Book Title: Prabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 78
________________ ૧૨ બઘ્ન જીવન ધૃતકલ્લોલ પાર્શ્વનાથ ] રમણલાલ ચી. શાહ તેવીસમાં તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન પ્રગટ પ્રભાવી, પુરુષાદાનીય તરીકે ઓળખાય છે. પાર્શ્વનાથ ભગવાંનનો મહિમા અતીત, અનાગત અને વર્તમાન ચોવીસમાં વિસ્તરેલો છે. પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે. પાર્શ્વનાથ ભગવાનના સ્તોત્રમાં જે ૧૦૮ નામ આપવામાં આવ્યાં છે તે મુખ્યત્વે અર્થની દષ્ટિએ મહત્ત્વનાં છે. પરમાત્માના સ્વરૂપને તે પ્રકાશિત કરે છે. તીર્થની દષ્ટિએ ૧૦૨ નામ જ ગણવામાં આવે છે તેમાં શંખેશ્વર પાર્શ્વનાથ, સ્તંભન પાર્શ્વનાથ, ગોડી પાર્શ્વનાથ, શામળિયા પાર્શ્વનાથ, ભટેવા પાર્શ્વનાથ, ભીડભંજન પાર્શ્વનાથ, વગેરે જાણીતાં છે. કચ્છ સુથરીના પાર્શ્વનાથ ભગવાન ધૃતકલ્લોલ પાર્શ્વનાથ' તરીકે સુપ્રસિદ્ધ છે. 'ધૃતકલ્લોલ' નામ અદ્રિતીય છે. ધૃત એટલે ઘી અને કલ્લોલ એટલે ભરતી, મોજું, વૃદ્ધિ. જેમના ચમત્કારથી ધીમાં વૃદ્ધિ થાય તે ધૃતકલ્લોલ એવા સરળ અર્થ ઉપરાંત આધ્યાત્મિક આનંદની ભરતી થાય એવો અર્થ પણ ઘટાવાય છે. (12) કચ્છમાં સુથરી નામના ઐતિહાસિક નગરમાં ધૃતક્લોલ પાર્શ્વનાથ ભગવાનના જિમંદિરને ૧૫૦ વર્ષ પૂર્ણ થયાં એ નિમિત્તે થોડા દિવસ પહેલાં ત્યાંના સંઘ તરફથી બાર દિવસનો સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મારા મિત્ર શ્રી ગુલાબચંદ કરમચંદ શાહ સાથે ત્યાં ઉપસ્થિતિ રહેવાની મને તક સાંપડી હતી. સ્નાત્રપૂજા અને બીજી મોટી પૂજાઓ મધુર અને ભાવવાહી કંઠે ગાવા માટે વર્ષોથી સુપ્રસિદ્ધિ થયેલાં કોચીનવાળાં શ્રી લીલાબહેન દંડ એમના પતિ શ્રી ઝવેરભાઈ સાથે ત્યાં પધાર્યાં હતા. સુથરીના સંધના આગેવાનો શ્રી ભવાનજીભાઈ નરશી, શ્રી કલ્યાણજીભાઈ નરશી, શ્રી ચિત્તેજનભાઈ (ચિનુભાઈ) ભવાનજી વગેરેના પ્રેમભર્યા આગ્રહને વશ થઈ ત્યાં ભક્તામર સ્તોત્રના રહસ્ય વિશે વ્યાખ્યાન આપવાનું મેં સ્વીકાર્યું હતું. સુથરીના આંગણે મારે માટે આ એક વિશિષ્ટ અનુમવ રહ્યો હતો. પ.પૂ. સાધ્વીશ્રી નરેન્દ્રશ્રીજી તથા પ.પૂ. સાધ્વીશ્રી વિદ્યુતપ્રભાશ્રીજીના દર્શન વંદનનો પણ લાભ મળ્યો હતો. ધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાનની છત્રછાયામાં એકત્ર થઈ આવા નાના ગામમાં બે હજારથી વધુ માણસો કેવું આનંદ લ્લોલમય વાતાવરણ સર્જી શકે છે તે આ મહોત્સવ પ્રસંગે જોવા મળ્યું હતું. સુથરી સાથેના મારા સંસ્મરણો ગાઢ છે. છ સાત વખત સુથરી તીર્થની યાત્રા કરવાનો લાભ ચારેક દાયકામાં મળ્યો છે. ઈ.