Book Title: Prabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 20
________________ (૪) પ્રબુદ્ધ જીવન તા ૧૬-૨-૧૯૯૦ પિતાની રીતે સાદે ભળતે અર્થ કરીને મૂકી દેવામાં આવેલ છે. પરિણામે સમગ્ર કૃતિને બેટે હિન્દી અનુવાદ પ્રસિદ્ધિને પામ્યો છે. આમ જોઈ શકાય છે કે, ગાંધી અને એઝા દ્વારા ભરતેશ્વર બાહુબલિ રાક’ વિષયક જે કંઇ મળે છે એ શ્રધેય અને શાસ્ત્રીય નથી. મુનિશ્રી જિનવિજયજીએ રાસની વાચના અને કવિયિક તથા કૃતિની ભાષા વિશ્વક પ્રમાણભૂત વિગતો આપી છે. ડબલ ક્રાઉન સાઈઝનાં ૩૨ પૃષ્ઠનું આ સંપાદન દેવનાગરી લિપિમાં જ છપાયેલ છે. એમાં પ્રારંભે પ્રતપરિચય, ભાષાવિષયક ટૂંકે નિર્દેશ છે. આઠ પાનાનો આ પરિચયાત્મક ભૂમિકાલેખ પ્રાચીનકૃતિની તિહાસિક મહત્તાને પણ ચીંધી બતાવે છે. અહીં શાલિભદ્રસૂરિની બીજી ટૂંકી રાસકૃતિ બુદ્ધિરાસ’ની પણ વાચન પ્રસ્તુત કરાઇ છે. ૧ મુનિશ્રી જિનવિજયજીએ માત્ર વાચના મૂકી છે. એને અનુવાદ કે અઘરા શબ્દોના અર્થ મુકાયા નથી. કયાંક પદવિદ પણ ખોટી રીતે થયા છે પણ આવા વાચનદેવનાં ઉદાહરણે ખૂબ ઓછાં છે. દા. ત. ૭૩મી કડીમાં સ્ત્ર ૬ ને બદલે હg, ૧૦મી કડીમાં પાછું નર ને બદલે પાૐ ઝર, ૧૩રમી કડીમાં ચોરી કર્ધનને બદલે રોકડ ઈન જોઈએ. ૧૮૭મી કડીમાં સે સરમ ને બદલે સેન્ટરમાં જોઇએ. આવા ચાર-પાંચ ઉદાહરણે જ માત્ર મળ્યા છે. મુનિશ્રીની જૂની ગુજરાતીની પ્રતને ઉકેલવાના ઉદાહરણરૂપ આ વાચના ખરેખર મૂળ પ્રતમાંથી અત્યંત ચીવટપૂર્વક તૈયાર થઈ જણાય છે. ૩. મતેશ્વર થાતુarêtra (.સ. ૧૬૬૦) : છે. સારથ જોશા, ડે. શરથ શ હિન્દીમાં “ સૌર રાકારya =” ઉપયુંકત સંપાદકેએ ઈ.સ. ૧૯૬માં પ્રકાશિત કરેલ છે. હકીકતે આ સંપાદન રાસકાવ્યને સંચય છે. અહીં કુલ ૨૮ રાસકૃતિઓ મુદ્રિત છે. ઉપરાંત ચાર જેટલાં નાના કદની રામ-કૃષ્ણ વિષયક રાસ કૃતિઓ પણ છે. પ્રારંભે ૩૬૭ પૃષ્ઠમાં ભૂમિકારૂપ લેખમાં રાસના સ્વરૂપ, ભાવપદ્ય કલા પદ્ય અને રાસકવિઓના પરિચયને આવરી લેવાયેલ છે. અંતે પરિશિષ્ટમાં કેટલીક મહત્ત્વની રાસકૃતિએનો અનુવાદ પ્રસ્તુત કરેલ છે, અને છેલ્લે તમામ રાકૃતિઓમાંના મહત્ત્વના અઘરા શબ્દના અર્થ-વ્યુત્પતિ મૂકેલ છે, ડેમી સાઈઝનાં હજાર પૃષ્ઠને આ રાસસંચય પ્રકારને ગ્રંથ પ્રથમ દ્રષ્ટિએ સંપાદકનું અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રદાન જણાય. પરંતુ ઊંડાણથી અધ્યયન કરતાં એમાં નવું ચવિંત ચર્વણ, પુરોગામીઓની કૃતિઓનું-વાચનાનું સીધે-સીધું નામોલ્લેખ કર્યા વગર પુનર્મુદ્રણ છે. ઉપરાંત અહીં ઘણી બધી ખામી ભરેલો–છોટે અનુવાદ તથા વ્યુત્પતિ અને શબ્દાર્થોને અશાસ્ત્રીય રીતે ખોટા અર્થો સાથે પ્રસ્તુત કરાયા છે એને ખ્યાલ આવે છે. ૧, સંપાદકેએ મુનિશ્રીની વાચનાને મુનિશ્રીએ કરેલ પદવિચ્છેદ મુજબ જ સીધે-સીધી ખપમાં લીધી છે. કયાંય મુનિશ્રી જિનવિજયજીને સાભાર ઉલેખ કર્યો નથી. મુનિશ્રી જિનવિજયજીએ રાસ અને