________________
તો, ૧૬-૬-૧૯
પ્રબુદ્ધ જીવન
લઈ આવતા. તેમની ઇચ્છા મહારાજશ્રી માટે ' કશુંક કરી છૂટવાની હતી, પરંતુ મહારાજ શ્રીને વ્યકિતગત સુખસગવડરૂપે તે કશું જ જોઈતું ન હતું. મહારાજ શ્રીએ સર એગિને એટલી જ ભલામણ કરી કે “માઉન્ટ આબુમાં કે પશુપક્ષીઓનો શિકાર ન થાય એવું ફરમાન કાઢે.” અબુ ઉપર આવતા વિદેશી ગેરા સહેલાણીઓ અને ભારતના રાજવીએની શેખની એક પ્રવૃત્તિ તે પશુપંખીઓના શિકારની હતી. પરંતુ મહારાજશ્રીની ભલામણુથી સર એગિવેએ હુકમ કાઢો કે અબુ પર્વત ઉપર કોઈ પણ પશુપક્ષીને ગોળીથી કે હથિયારથી મારી શકાશે નહિ. આ પ્રદેશમાં કેટલાક અપંગ જાનવરોને પકડીને તેને ઝેરનું ઇજેકશન આપીને મારી નાખવામાં આવતાં હતાં તે પણ ન કરવામાં આવે એવો હુકમ મહારાજશ્રીની ભલામણથી કાઢવામાં આવ્યો હતે. વળી આબુ પર્વત ઉપર પશુઓ માટેની એક ઇસ્પિતાલ સર એગિઢવેએ શરૂ કરાવી અને તેને વહીવટ સંભાળવા માટે મીસીસ રાઇટ નામની એક અંગ્રેજ મહિલાની નિમણુંક કરવામાં આવી હતી. મહારાજશ્રીને પ્રભાવ કેટલે બધે હવે તે આવી ઘટનાઓ ઉપરથી જોઇ શકાય છે.
કેસરિયાજી તીર્થ" અત્યંત પ્રાચીન છે. પરંતુ મેવાડની ભૂમિમાં ડુંગરે અને જંગલ વચ્ચે આવેલા એ તીર્થ માટે વારંવાર વિવાદ રહ્યા કર્યો છે. કેસરિયાજી તીર્થના આદીશ્વર દાદાનાં ચમત્કારિક પ્રભાવને અનુભવ જૈન-જૈનેતર એવા
અનેક લોકોને સેંકડે વર્ષોથી થતું આવ્યું છે. આ વિસ્તારમાં જ્યારે જૈનેની વસતી બિલકુલ રહી નહોતી ત્યારે કેસરિયાજી દાદાનાં દર્શને આસપાસના ભીલ’ વગેરે આદિવાસી લોકો આવતા રહ્યા હતા. આદીશ્વર ભગવાનનાં પ્રતિમાજની નવાંગી પૂજા કરવાને બદલે જમણા પગના અંગૂઢ વાટકી ભરેલું કેસર રેડવાનો આદિવાસીઓમાં રિવાજ પડી ગયું હતું અને એથી આ તીર્થના ભગવાનને લોકે કેસરિયાજી દાદા તરીકે ઓળખવા લાગ્યા હતા. આમ સૌકાએથી જેને અને હિન્દુઓ આ મંદિરમાં ઋષભદેવ ભગવાનની પૂજા કરતા રહ્યા હોવાથી આ મંદિર તે કેમનું? એવો વિવાદ વારંવાર થયા કર્યો છે. વળી જૈનમાં પણું આ મદિર તે શ્વેતામ્બરનું કે દિગમ્બરોનું એ વિશે પણ કેટલીયવાર વિવાદ થયા કર્યો છે. - ગુરુદેવ શ્રી શાંતિસૂરિ મહારાજ સાહેબના વખતમાં પણ આ તીર્થ' અંગે વિવાદ ઊભું થયું હતું. આ તીર્થમાં વૈષ્ણવ યાત્રિકે વધુ પ્રમાણમાં આવતા હોવાને કારણે પંડાઓની વસતી પણું વધતી ગઈ હતી અને મંદિરમાં પણ જિનપૂજામાં કેટલીક વૈષ્ણવ રીતિએ દાખલ થઈ ગયેલી હતી.
ભારતની સ્વતંત્રતા પૂ આ તીર્થ મેવાડ રાજ્યમાં આવેલું હતું. એથી એના ઉપર ઉદયપુરના મહારાણાની હકુમત ચાલતી. મહારાણુ પોતે હિન્દુ હતા, એટલે જૈનેને આ મંદિરની બાબતમાં પૂરો ન્યાય મળ નહિ અને વૈષ્ય તરફથી કનડગત થતી. રાજય તરફથી પણ વૈષ્ણ તરફ પક્ષપાત દર્શાવાત.
વિ. સં. ૧૯૯૦ માં આ જાતની કનડગત ઘણી બધી વધી ગઈ. દેરાસર ઉપરનો જૈન વજાદંડ ઉતારી નાંખવામાં આવ્યું અને તેની જગ્યાએ હિન્દ વજાદંડ ફરકાવવામાં આવ્યું.
