________________
પ્રબુદ્ધ જીવન
૧૦
નામ સૂચવ્યું હતું. શબ્દાર્થમાં પૂરેપૂરું બંધબેસતું આ સૂચન કેવું વિનોદી બિયાબારું
છે!
કોઈ બે જણ વચ્ચે લગભગ હંમેશાં અણબનાવ રહેતો હોય ત્યારે અણબનાવની આવી સ્થિતિને સામાન્યજન 'બિયાબારું' નામે ઓળખાવે છે. પતિ - પત્નિ વચ્ચેના સતત અણબનાવ માટે આ શબ્દ સવિશેષ વપરાય છે.
સામાન્યજનમાં સારો એવો પ્રચલિત ને આજના સુશિક્ષિતોમાં ઓછો પરિચિત આ પ્રયોગ જ્યોતિષશાસ્ત્રમાંથી અપનાવ્યો છે. આ
અનુસાર વ્યક્તિના રાશિ - સ્થાનની પરસ્પરથી બીજી ને બારમાની સ્થિતિ તે સંસ્કૃતમાં દ્વિ' (બે) અને 'દ્વાદશ' (બાર) પરથી 'દ્વિદ્વાદશક' કહેવાય છે. આપણે ત્યાં એ 'બે' અને 'બાર પરથી બિયા (૨) બારું (૧૨) એટલે કે બીજાને બારમાની સ્થિતિ 'બિયાબારું' કહેવાઈ છે.
ઉદાહરણ તરીકે ખડાષ્ટકમાં જોયું તેમ ૧ થી ૧૨ રાશિઓ વર્તુલમાં ક્રમવાર ગોઠવીએ તો (જ્યાંથી ગણીએ તે પહેલી ગણતાં) મેષ (એટલે કે પહેલી) રાશિથી મીન રાશિ બારમી આવે; એ જ રીતે
દાર્શનિક
તા. ૧૬-૭-૧૯૯૦
આગળ ગણતાં મીન રાશિથી મેષ રાશિ બીજી આવે. (આ સામી દિશામાં પણ ગણી શકાય) આમ 'મેષ' અને 'મીન'નો પરસ્પર સંબંધ બારમા ને બીજા સ્થાનનો ગણાય એટલે એક બિયાબારું થયું,
ગુજરાતમાં દાર્શનિક-Philosophical - સાહિત્ય ઓછું લખાય છે. જેટલું લખાય છે તેનાથી કદાચ ઓછું' છપાય છે. અને જેટલું છપાય છે એથીય ઓછું વંચાય છે એમ આપણા વિદ્વાનો અને વિવેચકો કચ્છ કરે છે અને હૃદયનો ઉકળાટ વ્યક્ત કરે છે. તેમની વ્યથા સમજી શકાય એવી છે પણ એ વ્યથા પાછળ રહેલાં પરિબળોનો અભ્યાસ કરવાની ખુદ તેમને પણ પડી હોતી નથી. કેમકે દાર્શનિક સાહિત્યનાં સ્વરૂપો સંબંધે તેમના મનમાં જ દ્વિધા રહેલી હોય છે . વાચકને સ્પર્શી શકે કે તેના મનને ભરી દે એ પ્રકારનું દાર્શનિક સાહિત્ય કોને કહેવાય એ સંબંધે સાફ કે સ્પષ્ટ વ્યાખ્યાના અભાવે આપણે ત્યાં આવું બનતું જ રહ્યું છે.
I હસમુખ દોશી
લગ્ન સંબંધોની યોગ્યતા ચકાસવામાં આ બિયાબારું પણ એક મુદ્દો મનાય છે. વ્યવહારમાં મનાય છે તેમ જ્યોતિષશાસ્ત્રમાં બધા જ 'બિયાબારું' સંબંધો અનિષ્ટ કે અણબનાવમાં પરિણમનાર્રા નથી હોતાં. ખડાષ્ટકમાં જોયું તેમ કેટલાક શુભ ને કેટલાક અશુભ મનાય છે. દા.ત. મિથુન (૩) અને વૃષભ (૨)નું બિયાબારું શ્રેષ્ઠ ગણાય છે. જયારે કર્ક (૪) અને મિથુન (૩)નું અશુભ ગણાય છે.
આમ શબ્દાર્થમાં તો ખડાષ્ટક કે બિયાબારું માત્ર બે જણના
પરસ્પર રાશિ-સ્થાન જ સૂચવે છે - સારું કે ખરાબ નહીં જ ! પણ વ્યવહારમાં આ બંને અશુભ-અણબનાવના સંદર્ભમાં જ વધુ જોવા, અર્થોગ થયો છે ને પરસ્પરના રાશિ-સ્થાનથી નિરપેક્ષ રીતે બંને (મુખ્યત્વે) અણબનાવના અર્થમાં પ્રચલિત થયા છે; 'બિયાબારું' એટલે હવે તો અણબનાવ' જ એવું થયું છે.
