Book Title: Prabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 164
________________ પ્રભુ જીવન તા. ૧૬-૧૨-’૯૦ ભાવનગર શહેર અને જિલ્લા ઉપર અનન્ય ઉપકાર કરનાર ગત શતકના મહાન મુનિરાજ સ્વ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ 7 રમણલાલ ચી. શાહ હવે થોડા દિવસસમાં પોષ સુદ ૧૧નો દિવસ આવશે. ભાવનગર શહેર અને જિલ્લા ઉપર અનન્ય ઉપકાર કરનાર, જૈન શાસનને સજીવન કરનાર ગત શતક્ના એક અગ્રેસર સાધુ ભગવંત ને સ્વ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનો એ ૧૫૭મો જન્મદિન, એમના સ્વર્ગવાસને ૯૮ વર્ષ થશે. ભાવનગરમાં દાદાવાડીમાં એમના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. એમના અંગત ગાઢ પરિચયમાં આવેલ એવી અનેક વ્યકિતઓમાંથી હવે કોઇ હયાત નથી. એમણે પોતાના ગુરુવર્ય શ્રી બુટેરાયજી મહારાજ તથા ગુરુબંધુ શ્રી મૂળચંદજી મહારાજ સાથે પંજાબથી ગુજરાતમાં આવીને જે ભગીરથ કાર્ય કર્યું તેનો ઇતિહાસ ભવ્ય છે. શ્રીવૃદ્ધિચંદ્રજી મહારાજનો જન્મ પંજાબમાં ગુજરાનવાલા જિલ્લામાં રામનગર નામના શહેરમાં વિ. સં. ૧૮૯૦ના પોષ સુદ ૧૧ના રોજ થયો હતો. માતાપિતાએ એમનું નામ કૃપારામ રાખ્યું હતું. એમના પિતાનું નામ હતું લાલા ધર્મયશજી અને માતાનું નામ હતું કૃષ્ણાદેવી તેઓ વીસા ઓસવાલ જ્ઞાતિના, ભાવડા વંશના અને ગદહિયા ગોત્રના જૈન હતા. I કૃપારામને ચાર ભાઇઓ અને એક બહેન હતાં. ભાઈઓનાં નામ હતાં : (૧) લાલચંદ (૨) મુસદીલાલ (૩) હજારીમલ અને (૪) હેમરાજ. બહેનનું નામ હતું રાધાદેવી. લાલા ધર્મયશજી સુખી શ્રીમંત હતા. તેમનો વેપાર સોનાચાંદીનો, કાપડનો અને સરાફીનો હતો. શહેરમાં તેમની મોટી દુકાન હતી. કૃપારામે ગામની શાળામાં અભ્યાસ કર્યો અને ચૌદ વર્ષની ઉંમર થતાં પિતાની દુકાને સોના-ચાંદીના વેપારમાં જોડાઈ ગયા હતા. એ દિવસોમાં નાની ઉંમરમાં લગ્ન થ. કૃપારામના મોટા ભાઇઓનાં લગ્ન થઈ ગયાં હતાં. ત્યાર પછી કૃપારામની સગાઇ કરવામાં આવી હતી. પરંતુ કોઇક કારણસર એ સગાઇ તૂટી ગઇ હતી. એટલે એમની સગાઇ કરવા માટે માતાપિતા વાતચીત ચલાવી રહ્યાં હતાં. બીજી પરંતુ કૃપારામનો જીવનનો રાહ કંઇ જુદો જ હતો. એ દિવસોમાં રામનગરમાં પૂજય બુટેરાયજી મહારાજનું ચોમાસુ હતું. એમની સાથે એમના શિષ્ય મૂલચંદજી મહારાજ પણ હતા. મૂલચંદજી પંજાબના એ પ્રદેશમાં એ કાળે લુકાપંથી સ્થાનકવાસી સાધુ, ઢુંઢક રીખો ( ઋષિ) હતા. ધર્મયશજીનું કુટુંબ એમની મધુર વાણી સાંભળવા ઉપાશ્રયે જતું. કિશોર કૃપારામ ઉપર એની ઘણી પ્રબળ અસર પડી. એમણે સગાઇ કરવાનો માતાપિતાને ઇન્કાર કરી દીધો અને પોતાને દીક્ષા લેવાનો ભાવ થયો છે એમ જણાવ્યું. આથી માતાપિતા, ભાઇભાંડુઓ ચિંતામાં પડી ગયાં. તેઓ કૃપારામને ઉપાશ્રયે જતા અટકાવવા લાગ્યાં, એટલે લાગ જોઈ ઉપાશ્રયે જઇ ત્યાં જ દિવસ-રાત રહેવાનું કૃપારામે ચાલુ કર્યું. માતા પિતાએ કૃપારામને શ્રીમંત સુખી ઘરની સગવડો,કૌટુમ્બિક જીવનનો આનંદ, સાધુપણાનાં કષ્ટો વગેરે સમજાવવા માંડયાં. પણ કૃપારામ તો હઠ લઇને બેઠા હતા કે પોતાને દીક્ષા જ લેવી છે. ગયા. 