________________
તા. ૧૬-૧૦-૯૦ અને ૧૬-૧૧-૯૦
પ્રબુદ્ધુ જીવન
નવી ક્ષિતિજો
] ચી.ના. પટેલ
છે.
સત્તરમી સદીના સર ટોમસ બ્રાઉન નામના અંગ્રેજ લેખકે ત્રીસ સાથે વ્યક્તિગત સંબંધ થયા તે મારા જીવનનાં સૌથી સુખદ સ્મરણો વર્ષની ઉંમરે પોતાના વિશે લખ્યું હતું : Now for my life, it is a miracle of thirty years, which to relate were not history, but as piece of poetry and would sound to com mon ears like a lable. સર ટોમસને પોતાનાં વીતેલાં ત્રીસ વર્ષ કાવ્ય જેવાં આચર્યમય લાગ્યાં હતાં, એવાં આશ્ચર્યમય કે પોતે તેનું બયાન કરે તો વાચકો તેને કદાચ કપોલકલ્પિત વાત માને. મને પણ મારા બાળપણથી આજ સુધીના સમગ્ર જીવન વિશે એવો ભાવ થાય.
છે.
મારો જન્મ એક ખેડૂતપુત્રને ધેર થયેલો. મારી ચાર-પાંચ વર્ષની ઉંમર સુધી અમારા ઘેર ગાય-ભેંશ હતાં. ભેંશ કયારે ગઈ તે યાદ નથી, પણ ગાયને પિતા અસારવાના નીલકંઠ મહાદેવમાં મૂકી આવેલા તે યાદ છે. એવા બાળપણમાંથી હું અંગ્રેજીનો અધ્યાપક બન્યો અને મને ગાંધીજીના સંપાદનકાર્યમાં સહકાર આપવાની તક મળી તે મારા જીવનનું મોટું આશ્ચર્ય છે. એ જીવનના આદિથી આજના દિવસ સુધી હું સારી સાહિત્યકૃતિમાં હોય એવી પૂર્વયોજના (design) અનુભવું છું. જીવનના દરેક તબકકે સંયોગો એવા બન્યા કે મને ગાંધીજીનાં લખાણોના સંપાદનકાર્યમાં સહકાર આપવાની સજ્જતા મળી. અગિયાર-બાર વર્ષની ઉંમરે હું ગુજરાતી સાહિત્ય વાંચનો થયો, ફર્સ્ટ ઈયર આર્ટ્સની પરીક્ષા પછી ઈન્ટર સાયન્સનો અભ્યાસ કરી ડૉકટર થવાની ઈચ્છા હતી તેની ઉપર એક વડીલે ઠંડું પાણી રેડયું, ઈન્ટર આર્ટ્સની પરીક્ષામાં સંસ્કૃતના વિષયમાં પ્રથમ આવવા માટે મને યુનિવર્સિટીની સ્કોલરશિપ મળી જે રાખવા માટે મેં બી.એ.માં સંસ્કૃતને ગૌણ વિષય સાથે મુખ્ય વિષય તરીકે અંગ્રેજી સાહિત્ય લીધું, એમ.એ. પાસ થઈ ગુજરાત કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયો અને તેમાં બીજી શ્રેણીમાંથી પ્રથમ શ્રેણીમાં બઢતી મળવાનો માર્ગ બંધ થઈ ગયો તેથી હું ગાંધીજીનાં લખાણોના સંપાદનકાર્યમાં જોડાવા દિલ્હી ગયો, ત્યાં ચાર વર્ષ પછી માંદો પડતાં મારી અમદાવાદ બદલી થઈ અને મને ઑફિસે જવાનું બંધન ન રહેતાં ધેર રહી કામ કરવાની છૂટ મળી. ૧૯૭૬ના ડિસેમ્બર માસમાં નિવૃત્ત થયા પછી 'ક્લેટેડ વર્ડ્સ'ના સંપાદકશ્રીના માનદ સલાહકાર તરીકે મારી નિમણૂક થઈ અને ૧૯૮૫ના માર્ચ માસ સુધી એ કામગીરી ચાલુ રહી, એ બધો ઈતિહાસ મને મારા જીવન વિશે Truth is stranger than fiction જેવો આભાસ કરાવે છે.
