Book Title: Prabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 166
________________ ૧૦ પ્રભુ પાલિતાણામાં હતા ત્યાં સુધી જયારે જયારે- અનુકૂળતા મળી ત્યારે ત્યારે તેઓ ડુંગર ચઢીને જાત્રા કરી આવતા. તેઓ ચૈત્ર-વૈશાખ પાલિતાણામાં રોકાયા, પણ ત્યાં યતિઓનું જોર હતું. એટલે ચાતુર્માસ બીજે કરવું હતું. એ માટે બુટેરાયજી મહારાજે વૃદ્ધિચંદ્રજી મહારાજને આસપાસનાં ક્ષેત્રોમાં તપાસ કરવા મોકલ્યા. વૃદ્ધિચંદ્રજી મહારાજ તળાજા, મહુવા, ત્રાપજ, ધોધા વગેરે સ્થળે વિહાર કરીને પછી ભાવનગર આવ્યા. અન્ય ક્ષેત્રો કરતાં એ એમને વધુ અનુકૂળ લાગ્યું. મોટું શહેર હતું. જૈનોની વસતી સારી હતી. લોકો ધર્માનુરાગી હતા. અલબત્ત યતિ-ગોરજીને વધારે માનનારા હતા. પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજના પરિચયમાં આવ્યા પછી શ્રાવકોએ તેમને અને બુટેરાયજી મહારાજને ચાતુર્માસ માટે પધારવા આગ્રહપૂર્વક વિનંતી કરી. એટલે સં. ૧૯૧૧નું ચાતુર્માસ બુટેરાયજી મહારાજે પોતાના બે શિષ્યો વૃદ્ધિચંદ્રજી અને પ્રેમચંદજી સાથે ભાવનગરમાં કર્યું. મૂળચંદજી મહારાજ પાલિતાણમાં પતિ અખેચંદજી પાસે અભ્યાસ કરવા માટે રોકાયા. ભાવનગરના ચાતુર્માસમાં શ્રાવકો ઉપર તેઓની ઘણી મોટી અસર પડી. તેઓના ચુસ્ત સંયમપાલન અને શાસ્ત્રજ્ઞાન માટે લોકોને બહુ આદર થયો. બુટેરાયજી મહારાજનું વ્યાખ્યાન તો સરસ રહેતું, પણ પછીથી લોકો વૃદ્ધિચંદ્રજી મહારાજને વધુ મળવા આવતા. કુદરતી રીતે એમણે લોકોનાં દિલ જીતી લીધાં હતાં. મળવા આવનારા લોકોનું એમની વાતચીતની અને પ્રકૃતિની સરળતાથી, સાચા વૌરાગ્યથી, ણાદષ્ટિી, તર્કયુક્ત રીતે સમજાવવાની શૈલીથી, મધુર ભાષાથી એમના પ્રત્યેનું આકર્ષણ ઘણું વધી ગયું. એમને પાંચદસ મિનિટ મળવા આવેલા લોકો ક્લાક સુધી ખસતા નહિ. જારે જુઓ ત્યારે એમની સન્મુખ શ્રાવક-શ્રાવિકાઓ બેઠેલાં જ હોય અને એના મુખેથી નીકળતી વાણી સાંભળવામાં મગ્ન જ હોય. તેઓ પોતાની શંકાઓનું સમાધાન ' અને નવું માર્ગદર્શન મેળવતાં જ હોય. વૃદ્ધિચંદ્રજી મહારાજે પ્રથમ ચાતુર્માસમાં જ ભાવનગરના શ્રાવકોને ઘેલું લગાડી દીધું. યતિઓ તરફનો રાગ ઓછો થયો. ભાવનગરના ચાતુર્માસ પછી પાછા તેઓ સિદ્ધાચલની યાત્રાએ ગયા. બુટેરાયજી મહારાજે તથા મૂળચંદજી મહારાજે ત્યાંથી અમદાવાદ તરફ વિહાર કર્યો અને વૃદ્ધિચંદ્રજી તથા પ્રેમચંદજી