સ. ૧૯૫૫માં હું મારા પત્ની સાથે પહેલીવાર સુથરી ગયો ત્યારે અબડાસાની પંચતીર્થી - સુથરી, નલીયા, તેરા, કોઠારા, જખૌ - ની યાત્રા ગાડામાં બેસીને કરી હતી. કારણ કે એ દિવસોમાં બસની સુવિધા બધે ઉપલબ્ધ નહોતી. ધૂળીયા રસ્તા પણ બહુ કાચા હતા. ત્યારે સુથરીના જિનાલયનું પ્રવેશ દ્વાર પૂર્વાભિમુખ નહોતું પણ દક્ષિણાભિમુખ હતું અને જિનાલયની આસપાસની જગ્યા ઘણી સાંકડી હતી. સુથરી સંધના ટ્રસ્ટીઓએ છેલ્લાં થોડા વર્ષોમાં કચ્છનાં બીજાં -જિનમંદિરોના મુકાબલે સુથરી તીર્થનો ઘણો સારો વિકાસ કર્યો છે. જિનાલયની પૂર્વ દિશામાં આવેલા જૂના મકાનો ખરીદી લઈ, તે પાડી નાંખીને જિનાલય માટે વિશાળ પટાંગણ કર્યું છે અને શત્રુંજય મહાતીર્થના પ્રવેશદ્રારના નમૂના જેવા બે ભવ્ય પ્રવેશદ્રાર કરવામાં આવ્યાં છે. પૂર્વાભિમુખ બનેલા આ દેરાસરનો ઉઠાવ, વિશાળ પટાંગણ અને ભવ્ય પ્રવેશદ્વારના કારણે હવે ઘણો સોહામણો બન્યો છે. દરિયાની ખારી હવાની માઠી અસર ન થાય એ રીતે સમગ્ર જિનાલયના બહારના ભાગ ઉપર સરસ રૂપેરી રંગ કરવામાં આવ્યો છે. એથી એની શોભા અને ચમક ઘણી વધી છે અને સૂર્યપ્રકાશમાં તથા રાત્રે ચાંદનીમાં જિનાલયનું દશ્ય વધુ આકર્ષક લાગે છે. સુથરી ગામ દરિયા કિનારે આવેલું છે. ગામ પાસેથી એક માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, મુંબઈ-૪૦૦ ૦૦૪, ટે.નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન ટ્રેન્ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર તા. ૧૬-૫-૧૯૯૦ નાનકડી નદી વહે છે, જેમાં ચોમાસાના થોડા દિવસ સિવાય પાણી રહેતું નથી. બંદર હોવાને કારણે તેમજ ત્યાંની સૂકી હવા અને ઠંડકભર્યા વાતાવરણને કારણે પ્રાચીન સમયથી કચ્છના અબડાસા તાલુકામાં સુથરીનું મહત્ત્વ સવિશેષ રહ્યું છે. જૂના વખતમાં કચ્છી પ્રજાનો વ્યવહાર દરિયાઈ માર્ગે એક બાજુ ગુજરાત અને મુંબઈ સાથે વિકસ્યો હતો તેમ બીજી બાજુ સિંધ, અરબસ્તાન આફ્રિકા અને ઠેઠ ઈરાન, ઈટલી સુધી વિકસ્યો હતો. કચ્છના જૈન વેપારીઓ વહાણ દ્વારા ઠેઠ ઈરાન સુધી પહોંચતા. આફ્રિકાથી મજૂર તરીકે આવીને કચ્છમાં વસેલા હબી લોકોના વંશજો આજે પણ અબડાસામાં જોવા મળે છે. તેમની મુખાકૃતિ ઉપરથી તરત જ તેઓ પરખાઈ આવે છે. ઈરાનના શિલ્પીઓએ પણ અબડાસા અને કચ્છના બીજા જિનમંદિરોના શિલ્પ સ્થાપત્યમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. કેટલાંક જિનમંદિરોનાં શિલ્પ-સ્થાપત્યમાં ઈરાની શૈલી અને ઈરાની મુખતિઓની અસર વર્તાય છે. કચ્છનાં જિનમંદિરોનાં શિલ્પ સ્થાપત્યનો ઐતિહાસિક દૃષ્ટિએ પણ અભ્યાસ કરવા જેવો છે. સુથરી પ્રાચીન ઐતિહાસિક નગરી છે. એનો પ્રાચીન સમયનો એક ઉલ્લેખ આશરે પંદર સૈકા