જીવનના આ બધા તબકકાઓમાં સૌથી મહત્ત્વનો ૧૯૩૬માં આવ્યો. તે વર્ષે હું મેટ્રિક પાસ થઈ ગુજરાત કૉલેજમાં જોડાયો. ત્યારથી શરૂ થઈ હું ૧૯૪૬ના ઑક્ટોબર માસથી ૧૯૪૯ના માર્ચ માસ સુધીનાં અઢી વર્ષ એલ.ડી. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક રહ્યો. તે વર્ષો બાદ કરતાં ૧૯૫૬ના ફેબ્રુઆરી માસમાં મારી વલ્લભ વિદ્યાનગરમાં નવી સ્થપાયેલી સરદાર વલ્લભભાઈ યુનિવર્સિટીના પહેલા રજિસ્ટ્રાર તરીકે બદલી થઈ ત્યાં સુધી ગુજરાત કૉલેજ સાથેનો મારો સંબંધ ચાલુ રહ્યો. અને તે પછી પણ ૧૯૫૭ના ઑગસ્ટ માસથી ૧૯૫૯ના મે માસ સુધી હું કલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે રહ્યો. આ બધું વર્ષો દરમિયાન મને જે કીમતી અનુભવો મળ્યા અને કેટલાક અધ્યાપકો
૩
મારી
એવા સંબંધોમાં સૌથી નિકટનો અને આજ સુધી ચાલુ રહેલો, મનોયાત્રામાં નવી ક્ષિતિજો ઉઘાડનાર સંબંધ અંગ્રેજીના પ્રોફેસર, એસ. એસ. ભાંડારકર સાથે થયો. તેમાં નિમિત્ત જે. એન. ચબ નામના પારસી પ્રોફેસર બન્યા. તેઓ ઈન્ટર આર્ટ્સમાં ગણિતના વિકલ્પે લેવાના તર્કશાસ્ત્રના અધ્યાપક હતા, પણ સાથે ફર્સ્ટ ઈયરમાં અંગ્રેજી પણ લેતા. તેઓ અંગ્રેજી ટૂંકી વાર્તાઓના એક સંગ્રહમાંની વાર્તાઓ શીખવતા. તેમની સાથે મને પરિચય વર્ષના અંતે થયો. પરીક્ષા પછી એક દિવસ તેઓ ટેનિસ રમી ઘેર જતા હતા ત્યારે હૉસ્ટેલમાં મારો રૂમસાથી અને હું ક્રિકેટના મેદાનમાં ફરતા હતા ત્યાંથી પસાર થયા. તેમણે ઊભા રહીને અમારી સાથે વાત શરૂ કરી અને ટૂંકી વાર્તાના પ્રશ્નપત્રમાં અમે ક્યા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા તે અમને પૂછ્યું. પુછાયેલા પ્રશ્નોમાં એક પ્રશ્ન સામાન્ય વિદ્યાર્થીઓને મૂંઝવે એવો હતો. પણ મેં એ પ્રશ્નનો ઉત્તર લખ્યો હતો તે જાણી તેમને જરા આશ્ચર્ય થયું. એ પ્રશ્નનો ઉત્તર લખનાર હું એક્લો જ વિદ્યાર્થી હતો, એટલે ઉત્તરપત્રો તપાસતાં તેઓ ઉત્તરપત્ર ઓળખી શક્યા. પાછળથી તેમણે મને કહ્યું હતું કે તેમણે મને ૬૯ ટકા માર્ક આપ્યા હતા. આ પરિચયથી તેમણે, ઈન્ટરમાં મેં તર્કશાસ્ત્રનો વિષય લીધો ત્યારે, મારામાં વ્યકિતગત રસ લઈને તર્કશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરવા પ્રેર્યો અને પ્રોફેસર ભાંડારકરનું મારી પ્રત્યે ધ્યાન ખેંચ્યું.
પ્રોફેસર ચબના એક વ્યાખ્યાન દરમિયાન એક રમૂજી પ્રસંગ બનેલો. સંગ્રહમાંની એક વાર્તામાં એક ફ્રેન્ચમેન ઈંગ્લેડની બ્રેઈ છોકરીઓની શાળામાં ફ્રેન્ચ શીખવતો. તે ઊંચી કક્ષાનું ફ્રેન્ચ નહોતો જાણતો, પણ વિદ્યાર્થિનીઓને રમૂજ કરાવતો. એક દિવસ તે વિદ્યાર્થિનીઓને કોઈ દારૂડિયા વિશેની વાત શીખવાતો હતો. એમ કરતાં તેણે દારૂડિયાનો અભિનય કરી બતાવ્યો. વિદ્યાર્થિનીઓ એવી ખડખડાટ હસી કે શાળાની આચાર્યા પોતાની ઑફિસમાંથી વર્ગમાં આવ્યાં અને પૂછ્યું, “આ શું ચાલે છે ?" શિક્ષકે કહ્યું, “હું વિદ્યાર્થિનીઓને રમૂજ કરાવું છું.” આચાર્યાએ કહ્યું, Pupils are to be instructed, not to be entertained-" વિદ્યાર્થિનીઓને ભણાવવાનું છે, રમૂજ નથી કરાવવાની. એ વાર્તા શીખવતાં પ્રોસર બે પણ દારૂડિયાનો અભિનય કર્યો અને આખો વર્ગ ખડબડાટ હસ્યો. એ સાંભળી તુરત કૉલેજના સ્કોટિશ પ્રિન્સિપાલ, ચિરાઝ, પહેલે માળે ઍમની ઑફિસમાંથી ઊતરી વર્ગમાં આવ્યા અને પૂછ્યું, "આ શું ચાલે છે?" પ્રોફેસરે કહ્યું, "હું વિદ્યાર્થીઓને રમૂજ કરાવું છું." પ્રિન્સિપાલે કહ્યું," Students are to beinstructed, not to be entertained.” કેવો યોગાનુયોગ ! પાછળથી મેં સાંભળેલું કે પ્રોફેસર ચબે પ્રિન્સિપાલને તેઓ વર્ગમાં આવ્યા તેનો વિરોધ કરતો લાંબો પત્ર લખ્યો હતો.
પ્રૉફેસર ચળે પ્રૉફેસર ભાંડારકરનું મારી પ્રત્યે ધ્યાન ખેંચ્યું હતું તેથી મેં બી.એ.માં અંગ્રેજી સાહિત્યનો વિષય લીધો ત્યારે તેમણે મારામાં વ્યક્તિગત રસ લઈ મને અંગ્રેજી સાહિત્યનો વ્યવસ્થિત અભ્યાસ કરવા પ્રેર્યો. અંગ્રેજી સાહિત્ય એ, દરેક પ્રજાના સાહિત્યની
* zzzzze