________________
1)
૧૨
પ્રહ જીવન
ત, ૧૬-૪-૧૯૦
લાગતાં તેમને થયું કે જોધપુરમાંથી જરૂર કંઈક લાભ થશે હવે તેમની ખ્યાતિ ચારે બાજુ પ્રસરી હતી. મેટા મેટા મહાનુભાવે પણ તેમનું વ્યાખ્યાન સાંભળવા આવતા હતા. જોધપુરમાં રાજ્યના દીવાન શ્રી આલમચંદજી પણ તેમને વ્યાખ્યાનમાં આવતા. આલમચંદજીને મહાજશ્રીની વાણીને એટલે બધે રસ જાગ્યું હતું કે તેઓ એક પણ વ્યાખ્યાન ચૂકતા નહિ. વખત જતાં એમનામાં એવું પરિવર્તન આવ્યું અને એમની આધ્યાત્મિક દશા એટલી ઊંચી થઈ કે એક દિવસ તેમણે મહારાજશ્રી પાસે દીક્ષા લેવાને પ્રસ્તાવ મુક્યો. ચાતુર્માસ પૂરું થતાં મહારાજશ્રીઅજમેર તરફ વિહાર કરી ગયા અને સં. ૧૯૩૬નું ચાતુર્માસ અજમેરમાં કર્યું. દરમિયાન આલમચંદજી મહારાજશ્રી સાથે સંપર્ક વધુ ગાઢ થતો રહ્યો. સં. ૧૯૩૭ના અષાઢ સુદ-૧૦ના દિવસે સંધ સમક્ષ આલમચંદજીને દીક્ષા આપવામાં આવી. એમનું નામ આનંદમુનિ રાખવામાં આવ્યું, મહારાજશ્રીએ પિતે સવેગી દીક્ષા ધારણ કરી હતી. તે પછી આનંદમુનિ તેમના પ્રથમ શિષ્ય બન્યા હતા. જોધપુર જેવા રાજ્યના દીવાન મહારાજશ્રીના હસ્તે દીક્ષિત થાય એ કંઇ જેવી તેવી ઘટના ન હતી. એ દીક્ષાના સમાચાર ચારે બાજુ . પ્રસરી ગયા હતા.
દીવાન આલમચંદજીની દીક્ષા બીજાઓ માટે પણ પ્રેરણારૂપ બની હતી. જોધપુરમાં બીજી એક ઘટના પણ બની. જેઠમલજી નામના જોધપુરના એક ચુસ્ત સ્થાનકવાસી ભાઈ પણ મહારાજશ્રી પાસે પોતાની શંકાઓના સમાધાન માટે વારંવાર આવવા લાગ્યા હતા. મહારાજશ્રીના જ્ઞાનને પ્રભાવ ઘણે બધે હતે. મહારાજશ્રીએ તટસ્થભાવે આપેલા ઉત્તરેથી જેઠમલજીને એટલે બધો સંતેષ થયો હતા કે મૂર્તિપૂજક સમુદાયમાં, મહારાજશ્રી પાસે દીક્ષા લેવાને એમણે નિર્ણય કર્યો. તેઓ મહારાજશ્રીના સતત સંપર્કમાં રહેવા લાગ્યા. પરંતુ મહારાજ શ્રી તેમને ઉતાવળે દીક્ષા આપવા ઈચ્છતા નહતા. મૂર્તિપૂજામાં તેમની શ્રદ્ધા બરાબર સ્થિર
અને દઢ થયેલી જોયા પછી સં. ૧૯૪૦માં જેઠ સુદ-૫ના રોજ જોધપુરમાં ધામધૂમપૂર્વક તેમને દીક્ષા આપવામાં આવી હતી. તેમનું નામ જેઠમલામુનિ રાખવામાં આવ્યું હતું. આમ જોધપુરમાંથી મહારાજશ્રીને પ્રથમ બે શિષ્ય પ્રાપ્ત થયા હતા.
ત્યાર પછી મહારાજશ્રી ફોધીથી અમદાવાદ બાજ વિહાર કરતા હતા ત્યારે આબુ-ખરેડીમાં હરખચંદ નામના એક ગૃહસ્થને તેમને ભેટ થયું હતું. આ ગૃહસ્થ મુમુક્ષુ હતા. તેઓ કે મુમુક્ષુ ગુરુની શોધમાં હતા. મેહનલાલજી મહારાજને જોતાં જ તેમને હૃદયમાં એવી પ્રતીતિ થઈ કે “મારા ગુરુ થવાને આ જ મહાત્મા યોગ્ય છે.' એમને મહારાજશ્રી સાથે વધું પરિચય થતાં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. અને સં. ૧૯૪૪ના ચૈત્ર સુદ-૮ના રોજ મહારાજશ્રીએ એમને દીક્ષા આપી. એમનું નામ હર્ષમુનિ રાખવામાં આવ્યું. મહારાજશ્રીને શિષ્યમાં આ હર્ષમુનિ તેજસ્વી શિષ્ય હતા. મહારાજશ્રીના કાળધર્મ પછી મહારાજશ્રીની સ્મૃતિમાં એમણે મુંબઇમાં મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબ્રેરી અને સંરકૃત પાઠશાળાની સ્થાપના કરાવી હતી.
