________________
તા. ૧૬-૧૦-૯૦ અને ૧૬-૧૧-૯૦
પ્રબુદ્ધ જીવન
પર્યુષણ વ્યાખ્યાનમાળા
7 અહેવાલ : ચીમનલાલ એમ. શાહ 'કલાધર'
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાએ આ વર્ષે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જ્ઞાન અને સાધનાની જયોત સમી આપણી આ પર્યુષણ વ્યાખ્યાનમાળાને છેલ્લાં આઠેક વર્ષથી શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટનો આર્થિક સહયોગ મળતો રહયો છે. આ વર્ષની વ્યાખ્યાનમાળા ડૉ. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને શુક્રવાર, તા. ૧૭મી ઓગસ્ટ, ૧૯૯૦થી શનિવાર, તા. ૨૫મી ઓગસ્ટ, ૧૯૯૦ સુધી એમ નવ દિવસ માટે ચોપાટી ખાતે બિરલા ક્રીડા કેન્દ્રમાં યોજવામાં આવી હતી. આ વ્યાખ્યાનમાળાનો સંક્ષિપ્ત અહેવાલ નીચે પ્રમાણે છે.
3 પર્યુષણ પર્વનો મહિમા :
આ વિષય પર વ્યાખ્યાન આપતા ડૉ. રમણલાલ ચી. શાહે જણાવ્યું હતું કે 'પર્યુષણ પર્વ એ આત્મોન્નતિનું પર્વ છે, જન્મ-મરણના ભયમાંથી મુકિત પામવાનું પર્વ છે, કર્મનો ક્ષય કરવાનું પર્વ છે. પર્યુષણ પર્વ જેવું એકે પર્વ નથી કે જે વ્યક્તિની આત્માની પરિણની ઉચ્ચ કક્ષાએ પહોંચાડે. પર્યુષણ પર્વના પાંચ મુખ્ય કર્તવ્ય છે. અમારિપર્વ, સાધર્મિક ભક્તિ, તપશ્ચર્યા, ક્ષમાપના અને ચૈત્ય પરિપાટી, આમ પર્યુષણ પર્વ કર્મની નિર્જરા કરવાનું અને આત્માને સિદ્રગતિ તરફ લઈ જનારું મહાન પર્વ છે.
7 ધ્યાન વિચાર :
શ્રી શશિકાન્ત મહેતાએ આ વિષય પર બોલતા જણાવ્યું હતું કે આજે સમાજમાં ધર્મની આરાધના અનેકગણી થવા છતાં, તેનું અનુસંધાન છૂટી ગયું હોય તેમ લાગે છે. આપણે ધર્મક્રિયા કરીએ છીએ પરંતુ તેની અંદર ઊંડા ઉતરવાના પ્રયત્નો કરતા નથી. આત્મોન્મુખ, આત્મમગ્ન ન
થવાય તો આરાધનાનો અર્થ નથી. ભગવાન મહાવીરે સાડાબાર વર્ષની અઘોર તપશ્ચર્યા દ્વારા મનની વૃત્તિઓ ઉપર વિજય મેળવ્યો. નિરાગૃહવૃત્તિ એ ભગવાન મહાવીરનું આ જગત પર મોટામાં મોટું યોગદાન છે. 7 મનોદૈહિક રોગો અને જૈન દર્શન :
આ વિષય પર બોલતાં શ્રી નેમચંદ ગાલાએ જણાવ્યું હતું કે દુનિયામાં ઊંચામાં ઊંચી વસ્તુ હોયતો તે માનવ શરીર છે. તન- મનથી માનવી સુખી રહેવા ઇચ્છતો હોય તો તેણે મનના આવેગો પર સર્વ પ્રથમ કાબુ રાખવાની જરૂર છે. જીવન જેટલું પ્રસન્ન, પ્રફુલ્લિત અને તનાવમુક્ત રહે એટલું જ સ્વસ્થ અને નિરોગી રહી શકે. સ્વકેન્દ્રીય માણસ પોતાનો જ વિચાર કરતો હોય છે અને તેથી તે દયાહીન અને એકલો થઇ જાય છે.
1 વ્રત-આરાધનાકા જીવનસે સંબંધ :
ડૉ. શેખરચંદ્ર જૈને આ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે જૈનધર્મમાં વ્રત-આરાધનાનું ભારે મહત્ત્વ આંકવામાં આવ્યું છે. આપણે જે ઉપવાસ આદિ વ્રતો કરીએ છીએ એ આપણા કર્મોની નિર્જરા માટે કરીએ છીએ. દેખાદેખી માટે નહિ, પરંતુ આજે તો વ્રત-નિયમો જાણે દેખાદેખીનું એક પ્રતીક બની ગયાં છે. આજે ભગવાન માહવીરનો કરુણાનો અમૂલ્ય વારસો આપણી પાસે છે તેથી મન-વચન-કાયાથી ઇપણ જીવું અહિત ન થાય તે રીતે આપણે સતત સચેત રહેવું જોઇએ. 7 ભગવાન મહાવીરની સાધનાનું રહસ્ય :
કે
આ વિષય પર બોલતાં પ્રા. તારાબહેન ૨. શાહે જણાવ્યું હતું પર્યુષણ પર્વ આત્મશુદ્ધિનું પર્વ છે. ચરમ તીર્થંકર શ્રી ભગવાન મહાવીરે પોતાની ઉત્કૃષ્ટ સાધના દ્વારા આત્મશુદ્ધિ પામીને મોક્ષગતિ પ્રાપ્ત કરી
તે
૧૭
ઘટના માત્ર જૈનો માટે જ નહિ વિશ્વની સમગ્ર પ્રજા માટે પ્રેરણાદાયી છે. ભગવાન મહાવીરે જ્ઞાન, ધ્યાન, તપ, જપ, મૌન, સંયમ ઇત્યાદિ દ્વારા એવી વિરલ સાધના કરી કે તેમનાં કર્મોનાં આવરણ દૂર થયાં અને તેઓ શુદ્ધ, બુદ્ધ અને મુક્ત બન્યા.
