________________
ર
પ્રભુ
આવીને
સિંગાપુરી તરીકે જ ઓળખાવે છે. 'અમારા બાપદાદા ચીનથી અહીં વસ્યા હતા. પણ અમારી નિષ્ઠા ચીન પ્રત્યે નહિ પણ અમારી જન્મભૂમિ સિંગાપુર પ્રત્યે રહેલી છે. અમેરિકન પ્રમુખ જહોન કેનેડીના બાપદાદા આયરલેન્ડના હતા, પરંતુ કેનેડી પોતાની જાતને આયરીશ તરીકે નહિ પણ અમેરિકન તરીકે ઓળખાવતા તેવી રીતે અમે અમારી જાતને હવે સિંગાપુરી તરીકે ઓળખાવીએ છીએ
સિંગાપુરમાં લગભગ ૭૫ ટકાથી વધુ ચીનાઓ છે, પંદર સત્તર ટકા મલય લોકો છે. અને સાતેક ટકા લોકો ભારતીય છે. તેઓ બધા જ પોતાને સિંગાપુરી તરીકે ઓળખાવી પોતાની અસ્મિતા દર્શાવે એવી લીની ભાવનાને કારણે એ ત્રણે પ્રજાઓ વચ્ચે સહકાર, સંપ, શાંતિ રહ્યાં છે.
ઇગ્લેન્ડમાં કેટલાંક વર્ષ રહીને પાછા આવનાર લી સત્તા પર આવ્યા પછી ઈલેન્ડના શિસ્ત, પ્રામાણિક્તા અને સ્વચ્છતાના સંસ્કાર સિંગાપુરમાં પણ લઈ આવ્યા. એ બાબતમાં એમણે કડક હાથે કામ લીધું. એદી ચીનાઓ ગમે ત્યાં થૂકતા, કચરો નાખતા તે માટે એમણે કડકમાં કડક દંડ પદ્ધતિ દાખલ કરી, જાહેર શૌચાલયમાં ટાંકી ન ખેંચનાર, સંડાસને બગાડનાર માણસને એમણે જેલની સજા કરી હતી. ત્યારથી સિંગાપુરના જાહેર શૌચાલયો સ્વચ્છ બની ગયાં હતા. રસ્તામાં સિગરેટના ઠૂંઠા નાખનાર વિદેશી પ્રવાસીઓને પણ દંડ કરવામાંથી બાકાત રાખ્યા નહોતા. રસ્તામાં ગમે ત્યાં કચરો નાખનારને પકડવા માટે પોલિસ ઉપરાંત એમણે શાળાના વૉલન્ટિયર વિદ્યાર્થીઓને પણ ઓળખપત્ર સાથે સત્તા આપી હતી. આથી સિંગાપુર એશિયાના સ્વચ્છ શહેરોમાં ટોકિયો કરતાં પણ આગળ નીકળીને પ્રથમ નંબરે આવ્યું. દુનિયાનાં પાંચ દસ સ્વચ્છ શહેરોમાં સિંગાપુરની પણ ગણના થવા લાગી.
લી કર્વાંગ યુ એ મળેલી સત્તાનો બહુ કડક હાથે ઉપયોગ કરીને સિંગાપુરને સુધારી નાખ્યું, અને સમૃદ્ધ બનાવી દીધું. લી પાસે દીર્ધદષ્ટિ અને આયોજનની શક્તિ હતી. એમણે જોયું કે રહેવા માટે બીજું સારું ઘર જાં સુધી ન મળે ત્યાં સુધી લોકો બાપ-દાદાનું જૂનું ધર સહેલાઈથી છોડે નહિ. એટલે એમને રહેવા માટે સારા બહુમાળી મકાનો બાંધવાનું ચાલુ કર્યું અને એક પછી એક વિસ્તારના લોકોને ધર ખાલી કરાવીને જૂના મકાનો તોડવા માંડયા. એથી રસ્તાઓ પહોળા શ્યા અને નવાં બહુમાળી મકાનો થતાં ગયાં. મકાનોનું બાંધકામ પણ યોજના પ્રમાણે સમયસર થઈ જાય એ માટે પણ એમણે ચીવટ રાખી. સિંગાપુરમાં એક વખત જયારે હું હતો ત્યારે એક મિત્રે મને કહેલું કે સિંગાપુરના કાયદા પ્રમાણે કોઈ પણ કુટુંબ પાસેથી બળજબરીથી ઘર ખાલી કરાવી શકાય નહિ. જે કેટલાક ચીનાઓ પોતાનું જૂનું ગંદુ ધર ખાલી કરે જ નહિ એને માટે લી એ કાયદામાં રહીને એક યુક્તિ શોધેલી કે જે મકાનને આગ લાગી હોય તે મકાન ખાલી કરાવવાની સત્તા બંબાવાળાને અને પોલિસને એટલે કે સરકારને રહેતી.