સાહિત્ય
આધુનિક યુગમાં આપણે ત્યાં સર્જનાત્મક સાહિત્યનું જોઈએ એ કરતાં પણ વધારે ગૌરવ કરવામાં આવે છે અને દાર્શનિક સાહિત્ય તો સાહિત્ય કહેવાય જ નહિ એવાં ગૃહીતો ફેલાવવામાં આવ્યાં છે, જેમાં રસ હોય, જેની અભિવ્યક્તિમાં કલા હોય અને જેના અણુએ અણુમાં સર્જકનું જાગરૂક કે અસંપ્રજ્ઞાત વ્યક્તિત્વ વિલસી રહ્યું હોય એ જ સાહિત્ય કહેવાય તેવું ખૂબ સંકુચિત વલણ બંધાઈ ગયું છે. કવિતા, નાટક, ટૂંકી વાર્તા, નવલકથા કે અંગત નિબંધ માત્ર સાહિત્ય કહેવાય અને એ જેમાં નથી તેવા લખાણા ને તમે ગમે તે ગણો પણ સાહિત્ય તો ન જ કહી શકો એવું કેટલીક્વાર જોવામાં આવે છે. સર્જનાત્મક સાહિત્ય હંમેશ રસાવિષ્ટ હોય છે અને તેમાં આનંદની અનુભૂતિ નિહિત હોય છે એ યથાર્થ છે. પણ એ જ માત્ર સાહિત્ય કહેવાય એ વિભાવના અપૂર્ણ ને એકાંગી લાગે છે. વર્સફોર્ડ ક્લાના લલિતક્લા` અને લલિતેતરકલા એવા બે વિભાગો પાડે છે. તેણે લલિતકલાઓમાં માત્ર વ્યનો જ સમાવેશ કર્યો છે. તેની વિભાવના સંપૂર્ણ છે એમ કેમ માની શકાય ? કાવ્ય સિવાયનાં અન્ય સ્વરૂપો જેવાં કે નવલક્થા, ટૂંકીવાર્તા, નાટક કે લલિત નિબંધને આપણે કલા કહીએ છીએ. એ જ રીતે ઈતિહાસ, સમાજશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન અને દાર્શનિક સાહિત્યને લલિતેતર સાહિત્યમાં માનભર્યું સ્થાન આપવામાં ખેંચકાટ શા માટે
.
અનુભવવો જોઈએ .? ખુદ વિવેચન પણ એક રીતે જોઈએ તો લિલતેતર સાહિત્ય જ છે. લલિતેતર સાહિત્ય એ સાહિત્ય જ ન ગણાય એવા વિચારો ખૂબ આત્યંતિક લાગે છે. એ સાહિત્ય જ છે, ફક્ત તેનું વિશ્વનાથ ભટ્ટે સ્વરૂપ લલિત સાહિત્યથી જુદા પ્રકારનું છે. સ્વ. સાહિત્યનો સ્વાધ્યાય'માં આવા વિચારો સ્પષ્ટ કર્યા પણ છે. એવા વિચારોથી વિરુદ્ધ જવાની આધુનિક ફૅશન, માત્ર આધુનિક હોવાને કારણે, માન્ય ન થવી જોઈએ. અંગ્રેજી સાહિત્યના ઈતિહાસમાં બરટ્રાન્ડ રસેલને, આલ્ડસ્- હરસલેને કે સી.ઈ. એમ. જોડને આ દૃષ્ટિએ વિશિષ્ટ સ્થાન પણ આપવામાં આવ્યું છે.
બીજું, આપણે ત્યાં દાર્શનિક સાહિત્યમાં ફક્ત ધર્મ સંબંધે જે કંઈ લખાયું હોય તેનો જ મહદ અંશે સમાવેશ કરવામાં આવે છે. આપણા દેશમાં આધ્યાત્મિક સાહિત્યનો એક પ્રાચીન ભવ્ય વારસો છે. આત્મા અને પરમાત્મા, જીવ અને શિવ, બ્રહ્મ અને બ્રહ્માંડ, જીવન અને પુનર્જીવન, પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક, ભક્તિ અને વૈરાગ્ય તેમજ ભૌતિકતા અને પારભૌતિકના સંબંધે જે કાંઈ લખાય એ જ દાર્શનિક સાહિત્ય કહેવાય તેવો રિવાજ થઈ ગયો છે. અંગ્રેજી અને પાવાત્ય સાહિત્યમાં છેક આવું નથી. તેમની ફિલસૂફીનો પ્રદેશ સાંકડો હોતો નથી. ફિલસૂફીને તેમણે ધર્મ-અધર્મ કે આત્મા-પરમાત્મા કરતાં ખૂબ વિસ્તારી છે. અને એટલે ત્યાં જે લેખક સમાજજીવન વિશે કે ભૌતિવનનાં અન્ય પાસાઓ વિશે વિચારે અને લખે એ પણ દાર્શનિક ગણાય છે. તે વિદ્યાશાખામાં સંશોધન કરનારને કે સ્વતંત્ર રીતે વિચારનાર અને લખનારને એટલે જ તો યુનિવર્સિટીઓ ડૉકટર ઓફ ૐ ફિલોસોફીની ડિગ્રી આપે છે. એ ઉપરથી સમજી શકાય છે ફિલોસોફીનો વ્યાપ કેટલો અમાપ અને અગાધ છે.
આપણું જીવન કદાચ પ્રણિક કે ઋણભંગુર હશે, પણ એટલે તેમાં કંઈ માલ નથી અને એ વિશે કંઈ કહેવાનું કે વિચારવાનું હોય નહિ એમ પશ્વિમના વિચારો માનતા નથી. સદ્ભાગ્યે હવે આપણા વિચારકો પણ એમ માનતા નથી. પણ પશ્વિમમાં Social