Book Title: Prabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 97
________________ તા. ૧૬-૬-૧૯૯૦ 'પ્રબુદ્ધ જીવન પૂરી શ્રદ્ધા થઈ ગઈ. શિવગંજમાં તે વખતે સંધમાં કેટલાક મતભેદ અને કજિયા ચાલતા હતા. આ કુસંપ દૂર થાય એ માટે સંઘના આગેવાનેએ મહારાજશ્રીને વિનંતી કરી. મહારાજશ્રીએ વ્યાખ્યાન વખતે દષ્ટાન સહિત ઉપદેશ આપતાં કહ્યું કે, જયાં સંપ હોય ત્યાં શાસનને જયજયકાર થાય છે. જ્યાં કુસંપ હોય છે ત્યાં પડતી થાય છે.” એમના ઉપદેશની અસર એટલી બધી પડી કે એ જ વખતે જેમની જેમની વચ્ચે કુસંપ હતા તે બધાજ આગેવાનોએ ઊભા થઈ મહારાજશ્રી પાસે હાથ જોડીને બાધા લીધી કે પોતે કયારેય હવેથી સંધમાં કોઈપણ બાબતમાં ઝાડ નહિ કરે અને સંપથી વર્તશે. એક વખત મુંબઈથી પાટણનિવાસી શેઠ ભગવાનદાસ પન્નાલાલ પિતાનાં ધમંપની સાથે મહારાજશ્રીનાં દર્શન કરવા આબુ આવ્યા હતા. તેઓ પિતાની સાથે મહારાજશ્રીની ચરણું પાદુકા પણ બનાવીને લાવ્યા હતા. મહારાજશ્રીને વંદન કરીને શેઠાણીએ ગફુલી કરી હતી, એ ગહુલીમાં તેમણે સાચાં મોતીને સાચિય કર્યો હતે વળી પોતે સાથે જે કેટલુંક ઝવેરાત લાવ્યા હતા એ પણ તેમણે મહુલીમાં મૂકયું હતું. મહારાજશ્રીનાં દર્શન - વંદન માટે લેકેને કેટલે પૂજ્યભાવ હતું તે આવી ગફુલી ઉપરથી પણ જોઈ શકાય છે. મહારાજશ્રીને પિતાને તે તેમાંથી કશું જ રાખવાનું નહોતું. તેઓ તો અનાસકત હતા. “આ ઝવેરાત અને ખેતીનું હવે અમારે શું કરવું ?' એમ તેમણે પૂછયું કે મહારાજશ્રીએ કહ્યું “આ ઝવેરાત માંડેલીના દેરાસરમાં અથવા બીજે જ્યાં તમને ઠીક લાગે ત્યાં આપી દેજો.” શેઠશ્રીએ મહારાજશ્રીને વિનંતી કરી કે “મારે આપની ઇચ્છાનુસાર કોઈ પણ શુભ ખાતામાં રૂપિયા , પાંચેક લાખ. જેટલી રકમ વાપરવી છે. એ માટે મને આજ્ઞા આપ.” મહારાજશ્રીએ કહ્યું. “મને કંઈ સૂઝશે તે હું કહીશ.. પરંતુ ન કહું તે 'તમારી ઇચ્છાનુસાર તમે તે વાપરજે.' . ' ' શેઠશ્રીએ ગલીમાં મૂકેલું ઝવેરાત માંડેલીના દેરાસરમાં આપી દીધું. મહારાજશ્રીની ચરણપાદુકા મુંબઈમાં પિતાના દેરાસરમાં પધરાવી હતી. પાંચ લાખ રૂપિયા વાપરવા માટે મહારાજશ્રીએ પિતે જીવ્યા ત્યાં સુધી કશી સૂચના આપી નહોતી, કારણકે એ રકમની વાતમાંથી તેમણે પોતાના મનને નિવૃત્ત કરી દીધું હતું. આઝાદીના લડતના એ દિવસે હતા. એક વખત ગાંધીજીની બ્રિટિશ સરકારે ધરપકડ કરીને જેલમાં પૂર્યા હતા. એથી લડતનું વાતાવરણ ધીમું પડી ગયું હતું. સરકાર ગાંધીજીને કયારે છોડશે તેની લોકોને ચિંતા હતી. એક વખત મહારાજશ્રીના એક ભગતે મહારાજશ્રીને અરજ કરી કે ગુરુ દેવ, ગાંધીજીને છોડાવે” મહારાજશ્રીએ પૂછ્યું. ‘તમારે કયારે છેડાવવા છે ? " ભગતથી સ્વાભાવિક રીતે બોલાઈ ગયું આપને જન્મદિવસ-વસંત પંચમીને દિવસ નજીકમાં આવે છે એ દિવસે ગાંધીજીને છોડાવે. ‘મહારાજશ્રીએ કહ્યું, “ભલે એ પ્રમાણે થશે” ત્યાર પછી બ્રિટિશ સરકારે કેઈક કારણકર ગાંધીજીને અચાનક જ ધાર્યા કરતાં વહેલા છેડી દીધા. એ દિવસ વસંત પંચમીને હતે. - અમદાવાદની પતાસાની પળના એક ભાઈની તબિયત ઘણી જ બગડી ગઈ હતી. તેમને મેનેજાઇટીસને રોગ થયે હતા. ત્યાર પછી ગાંડપણ જેવું થયું હતું. કાને સંભળાતું બંધ થઈ ગયું હતું, કુટુંબીજનેએ ઘણુ ઉપચાર કર્યા, પરંતુ મટતું ન હતું. કોઈકની