પૂર્વેનો મળે છે. ભગવાન મહાવીરસ્વામીની ૨૩મી પાટે આવેલા આચાર્ય દેવાનંદસૂરિ (આચાર્ય જયદેવસૂરિના શિષ્ય) એ આશરે ૧૫૦૦ વર્ષ પૂર્વે સુથરી નગરમાં હિન્દુ પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરીને વિજય મેળવ્યો હતો. કચ્છની ધરતીની ત્યારપછી ઘણી ચડતી થઈ છે. રાજસ્થાનથી સ્થળાંતર કરતાં કરતાં આવેલી ઓસવાલોની કેટલીક જ્ઞાતિઓએ કચ્છમાં સ્થિરતા કરી હતી અને તેમાં કેટલાક સુથરીમાં આવીને વસ્યા હતા અને ખેતી કરવા લાગ્યા હતા. વિક્રમના સોળમા સૈકામાં સુથરીમાં જાડેજાઓનું રાજ્ય હતું. અને તેમના વંશજો ઉત્તરોત્તર રાજ્ય-કરતા રહ્યા હતા. સુથરીનો મહિમા એના ધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાનને લીધે વિશેષ છે. પ્રાચીન સાહિત્યમાં ધૃતકલ્લોલ પાર્શ્વનાથના ઉલ્લેખો મળે છે. મૃતલ્લોલ પાર્શ્વનાથ ભગવાનનાં પ્રતિમાજી સંપ્રતિ રાજાના વખતમાં છે. આ પ્રાચીન પ્રતિમાજીની સૌથી પહેલી પ્રતિષ્ઠા ક્યાં થઈ હશે અને તે ક્યાંથી ક્યાં ગયાં હશે તેની માહિતી મળતી નથી. પરંતુ ત્યાર પછી કાલાનુક્રમે આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા વિ.સં. ૧૬૭૫માં અચલગચ્છાધિપતિ શ્રી ક્લ્યાણસાગરસૂરીશ્વરજીએ જામનગર પાસે છીકારી નામના ગામમાં કરાવી હતી તેનો ઉલ્લેખ મળે છે. તે વખતે શ્રી કલ્યાણસાગરસૂરીંગારજીના શિષ્ય શ્રી મોહનસાગરે રચેલા પાર્શ્વછંદમાં નીચે પ્રમાણે ધૃતલ્લોલ પાર્શ્વનાથનો મહિમા બતાવેલો છે. 'ભીડભંજન ને ધૃતલ્લોલ વિઘ્ન હરે થાયે નિજલોલ' . ૧૫૦ વર્ષ પહેલાં હાલાર પ્રદેશમાં છીકારી અને એના આસપાસના ગામોમાં ભયંકર વંટોળ અને ભારે વરસાદ થયો હતો. એને લીધે છીકારી અને એની આસપાસના ગામોમાં જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કેટલાંય ઘરો પડી ગયાં હતાં અને ધૃતકલ્લોલ પાર્શ્વનાથ મંદિર પણ તૂટી જતાં પ્રતિમાજી જમીનમાં અડધા દટાઈ ગર્યા હતાં. ત્યાર પછી - કેટલાક સમયે એક દિવસ એક વણઝાર ત્યાંથી પસાર થઈ રહી હતી. તેમાં દેવરાજ નામના એક વણિક શ્રાવક પણ હતો. આ દટાયેલાં પ્રતિમાજી એના જોવામાં આવ્યાં. એણે પ્રતિમાજી સાચવીને કાઢીને સાફ કરીને લઈ લીધાં. પ્રતિમાજી એટલા સરસ મનોહર હતાં કે રખેને બીજા કોઈ લઈ ન જાય તે માટે એણે પોતાની પોઠ ઉપરના એક ઘીના ઠામમાં તે છૂપાવી દીધાં. પ્રતિમાજી લઈને વણઝારની સાથે તે કચ્છ તરફ આવી રહ્યો હતો. એ અરસામાં કચ્છમાં સુથરી ગામમાં બીજી એક ઘટના બની [વધુ પૃષ્ઠ-૧૧ ઉપર] પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી.પી. રોડ, શેઠ રોડ, ગિરગામ, મુંબઈ-૪૦૦ ૦૦૪,

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178