________________
સંઘના નામે ફરી જાગ્રત ક૨વાની કલ્પના છે' (પા. ૫) પણ કેવળ ‘વિશ્વવાત્સલ્ય' શબ્દથી એની પૂરી કલ્પના ભાગ્યે જ આવી શકે તેથી બીજે એક સ્થળે સ્પષ્ટતા કરતાં કહે છે : ‘માણસ બીજા માટે ભોગ આપે, ઘસાય તો તે ઊંચો છે. એટલા માટે આપણે ‘વિશ્વવાત્સલ્ય' શબ્દ વાપરીએ છીએ. ‘પ્રેમપંથ પાવકની જ્વાળા' અને ‘હિરનો મારગ છે શૂરાનો' - એટલે વાત્સલ્ય કરવું તેમાં કેટલી જવાબદારી છે તેનો ખ્યાલ આવે છે’ (પા. ૧૭).
આ ગ્રંથમાં પાલિતાણા તીર્થક્ષેત્રમાં અને અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં જે જાહેર વ્યાખ્યાનનો અંશ સચવાયો છે, તેનાથી ‘ધર્મ’ શબ્દ અને ધર્માચરણની સમજૂતી વધારે સ્પષ્ટ થાય છે. અમદાવાદના નાગરિકોને તેઓ પૂછે છે : આજે આપણે કોની પૂજા કરીએ છીએ ? મંદિરો અને ઉપાશ્રયો તો ધર્મસ્થાનકો છે તેમ છતાં ‘દરેક ઠેકાણે ધનની પૂજા થાય છે' તેથી સાચા ધાર્મિકને પરિગ્રહ છોડી સ્વાવલંબી બનવા અનુરોધ કરે છે. અને જે લોકોએ સમજપૂર્વક સાચા ધર્મની ઉપાસના કરી છે તેમને તેઓ પાલિતાણાના પ્રવચનમાં બિરદાવતાં કહે છે : ‘અહીં આવીને અનેક સાધુ-સંતોએ, શરીરની પણ પરવા કર્યા વિના ધર્મ માટે આહૂતિ આપી છે.’ એમણે જોયું કે શ૨ી૨ એ સાધન છે; સાધ્ય નથી. સાધનનો ઉપયોગ સાધ્યની પ્રાપ્તિ માટે જ હોઈ શકે. પણ માણસ કાન બંધ કરીને બેસે તો ? (પા. ૪૭)
ધર્મપ્રાપ્તિની અંતિમ ફલશ્રુતિ મોક્ષમાં છે. પ્રત્યેક ધાર્મિક વ્યક્તિ મોક્ષ ઝંખે છે. તે માટે તીર્થાટન કે ઘર-બાર છોડી હિમાલયમાં જવાની જરૂર નથી. તેમની કલ્પના પ્રમાણે - રાગ દ્વેષથી મુક્ત થવું એટલે મોક્ષ. સતત જાગૃતિ એ સ્થિતિનું નામ મોક્ષ. સામ્યભાવનું જ્ઞાન એનું નામ મોક્ષ. (પા. ૫૩) પરંતુ મુનિશ્રી પણ સમગ્ર સમાજ સાથેની જ પોતાની મોક્ષની કલ્પના સમજાવે છે. એમને વ્યક્તિગત મોક્ષની અપેક્ષા કરતાં સમષ્ટિગત મોક્ષની ઝંખના છે. તેથી તેઓ જણાવે છે કે સમગ્ર સમાજ ઊંચો જાય તો એમાંથી મોક્ષ મેળવનારા પાકે. સમાજ નીચો જાય તો એમાંથી મોક્ષ મેળવનાર ઓછા મળે !
આ યુગમાં આવો પ્રબળ પુરુષાર્થ કરનાર, સમગ્ર માનવજાતને બધી જાતનાં બંધનોમાંથી છોડાવનાર - જીવતા જાગતા કરુણામૂર્તિ, સત્યવીર બાપુને તેમણે જોયા હતા. તેથી તેઓ ગામેગામનાં પોતાનાં પ્રવચનોમાં બાપુને યાદ કરી તેમની શિખામણને હૈયે ધારણ કરવા વિનંતી કરે છે. આ પાંચમા ભાગમાં રવિશંકર મહારાજ પણ અવારનવાર મુનિશ્રીને મળવા આવી જાય છે. સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઢેબર તો આખી યાત્રા દરમિયાન અવારનવાર મળવા આવી જઈ તેમની સાથે ચર્ચા વિચારણા કરી, એક સંત પ્રત્યેની પોતાની વિનમ્ર ભક્તિ દર્શાવે છે. તો બીજી તરફ
૧૧