________________
સંકલન-સંપાદનની વેળાએ પ્રાર્થના
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ના
સંકલન-સંપાદનની વેળાએ પ્રાક્રકથન ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, સારસ્વતપુત્ર મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજાની એક અજોડઅનુપમ સ્વોપલ્લવૃત્તિ સહિતની અણમોલવૃત્તિરૂપ પ્રતિમાશતક ગ્રંથરત્ન, આપણા સૌના અતિપરમ સદ્ભાગ્યને કારણે આપણને આ દુષમકાળમાં પણ સ્થાપનારૂપે રહેલ પરમાત્માના સ્વરૂપને પીછાણવા માટે પ્રાપ્ત થયેલ છે. જૈનસંઘની જિનબિંબ અને જિનાગમ એ મહામૂલી મૂડી છે. આપણને પ્રાપ્ત થયેલ જ્ઞાનનિધિના ખજાનામાં પ્રતિમાશતક ગ્રંથરત્ન એ મહાકીંમતી રત્ન કરતાં શ્રેષ્ઠરત્નસ્વરૂપ છે. ન્યાયવિશારદ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાની તર્કકર્કશબુદ્ધિ અને કલમે સર્જાયેલા અનેક ગ્રંથોમાંનો આ એક અતિ અદ્ભુત ગ્રંથ છે. આ ગ્રંથમાં પ્રાચીન સંદર્ભોનાં રહસ્યોને અનેક આગમપાઠો અને યુક્તિઓપૂર્વક નવ્ય ન્યાયની શૈલીથી ઓપ અપાયેલ છે. આવો મહામૂલો કીમતી ગ્રંથરત્ન અનેક જીવોને વાંચવામાં ઉપયોગી થાય એ માટે આ ગ્રંથરત્નનું ટીકા-ટીકાર્થ સહ શબ્દશઃ વિવેચન તૈયાર કરી ગીતાર્થ ગંગા સંસ્થાના ઉપક્રમે પ્રકાશિત કરવામાં આવે છે. ખાસ તો મારી નાદુરસ્ત રહેતી તબિયતમાં પ્રસન્નતા જળવાઈ રહે અને મુખ્યતાએ સ્વ-આત્મ પરિણતિની નિર્મળતા થાય, આવા ઉત્તમ પદાર્થોના ચિંતન-મનન-નિદિધ્યાસન દ્વારા પરમ સુખાસિકાનો અનુભવ થાય, અને આત્માના સાચા સુખની પ્રાપ્તિ થાય એ રૂપ સ્વ-ઉપકારના લક્ષથી આ નાનકડો પ્રયાસ કરેલ છે, તે સાર્થકતાને પામે એવું ઇચ્છું છું.
રાજનગર મુકામે મારી નાદુરસ્ત તબિયત રહેતી હોવાના કારણે પૂજ્યોની આજ્ઞાથી સ્થિરતા કરવાનું બન્યું, એ અરસામાં યોગગ્રંથો-અધ્યાત્મગ્રંથો વાચવાનો સુઅવસર પંડિત શ્રી પ્રવીણભાઇ પાસે સાંપડ્યો. ખરેખર કહું તો મારા જીવનની આ શ્રેષ્ઠ ક્ષણો સમજું છું. પ્રતિમાશતક ગ્રંથવાંચનની શરૂઆત થઇ તે પ્રારંભ ક્ષણથી માંડીને જ આ ગ્રંથવાંચન કરતાં અતિ આનંદની અનુભૂતિ થવા લાગી, એકેક અદ્ભુત પદાર્થોનું યુક્તિ અને આગમપાઠો સાથેનું નિરૂપણ જોઈ ગ્રંથકારશ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાની તર્કશક્તિને, તીવ્ર મેધાશક્તિને બિરદાવ્યા વગર રહી શકાતું નથી. ગ્રંથવાંચન વખતે રોજે રોજ વંચાતા પાઠની સંકલના સ્વસ્વાધ્યાય માટે નોટરૂપે તૈયાર કરેલ. ત્યારપછી અનેક જ્ઞાનજિજ્ઞાસુ, તત્ત્વજિજ્ઞાસુ વર્ગની ભાવના-ઇચ્છા-માંગણીને અનુરૂપ એ વિવેચનાની પુનઃ સુવાચ્ય અક્ષરરૂપે ટીકાટીકા વિવેચન સહ ગોઠવણી કરી પ્રેસકોપી તૈયાર કરી, અને તેમાંથી ૧ થી ૨૯ શ્લોકની સંકલન પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ અને ૩૦-૩૦ શ્લોકની સંકલના પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ રૂપે ગીતાર્થ ગંગા સંસ્થાના ઉપક્રમે પ્રકાશિત કરવામાં આવે છે.
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨માં નીચે મુજબના મુખ્ય મુદ્દાઓની છણાવટ ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજાએ કરેલ છે.
જ દ્રવ્યસ્તવને કાષ્ઠ અને કટુઔષધની તુલનાથી વર્ણવેલ છે.