________________
ધર્મલાભ
ખૂબ આનંદ થાય છે કે યશોવિજયજી જૈન પાઠશાળાના શતાબ્દી મહોત્સવની ઉજવણી
થાય છે.
આ કાર્યમાં ત્રિવિધે ત્રિવિધે મન-વચન કાયાથી અનુમોદના કરીએ છીએ. અને સારી રીતે પાર પડે તે માટે શુભાશીર્વાદ પાઠવીએ છીએ.
શ્રા. સુ પ
હું હરહંમેશ ૬૦ વર્ષ ઉપરાંતથી દરેકને સતત ધાર્મિક અધ્યયન કરાવું છું. ચતુર્વિધ સંઘમાં કોઈપણ જિજ્ઞાસુ મુમુક્ષુઓને સવારથી સાંજ સુધી ભણાવું છું. તે સંબંધી કોઈપણ વ્યક્તિને બે બુક તથા સંસ્કૃત વાંચન કરાવું છું.
આ મહેસાણા પાઠશાળાનો અનન્ય ઉપકાર છે. ભારતભરમાં આ સંસ્થા દ્વારા શિક્ષકવર્ગ મળી રહ્યો છે. તેની ખૂબ ખૂબ ભૂરી ભૂરી અનુમોદના.
– ચિદાનંદસૂરિના ધર્મલાભ.
“શુભાશીર્વાદ”
સુશ્રાવક દેવગુરુ ભક્તિકારક પુણ્યપ્રભાવક શાહ વેણીચંદભાઈ સૂરચંદભાઈ જૈન સંસ્થાપિત મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાના શુભ નામથી અલંકૃત ‘‘સંસ્કૃત શ્રી જૈન પાઠશાળા” શત શત વર્ષોનું ચિરાયુ ભોગવવાનું સૌભાગ્ય સંપ્રાપ્ત કરીને આજે એકસો એક વર્ષમાં પ્રવેશ લઈ રહી છે તે સૌ કોઈને માટે એક ગૌરવ સાથે ગર્વ લેવા જેવી અલૌકિક અને અદ્ભુત ઘટના છે.
સાથે સાથે આપણે સૌ કોઈ આશા રાખી રહ્યા છીએ કે આપણી આ સદરહુ જૈન પાઠશાળા આપણા સમસ્ત જૈન વિદ્યાર્થીઓને ચિરંતન શિક્ષણ અને સંસ્કાર આપતી રહે એ જ શુભેચ્છા.
Jain Education International
સૌજન્ય : શ્રી ગુણવંતલાલ ચંદુલાલ શાહ, આજોલ
For Private & Personal Use Only
– ભુવનશેખરસૂરિ મ.
www.jainelibrary.org