આત્માઓ ઉત્તમ ગૃહસ્થ જીવન જીવી શ્રી સંઘમાં જ્ઞાનપ્રસારનું અનુપમ કાર્ય કરતા હતા.
સૌજન્ય : શ્રી સુશીલભાઈ મણિલાલ શાહ, મહેસાણા
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org