મહારાજે ગિરનારની યાત્રા માટે જૂનાગઢ નરફ વિહાર કર્યો. પછી તેઓ બંને પણ છૂટા પડી ગયા. જૂનાગઢમાં ગિરનારની યાત્રા માટે અમદાવાદથી સંઘ આવ્યો હતો, તેમાં મુનિ કેવળવિજ્યજી અને મુનિ તિલકવિજયજી નામના બે સાધુઓ હતા. વૃદ્ધિચંદ્રજીને મળતાં જ તેઓને પોતાની સાથે જોડાઈ જવા વિનંતી કરી, જેથી એમના શાસ્ત્રજ્ઞાનનો પણ પોતાને લાભ મળે. વૃદ્ધિચંદ્રજી મહારાજની પ્રકૃતિ એટલી સરળ અને ગમી જાય એવી હતી. તેઓ સંઘ સાથે જોડાયા, પણ પોતાની પગની તક્લીફને લીધે થોડા વિહાર પછી, સંઘને પોતાની ઝડપે આગળ પ્રયાણ કરવા કહ્યું અને પોતે ધોરાજીમાં થોડા દિવસ મુકામ કરવાનો વિચાર કર્યો. પરંતુ બંને મુનિઓ, સંઘપતિ અને સંઘના માણસોને વૃદ્ધિચંદ્રજીનો સંગ છોડવાનું ગમતું નહોતું. એટલે તેઓએ પોતાની ઝડપ ઓછી કરી, નજીક નજીકના મુકામ નકકી કર્યા અને યાત્રાનો આખો કાર્યક્રમ બદલી કાઢયો, પણ વૃદ્ધિચંદ્રજી મહારાજને પોતાની સાથે જ રાખ્યા. વૃદ્ધિચંદ્રજી મહારાજ ત્યારે બાવીસ વર્ષના યુવાન હતા. બંને મુનિઓ તેમના કરતાં ઉંમરે મોટા હતા અને તપસ્વી હતા. એટલે મુકામ પર પહોંચ્યા પછી તેઓ બંને જીવન તા. ૧૬-૧૨-૯૦ મહાત્માની સારી વૈયાવચ્ચ કરતા..વૃદ્ધિચંદ્રજી મહારાજ શાસ્ત્રાર્થ કરવામાં કુશળ હતા. અભ્યાસ અને મનન પણ ઘણું કર્યું હતું. પોતે સ્થાનકવાસી હતા, પણ મૂર્તિપૂજામાં માનતા હતા. માત્રા દરમિયાન કાલાવડ, જામનગર વગેરે સ્થળે ઢુંઢક મતના જે કોઈ તેમની પાસે ચર્ચા કરવા આવતા તેમને તેઓ પોતાના જ્ઞાનથી નિરુત્તર કરી દેતા. તેઓ અમદાવાદ તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે સમાચાર મળ્યા કે બુટેરાયજી મહારાજ અને મૂળચંદજી મહારાજ લીંબડીમાં રોકાઇ ગયા છે, કારણકે મૂળચંદજી મહારાજને તાવ આવે છે. આથી વૃદ્ધિચંદ્રજી મહારાજ તરત ત્યાં પહોંચી ગયા. બુટેરાયજી મહારાજ, ગુરુવર્ય પોતાના માંદા શિષ્યની સેવાસુશ્રૂષા પ્રેમથી કરતા હતા. હવે એ જવાબદારી વૃદ્ધિચંદ્રજી મહારાજે લઇ લીધી તેથી મૂળચંદજી મહારાજ પ્રસન્ન થયા, કારણકે ગુરુ મહારાજ પાસે સેવાચાકરી કરાવતાં તેમને ખેદ થતો હતો. થોડું સારું થયું એટલે તેઓ ત્રણેએ લીંબડીથી વિહાર કર્યો, પણ વિહારના શ્રમને લીધે પાછો તાવ આવ્યો. એટલે લીંબડી પાછા ફરવું પડયું. તાવ સાવ મટી ગયો ત્યાર પછી વિહાર કરી તેઓ ત્રણે અમદાવદામાં આવી ઉજમફોઇની ધર્મશાળમાં