રાસકર્તા વિષયક નિદેશેલી વિગતો, મુનિશ્રી જિનવિજયજીનું મંતવ્ય છે કે...” એમ કહીને મૂકી દીધી છે. ૨, અનુવાદમાં તે પ્રત્યેક કડીમાં કંઈક ને કંઈક ખામીનું દર્શન થાય છે. માત્ર એક જ ઉદાહરણ જોઈએ. ૧૦મી કડીમાં ભરતેશ્વરને અયોધ્યાપુરીએ સ્થાપ્ય એવો અનુવાદ કરવાને બદલે ભરતેશ્વરે અયોધ્યાપુરીની સ્થાપના કરી એવો અનુવાદ કર્યો છે. ઉપરાંત અહીં ચક અને યુદ્ધ' વિષયક વિગતને, વ્યકિતનામેને વિશેષણરૂપે માનીં લઇને તથા કેટલીક જૈન ધર્મની પરિભાષાઓને પણ સમજ્યા વગર એને એ રૂપે અથવા ‘ભરતેશ્વર બાહુબલિ રાસ” વિષયક રવાયાયપરક લખાણ પણું કેટલુંક થયું છે. આમાં કે. કા. શાસ્ત્રી, ડો, ભારતી વૈદ્ય અને ડે. હરિવલ્લભ ભાયાણીનું કામ પાયાનું છે. અન્ય લખાણમાં આ જ માહિતી પડધાય છે. એટલે પાયાની જે વિગતે ઉપયુંકત ત્રણ સંશોધકે પ્રસ્તુત કરી છે એને પરિચય અત્રે પ્રસ્તુત કરેલ છે. ૧, કે. કા. શાસ્ત્રી આપણુ કવિઓ' (પ્ર. આ. ઈ.સ. ૧૧-૪-૨૭ બી. એ. ૧૯૭૮) “ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન ખંડ-૧” (ઈ.સ. ૧૯૫૧) અને 'ગુજરાતી સાહિત્યને ઇતિહાસ ખંડ-૧” (ઇ. સ. ૧૯૭૩)માં “ભરતેશ્વર બાહુબલિ રાસ” વિષયક કૃતિલક્ષી સ્વાધ્યાય પ્રસ્તુત થયેલ છે. મુનિશ્રી જિનવિજયજનીવાચનાને-કુતિને આધાર માનીને કૃતિનો છોબંધ એના માપ અને એના પુરોગામી રૂપની વિગત દર્શાવીને આવેલા પલટાઓની નોંધ પણ તેમણે આપી છે. સૌ પ્રથમ વખત આ કૃતિનું વ્યાકરણ પણ તેમણે દર્શાવ્યું છે. આ ઉપરાંત કૃતિની ભાષા કેટલી પ્રાચીન છે તે દર્શાવીને જૂની ભાષામાંથી રૂપાંતર પામતાં નવી થતી આવતી ભાષાના મહત્ત્વના રૂપને માટે નરસિંહરાવે ગૌજર અપભ્રંશનાં લક્ષણોમાં નાંધેલી વિગતો સાથે મૂકીને પ્રસ્તુત કૃતિ ગુજરાતી ભાષા-સાહિત્યની પ્રથમ રાસકૃતિ છે એવું પ્રતિપાદિત કરેલ છે તથા આ કૃતિમાંના સૌંદયરથાનને ઉદાહરણ રૂપે પ્રસ્તુત કરીને કવિના ભાષાપ્રભુત્વને પણ તેમણે પરિચય કરાવેલ છે. - ૨, ૩, ભારતી શૈદ્ય ઈ. સ. ૧૯૬૬માં પ્રકાશિત શોધનિબંધ મધ્યકાલીન રાસ સાહિત્યમાં મુનિશ્રી જિનવિજયના સંપાદનને આધારે “ભરતેશ્વર બાહુબલિ રાસ’માં યોજાયેલા છ દોનો પરિચય એના સ્વરૂપની વિગતો સાથે પ્રસ્તુત કરેલ છે. રાસનું જે રીતે કવણીમાં વિભાજન છે એમાં પ્રથમ ભાગને કમ અપાયો નથી, એટલે હકીકતે ૧૪ને બદલે ૧૫ ઠવણીમાં આ રાસકૃતિ વિભક્ત થઈ ગય' એ તેમને મત સ્વીકાર્ય થઈ પડે એ કલાને છે. ૩. ડો. હરિવલ્લભ ભાયાણું ગુજરાતી ભાષાનું ઔતિહાસિક વ્યાકરણ” (ઇ. સ. ૧૯૮૮)માં બીજા વિભાગમાં ઇ. સ. ૧૧૫૦ થી ૧૩૫ વાળા પ્રથમ પ્રકરણમાં “ભરતેશ્વર બાહુબલિ રાસ'ના મુનિશ્રી જિનવિજયજીના પાઠને આધારે આ રચનાની ભાષાનું વિગતે બારણું રહ્યું છે. એ સમયની બે સૈકાની સાત જેટલી કૃતિઓને આધારે અત્યંત શાસ્ત્રીય રીતે ભરપુર ઉદાહરણે નોંધીને વ્યાકરણની રૂપરેખા

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178