________________
પ્રબુદ્ધ જીવન
૧૪
માણસે તેમને વિદાય આપવા માટે આવી પહોંચ્યાં હતા. ફુદાણીથી વિહાર કરીને મહારાજશ્રી પેાતાના ગુરુ મહારાજશ્રી તીયવિજયજી પાસે માંડાલી આવી પહોંચ્યા. ઠીક ઠીક સમય પછી પોતાના ગુરુ મહારાજને કરીથી મળતાં શ્રી શાંતિવિજયજી મહારાજને અપાર હાર થયેા. જી બાજ દરમિયાન પોતના શિષ્યે કરેલી સાધનાની વાત તથા લેાકા ઉપરના તેમના ચમત્કારિક પ્રભાવની વાતા. ગુરુ મહારાજે સાંભળી હતી. એટલે પેાતાના શિષ્યને મળતાં ગુરુમહારાજે પશુ ધન્યતા અનુભવી.
આટલા સમયગાળા
માંડાલીમાં ગુરુ-શિષ્યે પોતાના સમુદાય સાથે કેટલેક સમય સ્થિરતા કરી. શ્રી શાંતિવિજયજીનાં વ્યાખ્યાનના પ્રભાવ લેાકા ઉપર ઘણા પડતા. જિનભકિત માટે લેાકાને ઉત્સાહ વધતા જતા હતા. જૈતા ઉપરાંત રાયકાઓ અને બીજા લોકા પણ વ્યાખ્યાનમાં આવતા
માંડેલી એક નાનુ સરખુ ગામ છે. રાજસ્થાનના એ પ્રદેશમાં એ દિવસેમાં ચેર લૂટારુઓના ભય ઘણા રહેતા. આથી માંડેલીના ગ્રામજતાએ ગુરુ મહારાજને વિનંતી કરી કે 'ચેર લૂટારુઓને ઉપદ્રવ બંધ થાય એ માટે કઇક કરી.
ગુરુ મહારાજે કહ્યુ' કે ‘આ કામમાં મારા કરતાં શાંતિ વિજયજી મહારાજ તમને વધુ સહાય કરશે.’
ગ્રામજનોએ શ્રી શાંતિવિજ્યજી મહારાજને વિનંતી કરી. 'મહારાજશ્રીએ કહ્યુ કે ભાઇ, જાએ મારું વચન છે કે આજથી હવે માંડાલી ગામમાં ચેર-લુટારુઓને કાઇ ડર નહિ રહે. માંડલીની સીમમાં દાખલ થવાની હવેથી કાઈ હિ ંમત નહિ કરે. એ માટે તમે નિશ્ચિત અને નિભય રહેજો. તમે સૌ પ્રભુ ભકિતમાં લાગી જજો.' મહારાજશ્રીના આ અભયવચન પછી ગામમાં ચાર-લુટારુઓના ઉપદ્રવ સદંતર બંધ થઇ ગયા. લેકા પણ વધુ ઉમ"ગથી પ્રભુભકિતમાં લાગી ગયાં
વિ. સ. ૧૯૮૪ માં મહારાજશ્રી જારી તીથ'માં બિરાજમાન હતા. તે વખતે એ વિસ્તારના ચામુડેરી નામના ગામના સંધના આગેવાને એમને વિનંતી કરવા આવ્યા. તેઓએ કહ્યું, ‘ગુરુમહારાજ ! અમે અમારા ગામમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠાના કાર્યક્રમ વિચાર્યું છે. એ માટે પધારવા આપને વિનંતી કરવા આવ્યા છીએ.' મહારાજશ્રીએ તેઓને આ પ્રસંગ માટે ખીજા કાઇ આચાય' ભગવંતને વિનંતી કરવા કહ્યું, પર ંતુ આગેવાનેએ કહ્યું, ‘ગુરુ મહારાજ ! અમારી ભાવના આ પ્રસંગ આપતી જ નિશ્રામાં ઊજવવાના છે ખાસ તે! અમારા ગામમાં જે ઉપદ્રવા થાય છે એની ચિંતાને કારણે આપના તરફ વધારે ભાવ જાગ્યા છે. છેલ્લાં કેટલાય વખતથી અમારા ગામમાં ચેપીના, મારામારીના અને આગ લાગવાના બનાવા નવા માંડયા છે અને દિવસે દિવસે વધતા ચાલ્યા છે. આ સોગામાં પ્રતિષ્ઠા મહાત્સવ નિવિઘ્ને પાર પડશે કે કેમ તેની અમને બહુ ચિં'તા છે, વળી હમાં હમાં અમારા વિસ્તારમાં જૈતામાં આપસઆપસમાં ઝધડા બહુ ચાલે છે. એટલે અમારા ઉત્સવમાં બધાના સહકાર સાંપડશે કે કેમ તે વિશે મનમાં સશય રહે . છે. પરંતુ જો આપ પધારે તે આ બધા જ પ્રશ્નો ટળી જશે.' વિચારણાના અંતે મહારાજશ્રીએ ચામુન્ડેરી
ન
14
તા. ૧૬-૬-૧૯૯૦
વાના નિણૅય કર્યાં. નકકી કરેલા દિવસે મહારાજશ્રીની પધરામણી થયા પછી આગ, ચેરી, માર મારીના કાર્ય પ્રસંગ બન્યા નહિ. જુદા જુદા ગામેના સથે વચ્ચે પણ મહારાજશ્રીની પ્રેરણા અને દારવણીથી સપ થયો. પ્રતિષ્ઠા મહેસ્રવ ખૂબ ધામધૂમપૂર્વક પાર પડયે, સ ધને ઉપજ પણ ધાર્યાં કરતાં ઘણી જ સારી રહી. આ મહેાત્સવને પ્રભાવ સમગ્ર ગામ ઉપર ઘણેા સારા પડયા.