ઊતર્યા. અમદાવાદમાં હવે તેઓ, પંન્યાસ દાદા મણિવિજયજી તથા ગણિ સૌભાગ્યવિજયજીના વધુ ગાઢ સંપર્કમાં આવ્યા. એથી તેઓ ત્રણેને દાદા મણિવિજયજી પાસે મૂર્તિપૂજક સમુદાયમાં સંવેગી દીક્ષા લેવાની ઇચ્છા થઇ. શેઠ હેમાભાઇને વાત કરી. તેમણે મણિવિજયજીને વાત કરી. એ માટે સૌભાગ્યવિજયજી પાસે યોગવહન કરવાની વ્યવસ્થા થઈ. યોગ પૂરા થયા એટલે સં. ૧૯૧૨માં ચતુર્વિધિ સંધ સમક્ષ દાદા મણિવિજયજીએ તેઓ ત્રણને સંવેગી દીક્ષા આપી અને મુનિ બુટેરાયજીનું નામ મુનિ બુદ્ધિવિજયજી, મુનિ મૂળચંદજીનું નામ મુનિ મુકિતવિજયજી અને મુનિ વૃદ્ધિચંદ્રજીનું નામ મુનિ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. જૈન ધર્મના ઇતિહાસમાં આ એક મોટી ક્રાન્તિકારક ઘટના બની. સાચા ત્યાગી, વૈરાગી, ખમીરવંતા આ ત્રણે પંજાબી મુમુક્ષુ મહાત્માઓનો પ્રભાવ ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ વગેરે સ્થળે ઘણો મોટો પડયો. એથી પંજાબથી આત્મારામજી મહારાજ પોતાના પંદરેક બીજા સાધુઓ સાથે ગુજરાત આવી પહોંચ્યા અને તેઓએ પણ સંવેગી દીક્ષા લીધી. બુટેરાયજી મહારાજ અને એમના શિષ્યોનાં નવાં નામ રાખવામાં આવ્યાં. પણ તેઓનાં પોતાના મૂળ નામ એટલાં બધાં પ્રચલિત બની ગયાં હતાં કે નવાં નામો બહુ રૂઢ થયાં નહિ, એટલે મુનિ વૃદ્ધિવિજયજી પણ વૃદ્ધિચંદ્રજી મહારાજ તરીકે જ વધુ જાણીતા રહ્યા. સં. ૧૯૧૨નું ચાતુર્માસ તેઓ ત્રણેએ દાદા મણિવિજયજી સાથે અમદાવાદમાં જ કર્યું. પોતાની સામાચારીને પણ બરાબર શુદ્ધ કરી લીધી. હવે ગુજરાતી ભાષા પણ તેઓ બરાબર બોલતા થઇ ગયા હતા એટલું જ નહિ, પોતાની પંજાબી ભાષામાં બોલે-લખે તો તેમાં ગુજરાતી શબ્દો અને ભાષાપ્રયોગ અજાણતાં આવી જતા. અમદાવાદના સમય દરમિયાન તેઓ ત્રણેને અભ્યાસ કરવા માટે શેઠ હેમાભાઇએ તથા સંઘે પંડિતોની વ્યવસ્થા કરી આપી, એમાં તે વખતના જાણીતા પંડિત હરનારાયણ પાસે સંસ્કૃત કાવ્યગ્રંથો ઉપરાંત ઉપાધ્યાય યશોવિજયજીના ગ્રંથોનો અભ્યાસ કરવાની સારી તક મળી. સં. ૧૯૧૪માં વૃદ્ધિચંદ્રજી મહારાજે અમદાવાદથી વિહાર કરી, શત્રુંજય અને ગિરનારની યાત્રા કરીને ભાવનગરમાં ચાતુર્માસ કર્યું. ગુરુ મહારાજે એમને હવે વ્યાખ્યાન વાંચવાની આજ્ઞા આપી હતી. ત્યારે એમની ઉંમર ચોવીસ વર્ષની હતી. આ ચાતુર્માસ દરમિયાન પણ તેમણે O

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178