________________
८
પ્રબ જીવન
ભારતને ભાંગી નાખવા હજી કેટલા જખમોની જરૂર છે ?
D વિજયગુપ્ત મૌર્ય
અમદાવાદ તા. ૧૭મી એપ્રિલના 'ટાઈમ્સ એફ ઈન્ડિયા'ના માત્ર પહેલા પાનામાં મુખ્ય સમાચારો ને શીર્ષકો નીચેના અર્થના હતાં.
* બિહારમાં રેલવે ટ્રેઈનમાં (ઉતારુઓથી ખીચોખીચ ભરેલા ડબામાં) ૧૦૦ ઉતારુઓ બળીને ભડથું થઈ ગયા.
* દિલ્હીની એક આગમાં સરદાર બજારની ૨૦૦ દુકાનો બળી ગઈ.
* દિલ્હીની એક બીજી આગમાં ગૌરવરૂપ આલીશાન વિજ્ઞાન ભવન બળીને ભસ્મીભૂત થઈ ગયું.
* પશ્ચિમ બંગાળની પ્રજાની જાનમાલની સલામતી માટે રાજ્ય સરકારની સૌથી વધુ ગંભીર ચેતવણી રેડ એલર્ટ) * સુરતમાં છરાબાજીમાં બે વધુ વ્યક્તિનાં મોત.
ગોરખપુર (ઉત્તર પ્રદેશ) રેલવેના પાટા પરથી સાત બોમ્બ સમયસર મળી આવતાં અમૃતસરથી મુંબઈ આવતી ઉતારુ ટ્રેન બચી ગઈ.
* કાશ્મીરમાં આઠ ત્રાસવાદી પક્ષોને ગેરકાયદે ઠરાવવામાં
આવ્યા.
ઉપરની ઘટનાઓ પૈકી દુર્ઘટનાઓનાં મથાળાં વાંચીને આઘાત લાગે છે તો આ દુર્ઘટનાઓનાં સવર્ણન સમાચારો વાંચવાથી કેટલી વ્યથા થતી હશે ચોવીસ ક્લાકમાં દેશને થયેલા બીજાં જખમોના સમાચાર આ અખબારનાં બીજા પાનાંઓ ઉપર વેરાયેલા હતા. તે બધું જોયા પછી વિચાર આવે છે કે આ રાંક દેશને ભાંગી નાખવા હજી કેટલા જખમો જોઈએ ? દેશના વિદેશી દુશ્મનો ઉપરાંત દેશની અંદર ગુનાહિત માનસ, ગુનાહિત બેદરકારી અને નાગરિક તરીકે ફરજ નહિ બજાવનારા અસંખ્ય માણસો છે કે જેઓ દેશની અને પ્રજાની જાન-માલની સલામતી ડગલેને પગલે ભયમાં મુકે છે.
ઉતારુઓથી ભરચક રેલ્વે ટ્રેઈનમાં ગેસસિલિંડરો ચઢાવવામાં આવેલ હોય કે ગુનાહિત બેદરકારીથી પોતાના સામાન તરીકે ચઢાવવામાં આવેલ હોય તો પણ બંને રીતે રેલ્વે તંત્રની અક્ષમ્ય બેદરકારી ગણાય કારણ કે ગેસ સિલિંડર કંઈ એવી ચીજ નથી કે કોઈનું ધ્યાન ન ખેંચાય. ભંગારમાંથી ગેસ સિલિંડરનો ભંગાર મળી આવ્યો હતો. સ્ફોટક પદાર્થો ઉતારુને રેલ્વેમાં લઈ જવા સામે કાયદામાં સખત મનાઈ છે.
રાજધાનીમાં સંસદગૃહ પાસે આવેલું વિજ્ઞાન ભવન દેશના ગૌરવરૂપ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર સંસ્થા અને ઈમારત છે. આગ લાગી તે દિવસે રાજ્યોની અને કેન્દ્ર સરકારની ગુપ્તચર અધિકારીની મહત્ત્વની પરિષદ હતી. જો આગ અલ્પ સમય વહેલી લાગ્યું હોત તો તેઓ તેમાં સપડાઈ ગયા હોત. અસાધારણ ઝડપથી વિશાળ વિજ્ઞાનભવન ભસ્મીભૂત થઈ ગયું એ જ દિવસે દિલ્હી સદર બજારમાં આગ લાગી તેમાં બસો જેટલી દુકાનો તેમના માલ-સામાન સહિત ખાખ થઈ ગઈ. તે દિવસે દિલ્હીમાં બીજી બે આગ લાગી અને બીજે અઠવાડિયે બીજી ચાર આગ લાગી જ્યારે શત્રુઓએ આકાશમાંથી બૉમ્બમારો કર્યો હોય એવો આ ખગનો દેખાવ હતો. શત્રુના ભાંગફોડિયા એજન્ટો ખુદ દિલ્હીમાં જ હતા.
પણ
8
તા. ૧૬-૫-૧૯૯૦
અઠવાડિયામાં આઠ જેટલી મોટી આગોમાં હજારો ઝૂંપડાં અને કેટલાક માણસો બળીને ખાખ ખઈ ગયું.
