________________
૧૦
પ્રબદ્ધ જીવન
સંઘ આયોજિત વિવિધ કાર્યક્રમો
આનંદધનજીનાં સ્તવનોનો કાર્યક્રમ:
સંઘના ઉપક્રમે માર્ચ મહિનામાં તા. ૧૩, ૧૪ અને ૧૫ના રોજ આનંદધનજીનાં સ્તવનોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગત્ વર્ષ દરમિયાન સંઘના ઉપક્રમે આનંદઘનજીનાં સ્તવનોનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેના અનુસંધાનમાં, તે જ રીતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની વિશિષ્ટતા એ હતી કે તેમાં ભક્તિ સંગીત અને પ્રવચન સાથે રાખવામાં આવ્યાં હતાં. શ્રીમતી પૂર્ણિમાબહેન સેવંતીલાલ શેઠ મધુરકંઠે આનંદઘનજીના સ્તવનોની એક પછી એક કડીઓ વાઘ સંગીત સાથે ગાતાં હતા અને તે તે કડી ઉપર અર્થપ્રકાશરૂપે ડૉ. રમણલાલ શાહ પ્રવચન આપતા હતા. આ વખતના કાર્યક્રમમાં શ્રી અજિતનાથ, શ્રી સંભવનાથ, શ્રી સુમતિનાથ, શ્રી શીતલનાથ વગેરે તીર્થંકરોના સ્તવનો લેવાયાં હતાં. આ કાર્યક્રમનું સંયોજન અને સંચાલન શ્રીમતી રમાબહેન વોરા તથા શ્રી ઉષાબહેન મહેતાએ કર્યું હતું. સંઘના સભ્યોએ સારી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમનો લાભ લીધો હતો.
D વિદ્યાસત્રનાં વ્યાખ્યાનો :
શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે શનિવાર, તા. ૨૪મી માર્ચ, ૧૯૯૦ના રોજ સાંજના ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરના હોલમાં સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા વિદ્યાસત્રનાં વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા કવિ અને સાક્ષર તથા જન્મભૂમિ' અને 'પ્રવાસી' દૈનિકોના તંત્રી શ્રી હરીન્દ્રભાઈ દવેએ 'ગઝલનું સ્વરૂપ' અને ' કેટલીક કવિતાઓનો આસ્વાદ' એ બે વિષય પર પોનાનાં અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં હતાં.
'ગઝલનું સ્વરૂપ' વિશે બોલતાં તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ કાવ્યકૃતિને તત્વત: મૂળથી સમજવા માટે તેને વિવેકપૂર્વક પોતાની અંદર ઉતારવી જોઈએ. કવિતાના ઊંડાણમાં જઈએ ત્યારે જ આપણને તેના સ્વરૂપનો સાચો નકશો મળે છે. 'કેટલીક કવિતાઓનો આસ્વાદ' એ વિષય પર તેમણે જણાવ્યું હતું કે કોઈ કવિતા ત્યારે જ કવિતા બને છે જ્યારે તેનો અર્થ કવિએ કલ્પ્યો હોય એનાથી પણ આગળ જાય. જીવનમાં કદી કશું મૌલિક હોતું નથી. આપણા સંસ્કારમાંથી એને આપણે લાવીએ છીએ અને સમયની એરણ પર પસાર થાય એ કૃતિ જ ટકી રહે છે.
જૈન યુવક સંઘના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે સૌનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના સંયોજક પ્રા. તારાબહેન ૨. શાહે વ્યાખ્યાતાનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહે હરીન્દ્રભાઈનાં બંને વ્યાખ્યાનોની સરસ સમીક્ષા કરી હતી. કાર્યક્રમના આરંભમાં શ્રીમતી કોકિલાબહેન વકાણીએ હરીન્દ્રભાઈની બે ગઝલો મધુર કંઠે રજૂ કરી હતી. સંધના મંત્રીશ્રી કે.પી. શાહે આભારવિધિ કરી હતી.
