________________
પણ કહું છું કે હવે નામ બદલો “સેવા કરે તે બ્રાહ્મણ તેથી “શ્રમજીવી સમાજ, “ખેડૂત સમાજ જેવાં નામ રાખો” (પા. ૧૪૮).
- ડાયરીના ભાગ ચોથામાં સૌરાષ્ટ્રના સેલ્સટેક્ષ આંદોલનના અગ્નિશમનમાં મહારાજશ્રીએ અહિંસક દૂત બનીને જે શાંતિકાર્ય કર્યું, તેથી તેમને જે સહન કરવાનું આવ્યું તે બધું અગાઉ અપાઈ ગયું છે, પણ વેપારી વર્ગ હજુ તેમનાથી દૂર રહેતો લાગે છે. ખુદ પોતાના ગુરુદેવને ગળે પણ આ વાત ઊતરી નહોતી, તો પછી વેપારીઓની તો વાત જ શી કરવી? તેમ છતાં મણિભાઈના અંગત સંપર્કથી અને સઘળી વાતો જાણ્યા પછી ગુરુ નાનચંદ્રજી મહારાજનું વલણ બદલાય છે. અને તેઓ પ્રથમ વખત જ સંતબાલજીના ભાલ નળકાંઠા ક્ષેત્રમાંથી વિહાર કરે છે. ૧૯૫૪ના ડિસેમ્બરમાં સાયલામાં પોતાના ગુરુદેવના દર્શને જાય છે તો ઉદારદિલ ગુરુદેવ ભાલના ભરઉનાળે જૂન મહિનાની ૧૬ થી ૨૦ તારીખ (૧૯પ૬) શિયાળમાં ગાળે છે, પોતાના પ્રિય શિષ્યના પ્રયોગને સમજે છે અને આ તેજસ્વી શિષ્યની પ્રવૃત્તિઓને પ્રત્યક્ષ રીતે આશીર્વાદ આપે છે. આ એમના જીવનનો એક અતિ માંગલ્ય પ્રસંગ છે. જેમ ગુરુદેવ રીયા તેમ જેને તેઓ અપીલ કરવા માગે છે એ પોતાના સાધુસમાજના બે મારવાડી મુનિઓ મુનિ ડુંગરસિંહજી તેમજ મુનિ નેમિચંદ્રજી લાંબી ખેપ ખેડીને ભાલમાં ચાલતો તેમનો ધર્મદષ્ટિએ સમાજ રચનાનો પ્રયોગ જોવા પ્રત્યક્ષ ૧૯૫૬ના માર્ચમાં ધંધૂકા વિસ્તારના મિંગલપુર ગામે મળે છે. પોતાને બે સાધુ મળ્યા, તેમ જ ગુરુદેવ આવવા તૈયાર થયા, એ તેમના જીવનની લાંબી તપશ્ચર્યા અને તિતિક્ષા પછીની મૈયાની પ્રસાદીરૂપ જ ગણાય !
આ દેશમાં પ્રત્યેક નગર કે ગામ જ નહીં, પ્રત્યેક વ્યક્તિ એક સમસ્યા - કોયડારૂપ છે. મહારાજશ્રીની યાત્રા સાથે આપણું મન જોડી, સહપ્રવાસ કરીએ તો ગામેગામના પ્રશ્નો જોવા, સાંભળવા મળે છે. ગરીબાઈ, અન્યાય, અશિક્ષિતપણું, બેકારી, માંદગી, પોષણદાયક ખોરાક અને પાણીનો પ્રશ્ન, પશુઓના ચરિયાણનો પ્રશ્ન, દુષ્કાળ, રેલસંકટ જેવા કુદરતી પ્રશ્નો ઉપરાંત માનવસર્જિત દૂષણો અને અન્યાયના સેંકડો પ્રસંગોનો તેઓશ્રીને અનુભવ થાય છે.
પરંતુ અહીં કેવળ એક બે નમૂનારૂપ દૃષ્ટાંતો જ જોઈશું. ધંધૂકા તાલુકામાં સારંગપુરના હનુમાનથી પ્રખ્યાત મંદિર - સ્વામિનારાયણ મંદિરની મોટી ખેતી છે. તેના ખેડનાર ખેડૂતો ગણોતિયા, પણ તેમને નામે જમીન પહાણીપત્રકમાં ચડેલ નહીં. ગણોતધારાનાં નગારાં વાગતાં મંદિરે ખેડૂતોના ખેડહક લઈ મોટો અન્યાય કર્યો. ધર્મસ્થાનકમાં આવો અધર્મ જોતાં, અને ત્યાંના ખેડૂતોની ફરિયાદ આવતાં ખેડૂત મંડળ મારફતે શુદ્ધિપ્રયોગ શરૂ થાય છે. ભાલના ઇતિહાસમાં મુનિશ્રીનો