________________
તા. ૧૬-૪-૧૯૯૦
પ્રયુદ્ધ જીવન
૧૭
મહારાજશ્રી સં. ૧૮૫૮માં ચાતુર્માસ માટે મુંબઈ ફરી પધાર્યા હતા. એમના શિષ્ય પણ મુંબઇ પધાર્યા હતા. એ વખતે મુંબઈમાં ગણિવર્ય હર્ષમુનિને પં-માસની પદવી માધવબાગના વિશાળ મંડપમાં આપવામાં આવી હતી. એ પ્રસંગે હજારો માણસની મેદની વચ્ચે સંઘના આગેવાનોએ મહારાજશ્રીને આચાર્ય'પદ સ્વીકારવા માટે આગ્રહભરી વિનંતી કરી હતી. મહારાજશ્રીના શિષ્ય સમુદાયને પણ એ માટે
આગ્ર હતું. પરંતુ તે વિનંતીને તેમણે અસ્વીકાર . કર્યો હતે.
મેહનલાલજી મહારાજે ઘણી તપશ્ચર્યા કરી હતી, અને ઘણાંને દીક્ષા આપી હતી. એટલે આચાર્યપદ ગ્રહણ કરવા માટે એમને અનેક સંઘ તરફથી અગાઉ પણુ આગ્રહ થયા હતા, પરંતુ પિતે આચાર્યપદ રવીકાયું ન હતું. તેઓ સંધ અને પિતાના શિષ્ય સમુદાયને સંબોધીને કહેતા કે “આવાર્ય 9 સેના યર્ महापुरुषो का काम है । मैं तो एक सामान्य मुनि हुँ, यह मेरा मुनिपद ही अच्छा है । आचार्यपद का भार उठाने की शक्ति मेरे में नहि है।'
આમ, મેહનલાલજી મહારાજે સગી દીક્ષા સંધ સમક્ષ ગ્રહણ કર્યા પછી પિતાના સુદીર્ઘ દીક્ષા પર્યાય દરમિયાન કયારેય કે પદની આકાંક્ષા રાખી ન હતી. પોતે છેવટ સુધી મુનિ તરીકે જ રહ્યા હતા. પરંતુ પિતાના શિષ્યોને ગ્ય કાળે રેગ્યતા અનુસાર તેમણે પદવી અપાવી હતી. એટલું જ નહિ તેઓ પોતાના શિષ્યોને પદવીનું સંબંધન કરીને પણ બોલાવતા. પંન્યાસ શ્રી યશમુનિને તેઓ કેક વખત પિતાની પાસે બેલાવવા માટે “પંન્યાસ' એમ કહીને બૂમ પાતા. પરંતુ યમુનિને તે ગમતું નહિ. તેઓ પિતાના ગુરુ મહારાજને કહેતા, “મહારાજ, હું પંન્યાસ શ્રાવકેટ માટે છું, આપને માટે નહિ.” પરંતુ મહારાજશ્રી કહેતા કે “સ થે તમને જે પદવી આપી છે તેમાં મારી પણ સંમતિ છે. એટલે હું પણ તમને પંન્યાસજી કહીને બોલાવીશ.' પદની બાબતમાં મહારાજશ્રીની કેટલી બધી ઉદાર દષ્ટિ હતી! આદર્શ ગુરુ છે કે જે પોતાના કરતાં શિષ્યની વધુ પ્રગતિ જોઈને રાજી થાય.
સ, ૧૯૬૦ના મુંબઈના ચાતુર્માસ દરમિયાન વ્યાખ્યાનમાં વાંચવા માટે ગ્રંથની પસંદગી કરવાની હતી. તે વખતે સંધના જિજ્ઞાસુ શ્રાવકની આગ્રહભરી વિનંતીને માન આપીને મહારાજશ્રીએ ભગવતીસૂત્રને ગ્રંથ વ્યાખ્યાન માટે પસંદ કર્યો હતો. આ આગમસૂત્રની ભૂતકાળમાં બહુમાનભરી ભકિત કરનારા તરીકે શેઠ પેથડશાહનું નામ સુપ્રસિદ્ધ છે. ભગવતીસૂત્રની વાચના વખતે તેમાં જેટલીવાર ગાયમ (ગૌતમ) શબ્દ આવે તેટલીવાર તેનું સુવણુ મહારથી પેથડશાહે પૂજન કર્યું હતું. તેની તોલે તે ન આવે પણ એની કંઇક ઝાંખી કરાવે એ રીતે મુંબઈના બે શ્રેષ્ઠીએ શેઠશ્રી દેવકરણ મૂળજી અને શેઠશ્રી પ્રેમચંદ રાયચંદે ભગવતીસૂત્રના દર શતકે સેનાની ગીની મૂકીને તેનું પૂજન કર્યું હતું. શ્રી ભગવતીસૂત્રને
મહિમા અને મહારાજશ્રીને પ્રભાવ કેટલો બધો હતિ તે . આ પ્રસંગ ઉપરથી જોઇ શકાય છે.
