________________
૨૨.૮.૯૭
સોલાપુર ધર્મલાભ
સંસ્થા સો વર્ષ પૂરાં કરી ૧૦૧ મા વર્ષમાં પ્રવેશી રહી છે આનંદ સહ.
(૧) ધાર્મિક અભ્યાસ સાથે સંસ્કૃત વગેરેનું અધ્યયન કરી બાળકો સુસંસ્કારી અને સુવિનીત શિક્ષક પંડિત બને અને સ્વ-આત્માને તથા ચતુર્વિધ સંઘને ઉપકારક બને તથા અધ્યયનઅધ્યાપન પ્રવૃત્તિમાં તત્પર બને.
(૨) સાધુ-સાધ્વીજી મહારાજને સંસ્કૃત-પ્રાકૃત-ન્યાય-કાવ્ય-કોષ-વ્યાકરણ તથા કર્મસાહિત્યના અધ્યયનની સુંદર સુવિધા મળે.
આ બન્ને મહાન ઉદ્દેશોને સફળ કરતી આ પાઠશાળાની ઉજવળ કારકિર્દીથી જૈન સંઘ સુપરિચિત છે.
ચતુર્વિધ સંઘને પરમ આશીર્વાદરૂપ આદર્શરૂપ આ પાઠશાળા ભાવિમાં વિશેષ પ્રગતિ સાધે અને પોતાના આગવા બન્ને ઉદ્દેશોને વધુ શાલીનતા અને સુવિધાપૂર્વક સફળ બનાવવા સક્રિય રહે એ જ શુભ કામના સાથે એક સૂચન છે કે –
તમો સહુ કાર્યકરોને આ પાઠશાળાના માધ્યમથી ચતુર્વિધ સંઘની સેવા અને શાસનની ઉન્નતિ કરવાની જે તક મળી છે. તે અદ્ભુત છે. ખૂબ ઉત્સાહથી સેવા કરતા રહો.
બાળકો આ પાઠશાળા તરફ આકર્ષિત રહે, અહીં રહી વધુ ને વધુ અધ્યયન કરવાની તેમની રંગત વધે, ઝંખના જાગે અને રહેવા તથા ભણવાની તેમને દરેક અનુકૂળતા મળે તેવું વાતાવરણ છે તે વધુ ને વધુ વાત્સલ્ય પૂર્ણ-સૌજન્યપૂર્ણ બને અને આ પાઠશાળા યાવચન્દ્ર દિવાકર-પોતાનું કાર્ય કરતી રહે એ જ મંગલ આશીર્વાદ.
- આ. કલાપૂર્ણસૂરિ
સૌજન્ય : શ્રી મનસુખલાલ કાલિદાસ શાહ, રાજપરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org