ત્રાસવાદીઓનું મીશન રેલવે ટ્રેનો, બસો અને ગિરીવાળા કે આગ ભભૂકી ઊઠે એવાં સ્થળો હોય છે. કાશ્મીરને પંજાબથી અને પંજાબને ભારતથી વિખૂટા પાડવાનું કાવતરું છે. જાણે કે સમગ્ર ઈશાન ભારતને બાકીના ભારતથી છૂટું પાડી નાખવામાં આવ્યું છે. પંજાબમાં તો રેલવે અને બસવ્યવહાર ઉપર એટલા બધા હુમલા થયા છે અને જાનમાલની એટલી બધી ખુવારી થઈ છે કે ગયા અઠવાડિયાના બનાવો નવા બનાવો પાછળ ઢંકાઈ જાય છે. ત્રાસવાદીઓની નીતિ દૂર સુધી ત્રાસ ફેલાવીને દેશની નૈતિક હિંમત ભાંગી નાખવાની છે. મુંબઈની ઉપનગરની ઉતારુ ટ્રેનમાં થયેલો બોમ્બધડાકો કેવો આતંક સર્જે છે તે તેનું દૃષ્ટાંત છે. દિલ્હીનાં અને મુંબઈનાં દુષ્કૃત્યો પોતાનું પરાક્રમ છે તેમ ત્રાસવાદીઓએ જાહેર કર્યું છે ત્યારે ભારતના ગૃહપ્રધાન શ્રી મુક્તી મોહમ્મદ તેમ માનતા નથી!
ભારતની એકતા અને સ્વતંત્રતા આપણે જાળવી શકીશું કે કેમ ? તેનો આધાર કાશ્મીર અને પંજાબની પરિસ્થિતિ થાળે પાડી શકીશું કે નહિ તેના ઉપર અવલંબે છે. આપણે એ ભૂલવું ન જોઈએ કે ભારત વિવિધ ધર્મો, જાતિઓ, ભાષાઓ, જ્ઞાતિઓ વગેરેમાં વહેંચાયેલો દેશ છે. અને જો કોઈ એક કે બે રાજ્યો વિસ્ફોટ કરીને અલગ થવામાં કે કેન્દ્રને નિર્બળ અને નિર્માલ્ય બનાવવામાં સફળ થાય તો બીજાં પણ કેટલાક રાજ્યો ભારતને ખંડિત કરતા અચકાશે નહિ. સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદનું સ્થાન પ્રાદેશિક રાજ્યના ભાષાકીય કે ધર્મના રાષ્ટ્રવાદમાં વહેંચાઈ રહેલ છે. કાશ્મીરના ત્રાસવાદીઓની લડત ધર્મના ધોરણે રચર્ચાયેલ કાશ્મીરી રાષ્ટ્રવાદ પર આધારિત છે. બધા કાશ્મીરી મુસ્લિમો પાકિસ્તાનમાં જોડાવા નથી માગતા. જો લોકમતમાં એવો વિકલ્પ આપવામાં આવે કે તમારે ભારતમાં રહેવું છે, પાકિસ્તાનમાં ભળી જવું છે. કે મુસ્લિમ બહુમતીવાળું સ્વતંત્ર કાશ્મીર જોઈએ છે ? તો કાશ્મીરીઓ સ્વતંત્ર મુસ્લિમ કાશ્મીર પસંદ કરે એવો સંભવ વધારે છે. કાશ્મીરી દુન (ખીણ)માં જે બીન મુસ્લિમો છે તેમાંથી હજારો કુટુંબોની સંખ્યામાં મુખ્યત્વે હિન્દુઓને હાંકી કાઢવામાં આવી રહ્યા છે.
એવું જ પંજાબમાં બની રહ્યું છે. અકાલી શીખોએ પંજાબને શીખ બહુમતીવાળું રાજ્ય બનાવવા અને હિન્દીભાષી હરિયાણાને જુદું રાજ્ય બનાવવા ફરજ પાડી તે પછી કોમી હુલ્લડો વડે પંજાબમાંથી હિન્દુઓને હાંકી કાઢવાની પ્રવૃત્તિ શરૂ થઈ અને પંજાબને બહુમતી શીખરાજ્ય બનાવી દીધું. હવે અલગતાવાદી શીખો સ્વ. મહમદઅલી ઝીણાની ભાષામાં કહે છે કે અમે હિન્દુઓથી જુદી પ્રજા છીએ. માટે અમને ખાલિસ્તાન જોઈએ છે.
કાશ્મીર અને પંજાબની નીતિ-રીતિનું અનુકરણ ઈશાન ભારતમાં થઈ રહ્યું છે. આસામ રાજ્યમાં આસામ સરકારનું શાસન નથી. બે વિદ્રોહી પક્ષોએ આસામની પરિસ્થિતિ પંજાબ અને કાશ્મીર કરતાં ખરાબ કરી નાખી છે. એક પક્ષનું નામ છે યુનાઈટેડ લિબરેશન • ફ્રન્ટ ઓફ આસામ. તેનો હેતુ ઈશાન ભારતમાં બીજાં રાજયો સહિત આસામનું સંયુક્ત - સ્વતંત્ર રાજ્ય રચવાનું છે અને તે બોમ્બ અને બંદૂકના જોરે મેળવવા માગે છે. અલગતાવાદીઓના અને વિશિષ્ટ