સફળતાની પીડા ભોગવી રહેલા માણસની વાત :
ડૉ. ગુણવંત શાહે આ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે આપણા મનનો વિકાસ એ મનુષ્યત્વનો વિકાસ છે. મનુષ્યે પોતાની સફ્ળતાની પીડાથી મુકત થવું હોય તો નિષ્ફળતાનું સામૈયું કરતાં શીખવું જોઇએ. આજે આપણે સફળતાના ઉપવનમાં એટલા રમમાણ છીએ કે નિષ્ફળતા આપણને બિલકુલ ગમતી નથી. નિષ્ફળતા શબ્દ પ્રત્યે જ આપણને પૂરો અભાવ છે. પણ નિષ્ફળતા જ સફળતા તરફ જવાનો માર્ગ ખુલ્લો કરે છે. 7 જીવનનાં મૂલ્ય :
કે
આ વિષય પર બોલતા શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકે જણાવ્યું હતું કે મનના આવેગોને જે કાબુમાં રાખી શકે તે સંત છે. જેના મનમાં વિકારાદિ
દોષો
ઉત્પન્ન જ થતા નથી એ ભગવાન છે. જેણે મનને જીત્યું તેણે જગતને જીત્યું છે. મનને કાબુમાં રાખવા અભ્યાસ અને વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્ય એ રાગનો ત્યાગ છે. કર્મમાંથી મુક્તિ મળે તો મોક્ષ સહજ છે. માત્ર સંન્યાસી થવાથી મોક્ષ મળી જાય તેવું નથી. ત્યાગ કરવામાં પણ અધિકાર જોઇએ.
7 ખીણોમાંથી શિખરો તરફ :
શ્રી પ્રકાશ ગજજરે આ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે માનવીને ખીણોમાંથી શિખરો તરફ આગળ વધવાનું છે. હતાશામાંથી મુક્ત થઇ મસ્તીમાં જીવવાનું છે. આપણે બધા માનવી છીએ. દુનિયા આપણા વિશે ભલે ગમે તે બોલે, પરંતુ આપણે તો આપણું નિજ કર્તવ્ય કર્મે જવાનું છે. આપણને ઇશ્વરનું ઇજન મળ્યું છે. આપણે ઇશ્વરના દરબારમાં આવ્યા છીએ. બીજા આપણી શું ટીકા કરશે તેની પરવા કરવાની નથી. વાયરો બદલાશે નહિ, આપણે જ બદલવાનું છે. આપણા જીવન સઢને આપણે જ વાયરાની દિશામાં વાળીને આગળ ધપાવાનું
રહેશે.
ઋણાનુબંધ :
આ વિષય પર બોલતાં ડૉ. મનહરલાલ સી. શાહે જણાવ્યું હતું કે આ સૃષ્ટિ પર ઋણાનુબંધ શબ્દનું ભારે મહત્ત્વ છે. જૈનદર્શનમાં ઋણાનુબંધ કર્મ સિદ્ધાંત સાથે જોડાયેલો છે. ૠણ એટલે દેવું અને આ દેવામાંથી થતો શુભ કે અશુભ બંધ તેને ઋણાનુબંધ કહે છે. માનવીમાં શુભકર્મ અને અશુભકર્મનો ઉદ્દેશ્ય વખતોવખત આવે છે. આ શુભઅશુભ કર્મોના સંબંધો સાથે ઋણાનુબંધ જોડાયેલો છે. માતા, પિતા, પુત્ર, પત્ની, ભાઇ-બહેન આ દરેક સંબંધો સાથે ઋણાનુબંધ જોડાયેલો છે. 7 કર્મ સિદ્ધાંત-વ્યકિત ઔર સમાજ કે સંદર્ભમેં :
ડૉ. નરેન્દ્ર ભાણાવતે આ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે જૈનધર્મમાં કર્મના સિદ્ધાંત પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. આ સંસારનાં સર્વ પ્રાણી કર્મ પ્રમાણે તેનું ફળ ભોગવે છે. ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે કહયું છે કે યોગમાં નિષ્ઠ બનીને તું તારું કાર્ય કર્યે જા. તારા મનમાં જે કષાયો છે, આસિત છે તેનો ત્યાગ કરી તું કાર્ય કર્યે જા. ર્ક્સમાંથી મુક્તિ મેળવવી હોય તો કાયોમાંથી મુક્તિ મેળવવી જોઇશે. રાગદ્વેષને ઓછુ,કરતાં જવું પડશે.
}