2 સ્નેહ સંમેલન :
સંધના સર્વ સભ્યોનું એક સ્નેહ સંમેલન રવિવાર, તા. ૧૫ મી એપ્રિલ, ૧૯૯૦ના રોજ સવારના બિરલા ક્રીડા કેન્દ્રમાં યોજવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંઘના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહે સૌનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે સંઘના સભ્યો પરસ્પર સ્નેહ, માતૃભાવ કેળવે એ હેતુથી છેલ્લાં કેટલાંક વર્ષથી સંઘ દ્વારા વાર્ષિક સ્નેહ-સંમેલન યોજાય છે. એ માટે શ્રી વિદ્યાબહેન મહાસુખલાલ ખંભાતવાળા તરફથી માતબર રક્મનું દાન મળ્યું છે. તેથી શ્રી
*વ
તા. ૧૬-૫-૧૯૯૦
વિદ્યાબહેન મહાસુખભાઈની ઈચ્છાનુસાર પ્રતિવર્ષ મહાવીર જયંતીના પર્વની આસપાસના રવિવારે ' મહાવીર વંદના કાર્યક્રમની સાથે આ સ્નેહ સંમેલન યોજવામાં આવે છે. વિસ્તરતા જતાં આ વિશ્વમાં જીવન હવે વધુ વ્યસ્ત બનતું જાય છે. આજે માનવી અનેક સંસ્થાનું સભ્યપદ ધરાવતો થયો છે. પરંતુ કેટલીક વખત તેને પોતાને જ યાદ નથી હોતું કે પોતે કંઈ કંઈ સંસ્થાનો સભ્ય છે. માનવીનું સંસ્થાકીય કે સભ્યપણું વધતું ચાલ્યું છે. પણ તેના પ્રમાણમાં તેની સભ્યતા - સંસ્કારિતા વધી છે કે કેમ તે પ્રશ્ન છે. સંસ્થાનું સભ્યપણું મેળવવું સહેલું છે, પણ સભ્યતા પ્રાપ્ત કરવી સરળ નથી. મહાવીર વંદનાના આ કાર્યક્રમ દ્વારા આજના કપરા કાળમાં ભગવાન મહાવીરનાં વચનોને આપણે યાદ કરીએ અને તેને જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ બનીએ તો ખરેખર આપણું જીવન સાર્થક થશે.
કાર્યક્રમનો પ્રારંભ સંધના મંત્રીશ્રી નિરુબહેન એસ. શાહે વાચેલાં પ્રાર્થના વચનોથી થયો હતો. સંધના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે કાર્યક્રમનું સરસ સંચાલન કર્યું હતું. આ પ્રસંગે શ્રી વિદ્યાબહેન મહાસુખભાઈનું સંધ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ સંમેલનમાં રાજેન્દ્ર ઝવેરી, તૃપ્તિ છાયા અને સાર્થીઓએ 'મહાવીર વંદના'ના ભક્તિસંગીતના કાર્યક્રમની સરસ જમાવટ કરી હતી. આ કાર્યક્રમનું વિશિષ્ટ પાસું એ હતું કે સુપ્રસિદ્ જૈન સંગીતકાર (સ્વ.) શાંતિલાલ શાહે રચેલાં ભગવાન મહાવીર વિશેનાં બધાં ગીતો રજૂ થયાં હતાં. શ્રી સુરેનાકર 'મેહુલે' આ કાર્યક્રમનું સરસ સંચાલન કર્યું હતું. કાર્યક્રમની સમાપ્તિ બાદ સૌ સભ્યોએ સંઘ તરફથી આયોજિત મિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. 0 વસંત વ્યાખ્યાન માળા :
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક વસંત વ્યાખ્યાનમાળા તા. ૧૬મી એપ્રિલથી તા. ૧૮મી એપ્રિલ સુધી એમ ત્રણ દિવસ માટે ચર્ચગેટ ખાતેના ઈન્ડિયન મરચન્ટસ્ ચેમ્બરના સભાગૃહમાં યોજવામાં આવી હતી. વિષય હતો - Post Election Scenario - ચૂંટણી પછીની પરિસ્થિતિ આ વ્યાખ્યાનમાળાના વક્તા હતા ગુજરાતના માજી મુખ્ય મંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ, ભારતીય જનતા પક્ષના મહામંત્રી ડૉ. મુરલી મનોહર જોશી અને જનતા દળના રાજ્યસભાના સભ્ય શ્રી જયપાલ રેડ્ડી.
કાર્યક્રમના પ્રારંભમાં સંઘના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહે સૌનું સ્વાગત કર્યું હતું અને આ વ્યાખ્યાનમાળાના આયોજન પાછળ રહેલો ઉદ્દેશ સમજાવતાં કહ્યું હતું કે જૈન યુવક સંઘ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી કે અમુક પ્રકારની નિશ્ચિત રાજદ્ગારી નીતિ પણ સંઘે અપનાવેલી નથી. સંધ તો મુક્ત અભિપ્રાયમાં માને છે. મુંબઈના શ્રોનાઓ માટે આ વ્યાખ્યાનમાળા દ્વારા એક મુક્ત વિચારમંચ પૂરો પાડવાનું કાર્ય સંઘ કરે છે.
શ્રી બાબભાઈ પટેલે મંગલદીપ પ્રગટાવીને આ વ્યાખ્યાનમાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રીમતી કોકિલાબહેન વકાણીએ કાર્યક્રમના પ્રારંભે પ્રાર્થના રજૂ કરી હતી. વ્યાખ્યાનમાળાના પ્રમુખશ્રી અમર જરીવાલાએ સૌનું સ્વાગત કર્યું હતું. ત્રણે દિવસના વ્યાખ્યાનોનો સંક્ષિપ્ત અહેવાલ નીચે પ્રમાણે છે :