________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૧૯૯૦
રયા
વંદનને માટે રાજવીઓ, ગોટા અમલદાર, પારસી, વહોરા, ખેજા વગેરે નામાંકિત શ્રીમંત માણસો આવતા. કેટલાકને પિતાના દુઃખના પ્રસંગે મહારાજશ્રીના આશીવાદથી ચમત્કારિક રીતે લાભ થ હતા. એવી દરેક વ્યકિત પિતાના સ્વાનુભવના આધારે બીજાને વાત કરતી અને તેને મહારાજશ્રીની પાસે લઈ આવતી, આથી મહારાજશ્રીને જૈન–નેતર લેને એક બહેને અનુયાયી વર્ગ થયો હતે. મહારાજશ્રી પિતાની પાસે આવનાર દરેકને પ્રભુભક્તિ કરવા, ૩P શાંતિ અને જાપ કરવા તથા માંસાહાર, દારૂ, જુગાર, વ્યભિચાર, બીડીસિગારેટ વગેરે ત્યજવા માટે ઉપદેશ આપતા.
સં. ૧૯૮૮માં મહારાજશ્રી જયારે આબુ દેલવાડાનાં ઉપાશ્રયમાં ચાતુર્માસ માટે બિરાજમાન હતા ત્યારે એમને એક એવે વિચાર આવ્યો કે ચાતુમાંસમાં નવરાત્રિના દિવસે માં અને ખાસ તે દશેરાના દિવસે ક્ષત્રિય રાજકુટુંબમાં માતાજીના મંદિરમાં પાડાને, બકરાને કે કુકડાને વધ કરવાની જે પરંપરા જુના વખતથી ચાલી આવી છે એથી સમગ્ર ભારતમાં ઘણી મોટી નિરર્થક હિંસા દર વર્ષે થાય છે. આથી મહાજશ્રીએ પિતાની પાસે આવેલા કેટલાક રાજવીઓ સાથે આ હિંસા બંધ કરાવવા માટે વિચાર વિનિમય કર્યો. તેને એમને ઘણો સાર પ્રતિસાદ સાંપડયે. એટલે એમણે સમગ્ર ભારતમાં બધાં જ દેશી રાજ્યને નવરાત્રિ અને દશેરાને દિવસે માતાજીના સ્થાનકમાં પશુબલિ ન ધરાવવા માટે અગાઉથી તાર કરવાનું નકકી કર્યું. તે માટે ખર્ચ અને બીજી કાર્યવાહીની બધી વ્યવસ્થા થઈ ગઈ અને એ પ્રમાણે સમગ્ર ભારતમાં " સેંકડો તાર મોકલવામાં આવ્યા. અનેક રાજવીઓ મહારાજશ્રી પાસે આશીર્વાદ માટે અગાઉ આવી ગયા હતા. અને બીજા અનેક રાજવીઓએ કોઇકને કેક માતા મહારાજશ્રીનું પવિત્ર નામ સાંભળ્યું હતું. એટલે મહારાજશ્રીના આ પ્રસ્તાવને ચારે તરફથી સમર્થન સંપડ્યું. જોધપુર, ઇન્દોર, જયપુર, ધરમપુર, સિરેડી, ભાવનગર, મસુર, ગ્વાલિયર, ' રાજપીપળા, દેવગઢ બારીઆ, વાંસદા, રેવા, પાલિતાણા, મોરબી, વાંકાનેર, ધ્રાંગધ્રા, માંગરોળ, ચાણોદ, લુણાવાડા, છોટા ઉદેપુર, પાટડી, માળીયા વગેરે ઘણાં બધાં રાજ્યના તારથી જ જવાબ આવી ગયો કે પિતાના રાજ્યમાં નવરાત્રિમાં અને દશેરાના દિવસે હવેથી માતાજીને પશુને બલિ ધરાવવામાં નહિ આવે. ક્ષત્રિય રજવાડી કુટુંબેની ધાર્મિક પરંપરામાં આ ફેરફાર થવો તે એ જમાનામાં મોટું ક્રાંતિકારી પગલું હતું. પરંતુ મહારાજશ્રીની દિવ્ય પ્રતિભા એવી હતી કે એ બધા રાજ્યએ મહારાજશ્રીને હર્ષપૂર્વક સહકાર આપ્યો હતો. મેટા જીવને વધ અટકાવવાની બાબતમાં મહારાજશ્રીનું આ એક મોટું ગદાન હતું. કેટલાક રાજ્યોએ તે પાટનગર સહિત પિતાના સમગ્ર રાજ્યમાં કયાંય પણ પશુબલિ ન ધરાવવામાં આવે એવું ફરમાન કાઢવા ઉપરાંત મહારાજશ્રીની પ્રેરણાથી દારૂ અને . જુગાર ઉપર પણ પ્રતિબંધ ફરમાવ્યું હતું. સામાજિકસાંસ્કારિક ક્ષેત્રે હિંસા નિવારણ અને સંસ્કાર સિંચનનું મહત્ત્વનું કાર્ય મહારાજ શ્રી દ્વારા એ જમાનામાં થયું હતું .