ભલામણથી કુટુંબીજને એમને આબુમાં મહારાજશ્રી પાસે લઈ ગયા, દદની બધી વાત કરી. મહારાજશ્રીએ એ ભાઈના મસ્તક ઉપર અર્ધો કલાક સુધી મંત્રોચ્ચાર કરતાં કરતાં હાથ ફેરવ્યા કર્યો. અર્ધ બેભાન જેવી અવસ્થામાં રહેતા એ ભાઈને માથામાં જાણે અચાનક ઝાટકે વાગ્યો હોય તેવું અનુભવે છે. પછી ધીમે ધીમે તેઓ સ્વસ્થ થતાં ગયા. એમ કરતાં કરતાં તેમનું ગાંડપણ સાવ દૂર થઈ ગયું. તેઓ ઘરે ગયા અને કામધંધે લાગી ગયું. એથી મહારાજશ્રી માટેની એમની શ્રધા વધી ગઈ હવે માત્ર કાને બહેરાશ રહી હતી. થોડા વખત પછી મહારાજશ્રીએ એમને પિતાની પાસે આવવા કહ્યું હતું. એટલે તેઓ આબુ ટેશને પહોંચ્યા. ત્યાંથી બસમાં બેસી જયારે તેઓ દેલવાડાના બસરટેન્ડ પાસે પહોંચ્યા ત્યારે તેમને અચાનક જ પિતાની બહેરાશ ચાલી ગઈ હોય તે અનુભવ થયા. તેમને ત્યાંથી પસાર થતી મેટરનું હોને સંભળાવા લાગ્યું તેઓ મહારાજ શ્રી પાસે ગયા. મહારાજશ્રીએ કહ્યું, જાએ... પહેલાં દેરાસરમાં જઈ ભગવાનનાં દર્શન કરે અને ઘંટ વગાડે. એ ઘંટ તમને સંભળાશે. એટલે તમારા કાનની બહેરાશ કાયમ માટે ચાલી જશે.' મહારાજશ્રીની સૂર્યના પ્રમાણે તેમણે દેરાસરમાં જઈ દર્શન કરી ઘંટ વગાથે. હવે બધું સ્પષ્ટ સંભળાવા લાગ્યું. મહારાજશ્રીની વાત સાચી પડી, એ ભાઈનું ગાંડપણ અને કાનની બહેરાશ બંને કાયમ માટે ચાલ્યાં ગયાં. એમને મહારાજશ્રીની કૃપાને એક ચમત્કારિક અનુભવ થયે, જે જીવનભર યાદ રહી ગયે. , " . મહારાજશ્રીના જીવનના ચમત્કારિક અનુભવે તે અનેકને થયા હશે. આવા ચમત્કારિક લાભના લેભે પણ તેમની પાસે ઘણુ માણુ આવતા. પરંતુ મહારાજશ્રીની એટલી એાળખાણ અધૂરી ગણાય. તેઓ સાચા અદયાત્મયોગી હતા. આર્મ સમાધિમાં લીન રહેનાર મહાન અવધૂત હતા. કપાળમાં ચંદ્રની આકૃતિ અને હથેળીમાં ત્રિશુળની . આકૃતિ ધરાવનાર, અલ્પ નિદ્રા લેનાર, વિશેષપણે મૌન અને દાનમાં રહેનાર કે ૩ શાંતિને જાપ કરનાર, એકંદરે એાછું, મૂત્રામક અર્થગર્ભિત બેલનાર આ મહામાની અંદરની મસ્તી અનોખી હતી. ,મહારાજશ્રી જ્યારે બામણવાડામાં બિરાજમાન હતા ત્યારે મારવાડના વિસલપુર ગામના આગેવાની વિનંતી સ્વીકારીને વિસલપુર પધાર્યા હતા. એમની નિશ્રામાં ત્યાં જિનાલયમાં પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વ ઉજવાયે હતા હજારે માણસે એ પ્રસગે આવ્યા હતા અને ઉનાળાનો સમય હતો એટલે સંધના આગેવાનને બીક હતી કે રખેને કૂવાનું પાણી ખૂટી જાય. પરંતુ મહારાજશ્રીની ઉપસ્થિતિમાં એવું કશું થયું નહિ. ઉત્સવ હેમખેમ પારું પડશે. એ પ્રસંગે પધારેલા જુદા જ સ ઘના આગેવાનોએ એકત્ર થઈને મહારાજશ્રીને યુગ પ્રધાન’નું બિફુદ આપ્યું હતું. વિ. સં. ૧૯૯૪માં મહારાજશ્રી જોધપુર રાજયના તખતગઢ ગામમાં પધાર્યા હતા. તે વખતે સંઘના આગેવાનેએ પાસેનાં બિટિયા નામના ગામમાં બકરાઓનો વધ થાય છે તેની વાત કરી.. એટલે મહારાજશ્રી તખતગઢથી બિટિયા પધાર્યા. • 1} : બિટિયામાં એક વીરનું સ્થાનક છે. જે પાજી નામને એક જબરે ભુ તેને પૂજારી હતા. સ્થાનકમાં દર વર્ષે ૫૦૦ બકરાઓને બલિ તરીકે વધ કરવામાં આવતું હતું. બકરાને વધ કરવાનું બધું કામ ભપાછ કરતો હતો. આ જીવવધ બંધ કરાવવા માટે તખતગઢ, વાંકલી, ગૂઢાબાલેરા વગેરે ગામનાં

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178