8 ચાતુર્માસ પછી બુટેરાયજી મહારાજ તો વિહાર કરીને ચાલ્યા નાર-ટપાલ કે રેલવે વગરના એ દિવસોમાં એમનો સંપર્ક રાખવાનું સહેલું નહોતું. પરંતુ કૃપારામે તો દીક્ષા લેવાની જ વાત કર્યા કરી. એથી પિતાજી તથા મોટા ભાઈઓ એમને વારંવાર ધમકાવવા લાગ્યા, ક્યારેક મારવા લાગ્યા, તેમ છમાં તેથી કાંઇ અસર ન થઇ. કૃપારામ માન્યા નહિ. આથી ક્રોધે ભરાયેલા ભાઈઓએ શહેરના નહસિલદાર હામિ પાસે જઈને ફરિયાદ કરી. શહેરના શ્રીમંત વેપારી એટલે તરત ફરિયાદની અસર થઈ. તહિસલદાર શેખ જાતિનો મુસલમાન હતો. એણે સિપાઈઓને મોકલી કૃપારામને પકડીને કચેરીમાં લઇ આવવા કહયું. કૃપારામને પકડી લાવીને કચેરીમાં પૂરવામાં આવ્યા. તહસિલદારે પણ કૃપારામને ધમકાવ્યા, સનાવ્યા, પણ કૃપારામે એમની સાથે સંસારની અસારતાની જ વાત કરી અને પોતે દીક્ષા લેવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છે એમ કહ્યું. છેવટે તહસિલદાર પણ થાયા. એમણે ધર્મયશજીને બોલાવીને કહ્યું કે 'તમારો દીકરો કોઈ પણ રીતે માનશે નહિ. સંસારની અસારતા એને સમજાઇ છે. વૈરાગ્ય એના દિલમાં સાચી રીતે વસ્યો છે. દીક્ષા લેવાનો એનો નિર્ધાર છે. એ લગ્ન નહિ જ કરે. માટે તમે એને દીક્ષા લેવાની રજા આપો એ જ બરાબર છે.’ આ રીતે સમજાવવામાં, ધાકધમકી આપવામાં, હેરાન કરવામાં ત્રણ વર્ષ પસાર થઇ ગયાં, છેવટે માતાપિતાને લાગ્યું કે દીકરાને દીક્ષા આપવી જ પડશે એટલે તેઓએ નાછૂટકે સંમતિ આપી. તે વખતે બુટેરાયજી વિહાર કરીને દિલ્હી પહોંચ્યા હતા. તેમનું ચાતુર્માસ દિલ્હીમાં હતું. કૃપારામને દીક્ષા લેવાની સંમતિ મળી એટલે એમના એક અજૈન મિત્ર અરોડા જાતિના યુવાન જીવનમલે પણ દીક્ષા લેવાનો વિચાર કર્યો. એણે પણ દીક્ષા માટે માતાપિના પાસે ઘણી મહેનત પછી સંમતિ મેળવી. તેઓ બંને દિલ્હી જવા નીકળ્યા. એ દિવસોમાં ત્યાં રેલવે નહોતી પ્રવાસનાં ખાસ સાધનો નહોતાં, બળદગાડી અને ઘોડા ઉપર પ્રવાસ થતો કૃપારામને માતાપિતા અને કુટુંબીજનોએ ભારે હૈયે વિદાય આપી. તેમની સાથે માસીના દીકરા તથા એક નોકરને મોક્લ્યા. વળી બુટેરાયજી મહારાજને ભલામણચિઠ્ઠી લખી કે હાલ કૃપારામને ગૃહસ્થવેશે અભ્યાસ કરાવજો અને ચાતુર્માસ પછી દીક્ષા આપજો. કૃપારામ અને જીવનમલ દિલ્હી આવી પહોંચ્યા. અભ્યાસ ચાલુ કર્યો. એમ કરતાં દોઢ મહિનો થઇ ગયો. હવે ચાતુર્માસ શરૂ થવાને થોડા દિવસ હતા. કૃપારામનો વૈરાગ્ય એટલો તીવ્ર હતો કે ચાતુર્માસ પહેલાં દીક્ષા લેવાનો તેમણે આગ્રહ રાખ્યો. કારણકે ચાતુર્માસમાં દીક્ષા અપાય નહિ, વળી ચાર મહિનામાં સંજોગો કેવા બદલાય એની શી ખબર પડે. એટલે અવસર બરાબર જાણી લઇ તથા બંને યુવાનોના વૈરાગ્યના ભાવની બરાબર કસોટી કરીને ગુરુમહારાજે ચાતુર્માસ બેસતાં પહેલાં અષાઢ સુદ ૧૩, (સં. ૧૯૦૮)ના રોજ તેઓ બંનેને દીક્ષા આપી. કૃપારામનું નામ મુનિ વૃદ્ધિચંદ્રજી રાખવામાં આવ્યું અને જીવનમલ્લનું નામ મુનિ આનંદચંદજી રાખવામાં આવ્યું. ચાતુર્માસ પહેલાં દીક્ષા આપવામાં આવી એ સારું જ થયું કારણકે દીક્ષા પછી થોડા દિવસે રામનગરથી કૃપારામને તેડી જવા માટે પિતાશ્રીનો માણસ આવ્યો હતો, કારણ કે કૃપારામના એક ભાઇનું

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178