લી ના માણસો એવા જૂના ઘરોમાં રાતને વખતે નાની સરખી આગ લગાવી આવતા કે જેથી કોઈ માણસને કે એની ઘરવખરીને નુકસાન ન થાય. પરંતુ પછીથી એ ઘર સરકારના કબજામાં આવી જતું. ઘરમાં રહેનારાઓને બીજે ખસેડવામાં આવતા આગ લાગેલા મકાનને તરત તોડી નાખવામાં આવતું અને પછીથી ત્યાં નવું મોટું સરસ મકાન બંધાતું. આરંભમાં કેટલાક લોકોને આ ગમેલું નહિ, પરંતુ નવા સારા મોટા અને આધુનિક સગવડવાળા મકાનમાં સસ્તા દરે રહેવાનું મળતાં લોકો સરકારની નોટિસ આવે કે તરત ઘર ખાલી કરી લાગ્યા હતા. બે અઢી દાયકામાં આ રીતે સિંગાપુરની તમામ જૂની ગીચ વસ્તી નીકળી ગઈ. આરંભના વર્ષોમાં ગીચ વસતી અને બેકારી તથા ગરીબીને કારણે
આપવા
2
જીવન
તા. ૧૬-૧૨-૯૦
લી એ સંતતિ નિયમનો બહુ પ્રચાર કર્યો હતો. પરંતુ પછીથી રહેવાનાં અને ખાવા પીવાનાં સાધનો વધવા સાથે અને બેકારીના સદંતર નિવારણ સાથે સંરક્ષણની દષ્ટિએ વધુ વસ્તીની આવશ્યકતા જણાઈ અને એથી છેલ્લા કેટલાંક વર્ષોથી સિંગાપુરમાં બે કરતાં વધુ બાળકો થાય તે માટે સરકાર તરફથી ઉત્તેજન મળવા લાગ્યું છે. લી કહે છે કે 'સિંગાપુર એટલે ભૂખ્યા મહાસાગરમાં એક નાની સ્વાદિષ્ટ માછલી. ગમે ત્યારે એને કોઈ પણ ગળી જઈ શકે.' એટલા માટે લી એ સિંગાપુરનું ખાસ્સું મોટું સૈન્ય પણ તૈયાર કરાવ્યું અને અમેરિકાથી આયાત કરેલી યુદ્ધ માટેની તદન આધુનિક શસ્ત્ર સામગ્રીથી સજ્જ કર્યું છે. ચીન, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, મલેશિયા, વગેરે મોટાં પડોશી રાષ્ટ્રોને સિંગાપુરની અદેખાઈ ઘણી આવે, પણ સિંગાપુરમાં હસ્તક્ષેપ કરવાનું સાહસ તેઓએ હજુ કર્યું નથી.
સિંગાપુરમાં ઓફિસનાં મકાનો, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, સ્કૂલો, હોસ્પિટલો, હોટેલો વગેરે માટે ઊંચા, વિશાળ, મકાનો બાંધ્યા વગર છૂટકો નહોતો, કારણ કે ચારે બાજુ સમુદ્રવાળા એ ટાપુ શહેરને વિકસવા માટે ઊંચે જવા સિવાય બીજો રસ્તો ન હતો. મોટા પહોળા રસ્તાઓ કરવા સાથે લી એ ઠેરઠેર વૃક્ષો અને બગીચાઓનું આયોજન કરીને સિંગાપુરને એક રળિયામણું નગર બનાવી દીધું.
