________________
તા. ૧૬-૪-૧૯૦
પ્રબુદ્ધ જીવન
આશીર્વાદ આપતા. અષભદાસજીના એક ધમનિષ્ઠ વડીલ મિત્ર મહારાજ સાહેબ પાસે ગયા હતા. પરંતુ ભીડને લીધે આધા ઊભા રહ્યા હતા. ભીડ ઓછી થાય અને વાત કરવા માટે એકાંત મળે તે માટે તેઓ રાહ જોતા હતા. કેટલીકવાર થઇ, પરંતુ ભીડ ઓછી થઈ નહિ. એવામાં મહારાજ સાહેબની દષ્ટિ એમના ઉપર પડી. એમને લાગ્યું કે આ ભાઈ મળવા માટે કયારના ઉસુક છે અને રાહ જેને દૂર ઊભા છે, એટલે એમણે પોતે જ સામેથી બૂમ પાડીને કહ્યું, ‘કેમ ભાઈ, આવો ! કંઈ કહેવું છે ?
‘હા, મહારાજ સાહેબ” એમ કહીને એ ભાઈ પાસે આવ્યા અને કહ્યું, ગુરુ મહારાજ, આપનાં વ્યાખ્યાનમાં નિયમિત આવું છું. હવે આપની પાસે એક બાધા લેવાની ધણા વખતથી મનમાં ભાવના થઈ છે.’
મહારાજ સાહેબે કહ્યું, “શાની બાધા લેવી છે?”
એ ભાઈએ કહ્યું, “મારે આપની પાસે દારા સંતની બાધા લેવી છે.”
મહારાજ સાહેબે કહ્યું, “ભાઈ તમે આ બાબતમાં બરાબર વિચાર કર્યો છે ને ? આ બધા મન, વચન અને કાયાથી લેવી એ કંઈ સહેલી વાત નથી. તમે હજુ યુવાન છો. ભવિષ્યને લાંબે વિચાર કરીને બાધા લેવી જોઈએ અને તેનું પાલન બરાબર કરવું જોઈએ. કહેવું સહેલું છે પણ કરવું ઘણું અઘરું છે. કથની અને કરણી વચ્ચે આભ જમીનનું અંતર હોય છે.'
એ ભાઈએ કહ્યું, “મહારાજ સાહેબ! મેં આ બાબતમાં ગંભીરતાથી પૂરેપૂરે વિચાર કર્યો છે. મારો નિશ્ચય કહે છે. મને જાવજીવની બાધા આપે.”
મહારાજ સાહેબે કહ્યું, ‘આવા કઠિન વિષયમાં જાવજીવની બાધા તરત ન અપાય. હું તમને ત્રણ વર્ષની બાધા આપું છું. ત્રણ વર્ષ પછી ફરી વધુ બાધા આપીશ.”
એ ભાઈએ આ પ્રમાણે પૂજ્ય મહારાજશ્રી પાસે હાથ જોડી ત્રણ વર્ષની બાધા લીધી, પરંતુ ક્રમે ક્રમે તેમાં ઉમેરતા જઈ પછીથી જાવજીવની બાધા લીધી. તેઓ ઋષભદાસજીને કહેતા કે પૂજ્ય મહારાજ સાહેબના સ્વમુખેથી બાધા લીધા પછી સંયમ માટેની તેમની રુચિ અને શ્રદ્ધા વધુ દઢ થઈ. ધંધામાં તેમની ઉત્તરોત્તર પૂબ ચડતી થઈ. તેમને ધર્માનુરાગ વળ્યો. તેમની ધનસંપત્તિ વધ્યાં. તેમનું આરોગ્ય હંમેશાં સારું રહેવા લાગ્યું અને આખા કુટુંબની બહુ ઉન્નતિ થઇ.
મેહનલાલજી મહારાજના ચારિત્રનો પ્રભાવ એટલો બધે હો કે આવી એક અજાણી વ્યકિત પણ તેમના પ્રભાવથી ઘણું સુખ પામી હતી.
વિ. સં. ૧૯૬૨નું ચાતુર્માસ મુંબઈમાં પૂરું થયું. મહારાજશ્રીની ભાવના મુંબઈથી વિહાર કરીને શત્રુંજય ગિરિરાજની તીર્થયાત્રા કરવાની હતી, પરંતુ હવે એમનું શરીર લથડ્યું હતું. ૭૯ વર્ષની જીવન યાત્રા પુરી કરીને ૮૦ વર્ષમાં તેઓ પ્રવેશી ચૂક્યા હતા. હવે મહારાજશ્રીને અવાજ પણ મંદ પડી ગયું હતું. એમનું વ્યાખ્યાન બધા લોકોથી ભરાબર સાંભળી શકાતું નહોતું. તેમ છતાં એમનાં વ્યાખ્યાનમાં ભારે ભીડ રહેતી, કારણ કે ઘણા લેકે તે માત્ર એમની અત્યંત પવિત્ર મુખ-મુદ્રાનાં દર્શન કરવાથી પણ ધન્યતા અનુભવતા હતા.