એથી જેનેની લાગણી બહુ દુભાઈ ઘણું લોકોએ એ વિશે મહારાજશ્રી પાસે આવીને ફરિયાદ કરી મહારાજશ્રી પિતે તે શાંતિના ચાહક હતા; વિશ્વકલ્યાણની ભાવનાવાળા હતા. સંઘર્ષ તે તેમને રૂચે નહિ. આથી તેમણે હૃદયપરિવર્તનને માર્ગ અપનાવવા પિતાની જાતને જ રિક્ષા કરવાનું વિચાર્યું. તેમણે બ્રાહ્મણવાડામાં વિશાળ સભામાં જેને ઉપરાંત હિન્દુઓની પણ હાજરી વચ્ચે નીચે પ્રમાણે પિતાની પ્રતિજ્ઞા જાહેર કરી
શ્રી કેસરિયાજી તીર્થ માટે જૈને અને પંડાઓ વચ્ચે સળગેલ કલેશાનિનો શ્રી મેવાડ એટ તરફથી જો શાંતિ ભારે નિકાલ નહિ આવે તે સં. ૧૯૯૦ના ફાગણ સુદ તેરસના રોજ મેવાડની હદમાં હું પ્રવેશ કરીશ અને ત્યાં આમરણાત ઉપવાસ ઉપર ઊતરીશ' ' ' *. મહારાજશ્રીની પ્રતિજ્ઞાના સમાચાર વર્તમાનપત્રોમાં તરત છપાયા. તેને ઉડાહિ એથી ઘણે વધી ગયો. મહારાજશ્રીના ભકત એવા કેટલાય રાજવીઓ તરફથી મેવાડનો મહારાણા ઉપર તાર દ્વારા ભારે દબાણ આવ્યું કે મહારાજ શ્રી ઉપવાસ ઉપર ઊતરે તે પહેલાં શાંતિ રથપાય તેવું કરવું. ' - આ ઘટનાથી મેવાડના મહારાણું ચિંતામાં પડી ગયાં. મહારાજશ્રી મેવાડમાં પ્રવેશ કરીને ઉપવાસ કરવાના હતા, પરંતુ જો તેમને મેવાડની સરહદમાં જ પ્રવેશ ન કરવા દેવામાં આવે તે પછી ઉપવાસને પ્રશ્ન ઊભે નહિ થાય. મહારાજશ્રી બ્રાહ્મણવાડાથી ઉદેપુરની સરહદમાં દાખલ થાય. એ સંભવ હતા એટલે દીવાને સુખદેવપ્રસાદે તે દિશામાં સરહદ ઉપર પિલીસનાં ભારે રોકી પહેરાને બંદે બસ્ત કર્યો હતો.
પિતાની પ્રતિજ્ઞાની જાહેરાત અનુસારુ , સં. ૧૯૯૦ના ફાગણ સુદ-૧૦ના રોજ મહારાજશ્રીએ . બ્રાહ્મણવાડાથી. વિહાર કર્યો. તેઓ સરસ્વતી મંદિરમાં રાત રોકાયા. ત્યાર પછી વિહાર કરતા કરતા તેઓ ફાગણ સુદ ૧૩ના રોજ મેવાડ રાજ્યની હદની, અંદર દાખલ : થઈને. ઉદયપુરની પાસે : મદાર નામના ગામમાં બપોરે પહોંચ્યા મહારાજ શ્રી મેવાડમાં દાખલ થઈ ગયા છે એ સમાચારે ભારે સનસનાટી ફેલાવી, કારણ કે ચારેબાજુ પોલીસને સખત જાતે હોવા છતાં મહારાજશ્રી મેવાડમાં કેવી રીતે દાખલ થયા એ બહુ આશ્વયં ઉપજાવે એવી સમસ્યા બની ગઈ.
પિલીસ ચેકીદારોએ બે જૈન સાધુઓની ધરપકડ કરી હતી પરંતુ તેઓ વિજય શાંતિસૂરિ નથી એની પાકી ખાત્રી થતાં તેમને છેડી દેવામાં આવ્યા હતા. .
. ” મદાર ગામમાં આવીને મહારાજશ્રી વરધીચંદ લેસર નામના એક શ્રાવકના ઘરે ઉતર્યા હતા. એમના આગમનના સમ-ચારની જાણ થતાં આસપાસના ગામમાંથી હજારો લોકો એમ દશન કરવા માટે આવી પહોંચ્યા. દીવાન સુખદેવપ્રસાદ પણ મહારાજશ્રી પાસે આવી પહોંચ્યા. ચૌદશના દિવસથી મહારાજશ્રી ઉપવાસ કરવાના હતા. સુખદેવપ્રસાદ મહારાજશ્રીને પ્રભાવ જોઈ ચકિત થઈ ગયા હતા. દીવાને મહારાજશ્રીને વિનંતી કરી કે મને બે દિવસનો સમય આપે. એ દરમિયાન હું સમાધાનના પ્રયાસ કરીશ. દીવાનની વિનંતી સાંભળી મહારાજશ્રીએ કહ્યું, ‘જાહેરાત અનુસાર હું ઉપવાસ ચાલુ કરીશ, પરંતુ તમારી વિનંતીને માન આપી બે દિવસ હું ફકત છાશ