________________
૧૪
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ: વાર્ષિક વૃત્તાંત
શ્રી મુંબઇ જૈન યુવક સંધ તેની ૬૧માં વર્ષની યાત્રા પૂર્ણ કરે છે ત્યારે વીતેલા વર્ષની વિવિધ પ્રવૃત્તિઓનું અહીં દિગ્દર્શન કરાવતાં અમે આનંદ અનુભવીએ છીએ. વર્ષ દરમિયાન હાથ ધરાયેલી મોટા ભાગની પ્રવૃત્તિઓનો સવિગત અહેવાલ 'પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ થયેલ છે, એટલે અહીં એ પ્રવૃત્તિઓનો સંક્ષેપમાં સળંગ અહેવાલ આપીએ છીએ.
- વહીવટ અને આર્થિક દૃષ્ટિએ આ અહેવાલ તા.૧-૪-૧૯૮૯ થી તા. ૩૧-૩-૧૯૯૦ સુધીનો છે. અને કાર્યવાહીની દૃષ્ટિએ ગત્ વર્ષ દરમિયાન વાર્ષિક સામાન્ય સભા તા. ૨૩-૯-૧૯૮૯ના રોજ મળી હતી ત્યારથી તા. ૧-૧૦-૧૯૯૦ના રોજ વાર્ષિક સામાન્ય સભાએ અહેવાલ મંજૂર કર્યો ત્યાર સુધીનો છે.
Tસંધના સભ્યો : સંઘના સભ્યોની સંખ્યા હાલ આ પ્રમાણે છે: પેટ્રન,-૧૭૮, આજીવન સભ્ય - ૨૧૪૬, સામાન્ય સભ્ય ૪૩ અને 'પ્રબુદ્ધ જીવન'ના ગ્રાહકો-૧૭૫
T 'પ્રબુદ્ધ જીવન: છેલ્લાં પચાસ વર્ષથી જાહેખબર વિના પ્રગટ થતા સંઘના મુખપત્ર 'પ્રબુદ્ધ જીવન' પાક્ષિકને આર્થિક મર્યાદાના કારણે તા. ૧-૧-૧૯૯૦થી માસિક બનાવામાં આવ્યું છે. આ સામયિકને નિયમિતપણે પ્રગટ કરવા અમે સતત પ્રયત્નશીલ છીએ. સુપ્રતિષ્ઠિત વિદ્વાન લેખકોનો અમને સારો સહકાર સાંપડતો રહ્યો છે જે માટે અમે તેમના આભારી છીએ. 'પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે સંઘના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહ, માનદ્ સેવા આપી રહ્યા છે. તંત્રીશ્રીના તેમ જ ' પ્રબુદ્ધ જીવન'ના મુદ્રણકાર્ય માટે મે. ટ્રેન્ડ પ્રિન્ટર્સ અને તેના સંચાલક શ્રી કાકુભાઇના અમે આભારી છીએ.
7 શ્રી મ. મો. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય: પુસ્તકાલયમાં વર્ષ દરમિયાન રૂ. ૧૨૨૨૯/૧૫ નાં પુસ્તકો વસાવવામાં આવ્યાં છે. વર્ષ આખરે ૧૩૬૫૦ પુસ્તો છે. પુસ્તકાલયની આ પ્રવૃત્તિ માટે પુસ્તાકાલય સમિતિના મંત્રી પ્રવીણચંદ્ર મંગળદાસ શાહના અમે આભારી છીએ.
શ્રી
7 પર્યુષણ વ્યાખ્યાનમાળા: સંઘના ઉપક્રમે સોમવાર, તા. ૨૮મી ઑગસ્ટ ૧૯૮૯થી મંગળવાર, તા. ૫મી સપટેમ્બર, ૧૯૮૯ સુધી એમ નવ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી બિરલા ક્રીડા કેન્દ્ર, ચોપાટી, મુંબઇ ખાતે યોજવામાં આવી હતી. આ નવેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહ શોભાવ્યું હતું. ગત્ વર્ષની માફક આ વર્ષે પણ ક્લોઝ સરકીટ ટી. વી.ની વ્યવસ્થા રાખવામાં આવી હતી. વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ અને વિષયોની વિગતો આ પ્રમાણે છે :
* પૂ. સાધ્વીશ્રી નગીનાજી ... કર્મવાદ મનોવિજ્ઞાનકે *શ્રી શશિકાન્ત મહેતા... કરેમિભંતેનું વિજ્ઞાન * પ્રા. તારાબહેન ૨. શાહ ...... ત્રિશલા માતાનાં સ્વપ્ન *શ્રી અશ્વિન કાપડિયા ... સાવિત્રી-નવા યુગનું વરદાન * પૂ. સ્વામી બ્રહ્મેશાનંદજી ... માનવકા વાસ્તવિક સ્વરૂપ * ડૉ. સુમન શાહ ... સાહિત્ય, સમાજ અને સમૂહ માધ્યમો * ડૉ. મોતીભાઇ પટેલ મનુષ્યનાં ત્રણ કર્તવ્ય: વાંચવું, · વિચારવું અને વિકસવું * ડૉ. રમણલાલ જોશી ... શ્રી અરવિંદનું જીવન દર્શન