મુંબઈના સંઘની ભાવના એવી હતી કે મહારાજશ્રીને મુંબઈમાં જ સ્થિરવાસ કરાવો, કારણ કે કુલ નવ
- ચાતુર્માસ કરીને મુંબઈ ઉપર એમણે ઘણે મોટે ઉપકાર કર્યો
હતો. હજુ એમની પ્રેરણાથી સંધના અભ્યદય માટેની વિવિધ યોજનાઓનો અમલ કરવાની જરૂર હતી. પરંતુ મુંબઈથી વિહાર કરીને શત્રુંજય ગિરિરાજ તરફ જવાની મહારાજશ્રીની પ્રબળ ભાવનાને કારણે સઘના આગેવાને પણ વધુ આગ્રહ કરી શકતા ન હતા.
મુંબઇથી વિહાર કરીને મહારાજશ્રી સુરત પધાર્યા, પરંતુ સુરતમાં તેમની તબિયત વધુ બગડી હતી. તેઓ ગેપીપુરાની ઉપાશ્રયમાં હતા. હવાફેર માટે તેમને સુરતમાં અઠવા લાઈસેના, વિસ્તારમાં લઈ જવામાં આવ્યા. પણ બહુ ફરક પડ્યો નહિ. એટલે છેવટે ગોપીપુરાના ઉપાશ્રયે આવીને ફરી પાછા સ્થિર થયા. શૉંજયની યાત્રાની હવે શકયતા નહોતી એટલે લથડેલી તબિયતે પણ તેઓ ચેત્રી પૂનમના દિવસે કતારગામમાં સિદ્ધાચલની ટુંક જેવા જિનમંદિર યાત્રા કરી આવ્યા હતા
મહારાજશ્રી રવરોદયશાસ્ત્રના ઊંડા જાણકાર હતા. પિતાને અંતિમકાળ નજીક આવી રહ્યો છે તે તેમણે જાણી લીધું હતું. તેઓ સતત આત્મપયોગમાં રહેતા અને નવકારમંત્રનું રટણ કરતા. સંવત ૧૯૬૩ના ચત્ર સુદ-૧૧ના દિવસે કેશવરામ શાસ્ત્રી નામના જતિષતા એક જાણકાર સજજન મહારાજશ્રીને વંદન કરવા માટે આવ્યા હતા, મહારાજશ્રીએ શાસ્ત્રીજી સાથે કેટલીક વાતચીત કરી. એમાં બીજા દિવસે પતે દેહ છોડવાના છે એ મહારાજશ્રીએ ગર્ભિત નિર્દેશ પણ કર્યો. મહારાજશ્રીએ વરદય જ્ઞાનના આધારે જાણેલા પિતાના અંતિમ દિવસનું સમર્થન શાસ્ત્રીજી પાસેથી જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મેળવી લીધું. એ પછી મહારાજશ્રીએ તરત કેટલાંક પચ્ચકખાણ લઈ લીધાં. આવશ્યક ક્રિયાઓ કરી લીધી. સૌને ખમાવીને કાઉસગ્ગ ધ્યાનમાં તેઓ બેસી ગયા. બીજે દિવસે સવારે તેમણે દેવસૂર ગચ્છના એક યતિશ્રીને ઈશારાથી પિતાની પાસે બે લાવ્યા અને કહ્યું. જ અનિવાડ્યું છેવેિ વારિક જ્ઞા મુમિ દેવલ શુદ્ર જન માગો.’ યતિથી વિચારમાં પડી ગયા, પરંતુ મહારાજશ્રીની આજ્ઞા હતી. એટલે તેઓ તાપી નદીના તટમાં જઈ નદીના પુલ પાસેની જગ્યા પસંદ કરી, શુદ્ધ કરી અને ઉપાશ્રયમાં પાછાં ફર્યા. * *
પિતાને દેહ બપોરના સાડાબાર વાગે પડશે એવી ગણતરી મહારાજશ્રીએ કરી દીધી હતી એમણે પિતાના શિષ્યોને અને સંઘના આગેવાનોને બેલાવીને પિતાના ઉત્તરાધિકારી તરીકે પં. શ્રી હર્ષમુનિજી અને પં. શ્રી જશમુનિજીને જાહેર કર્યા સૌની સાથે ક્ષમાપના કરી લીધી, પછી તરત આત્મધ્યાનમાં તેઓ લીન બની ગયા. બરાબર સાડાબાર વાગે તેમણે દે છે. તેઓ કાળધર્મ પામ્યા તે સમયે અનેક લે કે ત્યાં એકત્ર થયા હતા. સૌની આંખમાંથી આંસુ વહેતાં, હતાં. એ પ્રસંગે ત્યાં હાજર રહેલા આગેવાનોએ શ્રી, મોહનલાલજી મહારાજ સ્મારક ફંડની જાહેરાત કરી અને તેને તે જ વખતે ઘણી જ મોટી રકમનું ફંડ નેંધાઇ ગયું હતું.
કાળધર્મ પછી મહારાજશ્રીની પાલખી પણ બહુ ભવ્ય નીકળી હતી. સુરતના બધી જ કામના હજારે કે તેમાં જોડાયા હતા. સુરતના પેલિસે અને સુરતમાં રહેલા લશ્કરને સૈનિકે પણ પિતાના બેન્ડ સાથે આ સ્મસ્યાનું યાત્રામાં જોડાયેટ હતા. તેમની પાલખી નદી કિનારે પહોંચી. ત્યાં એમના પાયિક દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું. એમને દેહ પંચમહાભૂતમાં ભળી ગયો.