મુંબઇના શ્રેષ્ઠીઓને મોહનલાલજી મહારાજ પ્રત્યે અપાર
શ્રદ્ધા હતી. તેઓ એમના વચનને આજ્ઞા તરીકે માનીને તે પ્રમાણે કાર્ય કરતા. આ શ્રેડીઓમાંના એક તે પાટણને વતની બાબુ અમીચંદ પન્નાલાલ હતા. તેઓ મેટા ધનાઢય હતા. તેઓ મુંબઈમાં વાલકેશ્વરમાં રહેતા હતા કે જ્યાં દેરાસર ન હતું. તેઓ ઝવેરી બજારમાં જતાં પહેલાં લાલબાગના દેરાસરે દર્શન કરતા અને મહારાજશ્રીને વંદન કરતા, પરંતુ એમનાં પત્ની કુંવરબાઈને દર્શન-પૂજાને લાભ મળતો નહોતો. એટલા માટે વાલકેશ્વરની ટેકરી ઉપર, ચારે બાજુ મનહર દ્રશ્ય દેખાય એવું સ્થળ પસંદ કરીને ત્યાં એક નૂતન જિનમંદિરનું નિર્માણ કરવાની તેમની ભાવના હતી. મહારાજશ્રીની સૂચના અનુસાર: મોકાની વિશાળ જગ્યા લઈને તેમણે મેઘમંડપવાળું શિખરબધી ભવ્ય દેરાસર બંધાવવાનું કામ ચાલુ કરી દીધું હતું. આ વિશાળ જિનમંદિરમાં કોઈ મોટી ભવ્ય પ્રતિમા પધરાવવાની એમની ભાવના હતી. પરંતુ તે અંગે હજુ કેઈ નિણંબ થયો ન હતો. એવામાં કુંવરબાઇને રાત્રે એક સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં શ્વેત આરસનાં એક મોટા ભવ્ય પ્રતિમાજીનાં દર્શન થયાં. દર્શન થતાં જ તેઓ સ્વપ્નમાં નમે જિણા” બેલી ઊઠયાં. ત્યાર પછી જાગીને તેમણે બાબુ અમીચંદને પિતાના સ્વપ્નની વાત કરી. આથી. બાબુ અમીચંદને બહુ આનંદ થયો. આ સ્વપ્ન અંગે તેઓ બંને તરત લાલબાગના ઉપાશ્રયમાં મહારાજશ્રી પાસે પહોંચી ગયાં. કુંવરબાઇએ સ્વપ્નમાં નિહાળેલાં જિનબિંબની વાત કરી, મહારાજશ્રીએ કહ્યું કે આ કોઈ સાંકેતિક રવM છે. ત્યાર પછી એમણે આંખે. બંધ કરીને થોડીવાર સ્થાન ધર્યું. પછી એમણે બાબુ સાહેબને કહ્યું, ‘તમે બંને આજે ખંભાત જાવ. શેઠાણીએ રવનમાં જે પ્રતિમાનાં દર્શન કર્યા છે તે ત્યાં છે. એ કયા દેરાસરમાં છે તે તમે ત્યાં જઈને શોધી કાઢે અને મને જણાવે.”
શેઠ શેઠાણી તરત ખંભાત પહોંચ્યાં. ત્યાં એક પછી એક દેરાસરમાં દર્શન કરતાં હતાં અને જિન પ્રતિમાઓને ધ્યાનથી નિહાળતાં હતાં. એમ કરતાં ચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરના મેયરામાં જયારે તેઓ શ્વેત આરસની ૪૦૦ ઈચ ઊંચી આદીશ્વર ભગવાનની પ્રતિમાજીનાં દર્શન કરતાં હતાં ત્યારે શેઠાણીને તરત જ ભાસ થયો કે પિતે રચંખમાં જોયેલાં તે આ જ પ્રતિમા છે. બાબુસાહેબે દેરાસરના ટ્રસ્ટીઓને શેઠાણીના સ્વપ્નની અને પોતે મુંબઈમાં બંધાવી રહેલા દેરાસરની વાત કરી. એથી ટ્રસ્ટીઓ રાજી થયા. મેહનલાલજી મહારાજે પણ ખ ભાતના ટ્રસ્ટીઓને એ પ્રતિમાજી મુંબઈના દેરાસરમાં પધરાવવા માટે આપવા ભલામણ કરી. પિતાનાં પ્રતિમાજી આપવાનું આમ તે. કોઈને ન ગમે, પરંતુ શેઠાણીના સ્વપ્નને સંકેત અને મોહનલાલજી મહારાજની ભલામણ એ બંનેને કારણે પિતાનું અહોભાગ્ય સમજીને ખંભાતના ટ્રરટીઓએ એ પ્રતિમાજી મુંબઇના દેરાસર માટે આપવાની સંમતિ આપી.
સં. ૧૯૬૦ માં માગસર સુદ-૬ ના રોજ આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા મોહનલાલજી મહારાજના હાથે વાલકેશ્વરના દેરાસરમાં થઈ. એ પ્રસંગે ગૌમુખયક્ષ, ચકેશ્વરીદેવી વગેરેની મૂતિઓની પ્રતિષ્ઠા પણ મેહનલાલજી મહારાજના હરતે થઇ. હતી, જેના ઉપરના લેખમાં મોહનલાલજી મહારાજના નામને
મજાવીશ.’ પદની
કેટલી બધી
બાદશ" ગુરુ તે