મહારાજશ્રીએ શાળા – કોલેજનો અભ્યાસ કર્યો ન હો, પરંતુ યુરોપિયનના સંપકના કારણે તેઓ તેમની સાથે ઈગ્લીશમાં વાતચીત કરતા થઈ થયા હતા. વળી, મહાજશ્રીની સ્મૃતિ એટલી બધી સારી હતી એક વખત બે પચ મિનિટ
માટે મળેલી વ્યક્તિ વર્ષો પછી મળે તે મહાજશ્રીને એનું નામ યાદ હોય
મહારાજશ્રી પાસે કેટલાય યુરોપિયન લોકે આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવા માટે આવતા. એક યુરોપિયને તે એમની પાસે દીક્ષા લીધી હતી અને તેઓ એમની સાથે જ રહેતા હતા.
આબુમાં મહારાજશ્રી બિરાજમાન હોય ત્યારે દેશવિદેશના અનેક લોકો તેમના દર્શન કરવા આવતા. એક વખત એક યુરોપિયન વૃદ્ધ બાઈ" પિતાની દીકરીને સાથે લઇને મહારાજશ્રીને વંદન કરવા આવી હતી, પરંતુ તે વખતે મહારાજશ્રીને સખત તાવ આવ્યો હતો. તેઓ ઓઢીને સુતા હતા. પાસે બેઠેલા એક ભકતે તે મહિલાને કહ્યું કે મહારાજશ્રી બીમાર છે. એટલે આજે મળી શકશે નહિં.' એ જાણી એ મહિલા નિરાશ થઈ ગઈ. પિતાની દીકરી સાથે તે પાછી જવા લાગી. એ મહિલાનો અવાજ સાંભળીને મહારાજશ્રી જાગી ગયા. બેઠા થઈને તેમણે જોયું તે તે મહિલા દરવાજા બહાર પાછી જઈ રહી હતી. નિરાશ થઈને કાઈ જાય એ મહારાજશ્રીને ગમતું નહિ. એમણે એ મહિલાને પાછી લાવવા તરત બૂમ પાડીને કહ્યું, "Mother, Please Come in.' એ સાંભળીને તે મહિલા પાછી ફરી. મહારાજશ્રીનાં દર્શન કરવાની તક મળી એથી તેને એટલે બધો આનંદ થયે કે એકદમ તેની આંખમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યા. મહારાજશ્રીએ "મા - દીકરીને પોતાની સામે બેસાર્યા. અંગ્રેજીમાં બંને વચ્ચે વાતચીત ચાલી. મહારશ્રીએ કહ્યું, ‘તમારે કંઈ પૂછવું છે? તે મહિલાએ કહ્યું “હા, મારે દીકરો ઇગ્લેન્ડમાં છે. હું ત્યાંથી આવી ત્યારે તેની તબિયત સારી હોતી. તેની મને બહુ ચિંતા છે.” મહારાજશ્રીએ થોડીવાર શ્યામ ધરીને
તે મહિલાને કહ્યું, ‘તમારા દીકરે વિલાયતમાં ખૂબ આનંમાં છે.' - એ સાંભળીને તે મહિલાને બહુ હર્ષ થયો. પછી મહારાજશ્રીએ
તેને અને તેની દીકરીને સુખડની માળા ભેટ આપીને કહ્યું કે દરરોજ આ માળા '3"ને જાપ કરીને ફેરવજો. ૩” ન યાદ રહે તે “Almighty God'ને જાપ કરજે માળા ગળામાં પહેરો. એથી બધું સારું થઇ જશે.’ મા અને દીકરીએ પિતાના ગળામાં માળા પહેરી, ફરીથી તેમની આંખમાંથી હર્ષનાં અાંસુ વહેવા લાગ્યાં હતાં. વારંવાર આભારપૂર્વક મહારાજને વંદન કરીને તેઓ વિદાય થયાં.
ભારતની આઝાદી પૂર્વેના એ દિવસોમાં રાજપૂતાનાના એજન્ટ ટુ ધ ગર્વનર જનરલ સર એગિલ નામના બ્રિટિશ અધિકારીની કચેરી માઉન્ટ આબુમાં હતી. મહારાજશ્રીન રિંગ્ય, પવિત્ર જીવનની વાતે કર્ણોપકર્ણ તેમની પાસે આવી હતી. જિજ્ઞાસાથી પ્રેરાઈને તેઓ મહારાજશ્રીને મળવા આવ્યા હતા પરંતુ પ્રથમ દશ"ને જ તેઓ એટલા બધા આનંતિ થઇ ગયા હતા કે પછીથી તે તેઓ વારંવાર મહારાજશ્રીને મળવા આવતા હતા. પિતાને ત્યાં મહેમાન તરીકે જે કઈ બ્રિટિશ કે યુરોપિયન વ્યકિતઓ આવતી તેને આબુના ફરવા જેવા સ્થળે બતાવવા ઉપરાંત મહારાજશ્રી પાસે પણ તેઓ