એક વખત શિવગંજથી વિહાર કરી મહારાજશ્રી બ્રાહ્મણવાડા તરફ જતાં હતા. રસ્તામાં પ્રેમાવા નામનુ એક ગામ આવ્યુ ત્યાં જિનમંદિરમાં જ, દર્શન કરી તેઓ આગળ ચાલ્યા. મહારાજશ્રી શાંત પ્રકૃતિના હતા. એટલે પેાતાના આગમનની જાણું કરતા નહિ.પામાવા ગામમાંથી નીકળીને તે આગળ વિહાર કરી ગયા. એવામાં ગામના લેકાતે ખબર પડી. તરત જ મધના આગેવાના એકત્ર થયા. મહારાજશ્રીની વાણીનેા લાભ પેાતાના ગામના લેકાને મળ્યે નહિ તે માટે વસવસે કરવા લાગ્યા. તરત બધાએ એકત્ર થઇ નિષ્ણુ'ય લીધે કે મહારાજશ્રી પાસે આપણે અત્યારે જ જઇએ. પેામાવા થડા દિવસ રોકાઈને વ્યાખ્યાનમા લાભ ગામને આપે એ માટે વિનતી કરીએ.' તેઓ બધા મહારાજશ્રીએ વિહાર કર્યાં હતા એ દિશામાં ચાલી નીકળ્યા ખે માલિ જેટલું ચાહ્યા પછી તેમણે જોયુ. તા કાઇ એક વૃક્ષ નીચે મહારાજજશ્રી ધ્યાનમાં ખેડૂા હતા. મહારાજશ્રી મ્યાનમાંથી જાગૃત થયા એટલે તેઓએ તેમને માવા પાછા પધારવા આગ્રહભરી વિનંતી કરી. તેમના આગમનનેા પેાતાના ખ્યાલ ન રહ્યો તે માટે ક્ષમા માગી. સરળ પ્રકૃતિના મહાજશ્રીએ તેમની વિન ંતીના તરત સ્વીકાર કર્યાં. પેામાવા પાછા ફર્યાં. આથી ગામના બધાં લેકામાં બહુ જ આનંદ છવાઇ ગયેા. ગામને પાદરેથી વાજતે ગાજતે મહારાજશ્રીનું સામૈયુ' કરવામાં આવ્યું.
પામાવામાં રતનચંદ્ર મનરૂપજી નામના એક શ્રાવક રહેતા હતા. એમના માતુશ્રીનું અને પત્નીનુ' વીસ સ્થાનકની ઓળીનુ વ્રત પૂરું થયું હતું. જો મહારાજશ્રી પામાવામાં વધારે દિવસ રાકાવાની અનુમતિ આપે તે તેમની ઇચ્છા મહારાજશ્રીની નિશ્ર માં એ માટે ઉજમણું કરવાની હતી, મહારાજશ્રીની અનુમતિ મળતાં રતનચંદ શેì અઠ્ઠાઇ મહેત્સવ માટે તૈયારી કરી.
રતનચંદ શેઠને ચેખાના વેપાર હતા. પૈસે ટકે તેઓ સાધારણ સુખી હતા. એમના મનમાં આ ઉત્સવ માટે કાઈ અપૂર્વ' ભાવ જાગ્યા હતા. એ માટે તેમણે નાણાં ખચ'વાની જેગવાઇ પણ કરી લીધી. અઠ્ઠાઇ મહેસત્રની નિયંત્રણ પત્રિકા આસપાસના ગામેાના સયેને મોકલવામાં આવી હતી. એક તે મહારાજશ્રીનાં દશન અને વાણીનેા લાભ મળે અને ખીજી બાજુ આવા સરસ ઉત્સવ જોવામાણા મળે એટલે પામવા ગામમાં રાજરાજ ધાર્યા કરતાં વધુને વધુ માણસે આવવા લાગ્યા. રતનચંદશેઠે જે ખ'ની જોગવાઇ કરી હતી. તેના કરતાં રાજે રાજ ઘણું વધારે ખર્ચ થવા લાગ્યો. પરંતુ તેમણે પેાતાના મનમાં જરા સરખા. પણ એછે ભાવ દીધે. એટલી જ ઉદારતાથી અને એટલા જ ઉત્સાહથી સૌનુ સ્વાગત તે કરતા રહ્યા. નાણાં ખૂટી જવાના કારણે તેમણે પોતાની પત્નીનાં કેટલાક ઘરેણાં પડુ કાને ખબર ન પડે એ રીતે વેચી દીધાં, પરંતુ ઉત્સવમાં કર્યાંય પણ કરકસર થવા
આવવા ન