પરિપ્રેક્ષ્ય
મેં
14
તા. ૧૬-૧૦-૯૦ અને ૧૬-૧૧-૯૦
* ડૉ. નરેન્દ્ર ભાણાવત .... તનાવ મુકિતકા સાધન-પ્રતિક્રમણ * શ્રી નાગજીભાઇ દેસાઇ ... કરુણાનું વાવેતર
* ડૉ. રમણલાલ ચી. શાહ . મિથ્યાત્વનું સ્વરૂપ * ડૉ. સુષમા સિંધવી ......... સામાયિક ઔર સ્વાધ્યાય * શ્રી જયેન્દ્ર ત્રિવેદી .... ભગવાન બુદ્ધ
* પૂ. સાધ્વી શ્રી જયંતપ્રભાશ્રીજી .... મોક્ષનું પાથય * ડૉ. સાગરમલ જૈન ... સ્વહિત ઔર લોકહિત * ડૉ.. ગુણવંત શાહ .. ચાલો જીવવાનું ાવતરું રચીએ × ડૉ. રમણલાલ ચી. શાહ ... ભકાતમર સ્તોત્રનું રહસ્ય
આ વ્યાખ્યાનમાળામાં દરરોજ વ્યાખ્યાનના પ્રારંભ પહેલાં એક કલાકનો ભકિતસંગીતનો કાર્યક્રમ શ્રીમતી બેરોઝ ચેટરજી, શ્રીમતી રેખા પરીખ શ્રીમતી શીલા શેઠિયા, શ્રીમતી શૈલજા ચેતન શાહ, શ્રી વિક્રમ નિઝામા શ્રીમતી હંસા બદરીનાથ, શ્રીમતી શોભા સંધવી, શ્રીમતી ચંદ્રા કોઠારી અને શ્રીમતી શારદા ઠક્કરે આપ્યો હતો. અમે શ્રી સેવંતીલાલ દ્વંતિલાલ ટ્રસ્ટના, સર્વ વ્યાખ્યાતાઓના, સંગીતકારો તથા સહકાર આપનાર સર્વના આભારી છીએ.
7 શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ વસંત વ્યાખ્યાનમાળા: સંઘના ઉપક્રમે ઉપરોકત વ્યાખ્યાનમાળા તા. ૧૬મી એપ્રિલ, ૧૯૯૦મી તા. ૧૮મી એપ્રિલ, ૧૯૯૦ સુધી એમ ત્રણ દિવસ માટે ચર્ચગેટ ખાતેના ઇન્ડિયન મરચન્ટસ્ ચેમ્બરના વાલચંદ હીરાચંદ સભાગૃહમાં સાંજના ૬-૧૫ વાગે યોજાઈ હતી. 'Post Election Scenarlo' એ વિષય પર અનુક્રમે શ્રી બાબુભાઇ પટેલ, ડૉ. મુરલી મનોહર જોશી અને શ્રી જયપાલ રેડ્ડીનાં વ્યાખ્યાનો થયાં હતા. આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન શ્રી અમર જરીવાલાએ લીધું હતું. માટે અમે તેમના અને વ્યાખ્યાતાઓના આભારી છીએ.
આ
ઇ વિદ્યાસત્ર : સંધના ઉપક્રમે સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્ર તા. ૨૪મી માર્ચ, ૧૯૯૦ના રોજ ઇન્ડિયન મરચન્ટસ્ ચેમ્બરના કમિટી રૂમમાં યોજાયું હતું. શ્રી હરીન્દ્ર દવેએ 'ગઝલનું સ્વરૂપ' અને કેટલીક કવિતાનો આસ્વાદ' એ બે વિષયો પર બે વ્યાખ્યાનો આપ્યા હતા. વ્યાખ્યાતા શ્રી હરીન્દ્રભાઈના અને ર્યક્રમના સંયોજક પ્રા. તારાબહેન ૨. શાહના અમે આભારી છીએ.
7 પ્રેમળ જયોતિ : સંઘ સંચાલિત અને શ્રીમતી વિદ્યાબહેન
મહાસુખભાઇ પેરિત 'પ્રેમળ જ્યોતિ' દ્વારા દર્દીઓને દવા, કપડાં, સ્કૂલ ફી, યુનિફૉર્મ વગેરેની સહાય આપવાની પ્રવૃત્તિ વર્ષ દરમિયાન સારી
રીતે ચાલી રહી છે. સંયોજકો તરીકે શ્રીમતી નિરુબહેન શાહ અને
શ્રીમતી કમલબહેન પીસપાટી પ્રશસ્ય સેવા આપે છે. આ માટે અમે
તેમના અને અન્ય કાર્યકર બહેનોના આભારી છીએ.
7 વિલેપાર્લાની પ્રેમળ જ્યોતિ શાખા : આ શાખાની બહેનો દર ગુરુવારે વિલેપાર્લાની નાણાવટી હૉસ્પિટલના દર્દીઓને આર્થિક સહાય આપે છે. આ શાખાના સંયોજકો તરીકે શ્રીમતી સ્મિતાબહેન કામદાર, શ્રીમતી સુલીબહેન હિરાણી વગેરે બહેનો સેવા આપે છે, તેની સાભાર નોંધ લઇએ છીએ. વિલેપાર્લાની આ પ્રવૃત્તિને શ્રીમતી પુષ્પાબહેન મોરજરિયા તરફથી જે ઉષ્માભર્યો આર્થિક સહયોગ મળે છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
7 અસ્થિ સારવાર કેન્દ્ર : સંધના કાર્યાલયમાં ના,