આત્મારામજી મહારાજ રાજસ્થાનમાં વિચરતા હતા ત્યારે તે વખતે મેહનલાલજી મહારાજ પણ રાજસ્થાનમાં વિચરતા
હતા. મોહનલાલજી મહારાજની મેર પ્રસરેલી કીતિની વાત તેમના સુધી પહોંચી હતી. એટલે મોહનલાલજી મહારાજને મળવા માટે આત્મારામજી મહારાજને તાલાવેલી લાગી હતી. તેઓ જોધપુરમાં તેમને પ્રથમવાર મળવા ગયા હતા. પિતાના. કરતાં પાંચેક વર્ષ મોટા એવા એ મહાત્માનું જ્ઞાન અને ચારિત્રથી આત્મારામજી બહુ જ પ્રભાવિત થયા હતા. તેમની કેટલીક શંકાઓનું સમાધાન મેહનલાલજી મહારાજે બહુ સરસ રીતે શાસ્ત્રવચને ટાંકીને કર્યું હતું. આથી મેહનલાલજી મહારાજ પ્રત્યે આત્મારામજી મહારાજના હેલ્મમાં એક પ્રકારને પૂજ્યભાવ રહ્યો હતે. તેઓ તેમને સતત સંપર્કમાં પણું રહેતા
આત્મારામજી મહારાજ સુરતમાં જ્યારે ચાતુર્માસ પૂર્ણ કરીને વિહારની તૈયારી કરતા હતા. તે વખતે સંઘના આગેવાનોએ સૂરતમાં બીજુ ચાતુર્માસ કરવા માટે તેમને બહુ જ આગ્રહભરી વિનંતી કરી હતી, પરંતુ આત્મારામજી મહારાજે કહ્યું, “મહાનુભાવો, મેહનલાલજી મહારાજ મારા કરતાં વધારે જ્ઞાની અને તેજસ્વી છે. તમને એમને પરિચય નથી. તેઓ મારવાડથી વિહાર કરીને પાલિતાણા પધાર્યા છે. તમે એમને ચાતુર્માસ માટે વિનંતી કરજે. એમને જોશે એટલે મને પણ ભૂલી જશે.'
આત્મારામજી મહારાજ સૂરતથી’ વિહાર કરીને ગયા પછી સંઘના આગેવાનો પાલિતાણા ગયાં. ત્યાં મેહનલાલજી. મહારાજને મળતાં જ તેઓ આનંદિત થઈ ગયા. તેઓએ મેહનલાલજી મહારાજને ચાતુર્માસ માટે સુરત પધારવા વિનંતી. કરી. એ વિનંતીને સ્વીકાર કરી મોહનલાલજી મહારાજે પાલિતાણુના ચાતુર્માસ પછીનું ચાતુર્માસ ૧૯૪૬માં સુરતમાં કર્યું હતું.
મહારાજશ્રી પિતાના ચારિત્ર અને તપના પ્રભાવે કેટલાક ક્રાંતિકારી કાર્યો કરાવી શકતા હતા. સુરતમાં તેઓ જ્યારે ચાતુર્માસ માટે બિરાજમાન હતા ત્યારે મુંબઇના કાને એવી ભાવના થઈ કે મોહનલાલજી મહારાજ મુંબઈ પધારે તે કેવું સારું. એ દિવસે માં ગુજરાતમાં દક્ષિણે સુરત અને દમણુ સુધી વિહાર રહેતા. મુંબઈ અનાર્યભૂમિ છે, મ્લેચ્છભૂમિ છે, પાપનગરી છે એવા ખ્યાલે પ્રવર્તતા હતા. દહાણુ પછી જૈનોની ખાસ વસતી ન હોવાને કારણે વિહારની તકલીફ પડે એ પણ સંભવિત હતું. પરંતુ મેહનલાલજી મહારાજે યતિ તરીકે મુંબઇ નગરીની અગાઉ પોતાના ગુરુ સાથે ત્રણ-ચાર વખત મુલાકાત લીધી હતી. એટલે મુંબઈના શ્રાવક જીવનથી અને મુંબઈના લોકોની ધર્મ માટે તીવ્ર ઉકંઠાથી તેઓ પરિચિત હતા. આથી તેમણે ચાતુર્માસ માટે મુંબ પધારવાનું નિમંત્રણ સ્વીકાર્યું હતું. માર્ગમાં વિહારની જે કંઇ તકલીફ પડે તે માટે મનથી તેઓ તૈયાર હતા. ચાતુર્માસને નિર્ણય થતાં સં. ૧૯૪૭માં તેમણે મુંબઈ તરફ પ્રયાણ કર્યું તે વખતે દહાણુથી મુંબઈ સુધીના માર્ગમાં કોઈ જૈન ઉપાશ્રય નહતા. અને જેની ખાસ વસતી નહોતી. એટલે તેઓ બીજા લોકોની વાડીઓમાં મુકામ કરીને તથા પિતાની સમાચારીનું શુદ્ધ પાલન કરીને મુંબઈ બાજુ આવી રહ્યા હતા. | મુંબઈ તરફ વિહાર માટે એ જમાનામાં એક સૌથી મહત્વનો પ્રશ્ન તે વસઈ અને અન્ય સ્થળે રેલવેના પુલ ઓળંગવાનો હતો. અંગ્રેજોના એ અમલ દરમિયાન મુંબઇ