________________
સંકલન-સંપાદનની વેળાએ માફકથન દ્રવ્યસ્તવના બહુવિધ લાભોની સુંદર રજુઆત કરેલ છે. દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ તરીકે કહેલ છે. જ દ્રવ્યસ્તવના અનેકવિધ ગુણોનું અદ્ભુત વર્ણન કરેલ છે.
શ્રેષ્ઠની અપેક્ષાએ જ શ્રેષ્ઠતમની પ્રશંસા યોગ્ય ગણાય, આ યુક્તિના સહારે જિનપ્રતિમાની શ્રેષ્ઠતાની સિદ્ધિ કરેલ છે. અંગઘર્ષણ ન્યાયથી દ્રવ્યસ્તવની મહત્તા ન્યાયપૂર્ણ સાબિત કરેલ છે. ભગવાનની ભક્તિને વૈયાવચ્ચરૂપે ઉદ્ઘોષણા કરેલ છે. કુશાસ્ત્રમાં કહેલ હિંસા જ ધર્માર્થ હિંસા છે, દ્રવ્યસ્તવમાં ધર્માર્થ હિંસા નથી એ સિદ્ધ કરેલ છે.
વ્યસ્તવમાં કૂપદષ્ટાંતનું યોજન વાસ્તવિક કઈ રીતે છે, તે અનેક યુક્તિ અને શાસ્ત્રપાઠોથી સંગત કરેલ છે.
ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજાની શ્રેષ્ઠ પ્રતિભાનાં દર્શન કૂપદૃષ્ટાંત પ્રકરણમાં વિશેષ રીતે થાય છે. કૂપદૃષ્ટાંત સ્થળમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯૧/૧૨/ ૧૯૭/૧૯૪ નો પાઠ સટીક આપી અને પૂજાપંચાશક ગ્રંથના પાઠો આપીને એ દરેકની સંગતિ સ્વપ્રતિભાથી વિશિષ્ટ રીતે કરેલ છે, તે ગ્રંથવાંચન કરવાથી સ્વયં જ સમજાશે.
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-રમાં આવતા અલંકારો આ પ્રમાણે છે – શ્લોક-૩૪ માં “મમ્' અલંકાર બતાવેલ છે. શ્લોક-૪૪માં “અપ્રસ્તુત પ્રશંસા” અલંકાર બતાવેલ છે. શ્લોક-૪૯માં “અતિશયોક્તિ અલંકાર બતાવેલ છે.
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ અને પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-રમાં આવતાં દૃષ્ટાંતો આ પ્રમાણે છે – ભાગ-૧માં ચમરેન્દ્રના ઉત્પાત વિષયક આગમપાઠ
સૂર્યાભદેવની ભક્તિવિષયક આગમપાઠ
કેશીગણધરનો પ્રદેશ રાજાને ઉપદેશ વિષયક આગમપાઠ. આ સિવાય પણ અનેક આગમપાઠો આપેલ છે.
ભાગ-૨માં બ્લોક-૪૦માં સાવઘાચાર્ય અને વજાચાર્યના મહાનિશીથસૂત્રવિષયક દૃષ્ટાંતો આપેલ છે. એમાં ઉસૂત્રભાષણથી સાવઘાચાર્યે અનંત સંસાર કેવી રીતે ઉપાર્જન કર્યો, અને ઉત્સુત્રભાષણના ભવાંતરમાં કેવા દારુણ વિપાકો તેમને ભોગવવા પડ્યા, એનો તાદશ ચિતાર ખડો કરેલ છે, અને