૧૯૯૦ના શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે એવોર્ડ મેળવનાર સિંગાપુરના ચાંગી એરપોર્ટને અને દરિયાઈ બંદરને લી એ એટલું સરસ આધુનિક સ્વરૂપ આપ્યું છે કે જેથી ત્યાં વીમાનોની અને જહાજોની અવરજવર ઘણી બધી જ વધી ગઈ છે. પ્રત્યેક વિમાન કે જહાજના આગમનને કારણે મળતા ભાડાની આવક એટલી મોટી થઈ ગઈ કે સિંગાપુરને બીજા બહુ કરવેરા નાખવાની જરૂર રહી નહિ, એ આવકમાંથી જ શહેર ઉત્તરોત્તર સમૃદ્ધ થતું ગયું. એથી લોકોની રોજગારી વધતી ગઈ. બેકારી સદંતર નિર્મૂળ થઈ ગઈ. રહેવા તથા ખાવાપીવાની આધુનિક સગવડો મળતાં અને સારી કમાણી થતાં ભીખ, ચોરી, લૂંટફાટ, છેતરપિંડી નીકળી ગયાં. એ માટે સખત સજાની જોગવાઈએ પણ લોકોને સુધારી નાખ્યા. સરેરાશ આદીને સિંગાપુરમાં પોતાની સરકારથી પૂરો સંતોષ છે.
સિંગાપુરે સર્વાંગીણ વિકાસ સાધ્યો છે. પ્રજાનું આરોગ્ય ઘણું સારું થયું છે. આયુષ્ય મર્યાદા વધી છે. સારી કેળવણી વિદ્યાર્થીઓને મળે છે. ટેક્નિકલ ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે ઘણી પ્રગતિ સધાઈ છે. આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક કંપનીઓએ સિંગાપુરમાં પોતાના ઉદ્યોગો સ્થાપ્યા છે. મુક્ત શહેર હોવાને લીધે દુનિયાભરની કરન્સી સિંગાપુરમાં આવે છે. એમાંથી પણ સિંગપુરને સારી કમાણી થાય છે. ટ્રાન્ઝિટશિપમેન્ટ માટે પણ ત્યાં ઘણી સુવિધાઓ છે. રોજનો કરોડો રૂપિયાનો માલ ત્યાં આવે છે અને જાય છે.
લોકોની સમૃદ્ધિ વધર્તા અને કાયદાઓ કડક બનતાં સિગરેટનું વ્યસન ઓછું થયું છે. ચરસગાંજો, નશીલી દવાઓ વગેરે નીકળી ગર્યા દાણચોરી ખાસ રહી નથી. હૉંગકૉંગ પણ મુક્ત શહેર છે. પણ હૉંગકૉંગ કરતાં સિંગાપુર ધણું આગળ નીકળી ગયું છે.
છે.
નિરીક્ષકો એમ માને છે કે સિંગાપુરનો વિકાસ આર્થિક દૃષ્ટિએ જેટલો થયો છે તેટલો સાંસ્કૃતિક દષ્ટિએ થયો નથી. ભાષા, સાહિત્ય, સંગીત, શિલ્પાદિ કલાઓનું રસિક અને સુસંવાદી વાતાવરણ સિંગાપુરમાં જોઈએ તેટલું અનુભવવા નહિ મળે. સિંગાપુર એટલે અતિશય કડક, તંગ અને કામગરુ શહેર એવી છાપ વધારે પડે છે. પ્રસન્નતાની થોડીક ઉણપ કેટલાક લોકોને એમાં વરતાય છે. સિંગાપુરના સત્તાધીશો આ વિશે સજાગ છે. અને હવે એ દિશામાં પણ એમના પ્રયાસો ચાલુ થયા છે.
(અનુસંધાન પૃષ્ઠ - ૨૦)