________________
સાથે હિન્દુસ્તાન ટાઈટસ ફેકટરીમાં શરુંજયને ૫ટ જુહારી સમસ્તશ્રી સંધે અનેરે લાભ લીધે. પુજ્યશ્રીનું વ્યાખ્યાન થયું. પુજા ભણાઈ. ૧માં રવિવારે શિબિરની પુર્ણાહુતિ થઈ. સંસ્કૃત પડિત પરિષદનું આયોજન - પૂજ્ય શ્રી અરુણવિજયજી મહારાજ સ્વયં સંસ્કૃત ભાષાનો વિદ્વાન છે. સંસ્કૃતમાં વ્યાખ્યાન આપે છે. ન્યાયદર્શન શાસ્ત્રમાં ઘદર્શનના જ્ઞાતા છે. તેમની પ્રેરણા તથા માર્ગદર્શનનુસાર શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘે પૂજ્ય શ્રીની નિશ્રામાં ત્રણ દિવસની પરિષદ યોજી. જેમાં મુંબઈ, નાગપુર, કાશી, પુના, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, દિલ્લી આદિ સ્થળેથી. સંસ્કૃત ભાષાના દાર્શનિક વિતાને ભાગ લેવા આવ્યા હતા. શ્રી મહાવીર વિવાથી કલ્યાણ કેન્દ્ર મુંબઈની સંસ્થાની આ પ્રવૃત્તિનું આ ત્રીજું અધિવેશન તા. ૧૭,. ૧૮, ૧૯, નવેમ્બર ૧૯૮૪ના જામનગર મળ્યું. “ચાર્વાક દર્શનના નિરસન માટે સંસ્કૃતમાં ભાષણ તથા ચર્ચા થઈ, આ સંસ્કૃત પંડિત પરિષદનું ઉદ્દઘાટન અમારા સંઘના પ્રમુખ શ્રી ભાનુભાઈ મગનલાલ દેશીએ કર્યું હતું. તથા ૫ડિતજી શ્રી રામચન્દ્ર શાસ્ત્રી જેશી પુનાવાલા દ્વારા નૂતન ટીકા સાથે લખીને તૈયાર કરવામાં આવેલ જૈન દર્શનના અભ્યાસ માટેના પાયાના ગ્રંથ- “શ્રી પ્રમાણીય તરલેક'નું ઉદ્ઘાટન શેઠ શ્રી જગદીશભાઈ શાન્તિલાલ શાહ ઓખાવાલાના હસ્તે કરવામાં આવ્યુ હતુ. તા. ૧૮-૧૧-૮૪ના રોજ પંડિતનું ઈશ્વર દ્રજી શર્માના હાથે લખાયેલ પુસ્તક “ભારતીય દર્શન મેં આસ્તિકતા કા સ્વરૂપ” નું ઉદ્દઘાટન શ્રી કે. પી. શાહે કર્યું હતું. ૫. શ્રી કૌડિન્ય શાસ્ત્રીજીએ સુંદર સભા સંચાલન કર્યું હતુ. તા. ૧૯-૧૧-૮૪ના આવેલા સર્વ વિદ્વાન પંડિતનું ૧૦૧ રૂપિયા તથા ગરમ શાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું. ન્યાય-વ્યવહારોપમંત્રી શ્રી એમ. કે. લેચ, લીલાધરભાઈ પટેલ, જસ્ટીસ શાહ, આદિ મહાનુભાવોએ સમારંભમાં હાજરી આપી હતી. સંધપ્રમુખ ભાનુભાઈ દેશી તથા શ્રી વિ. શ્રી. જ્ઞાતિ તરફથી