________________
૧૪
પ્રબુદ્ધ જીવન " -
તા. ૧૬-૪–૧૯૯૦
આજ્ઞા હતી એટલે એ પ્રમાણે જ કરવું રહ્યું તેઓ પૂજાના કપડામાં ભૂખ્યા તરસ્યા જ સ્ટેશને પહોંચી ગયા. એક માણસને મેકલાવી ઘરેથી પોતાના કપડા અને જરૂરી વસ્તુઓ મંગાવી લીધી અને સ્ટેશન પર કપડાં બદલી તેઓ ગાડીમાં બેઠા. મુંબઈ આવીને તેમણે જોયું કે પોતાના ધંધામાં અચાનક જ મેટે લાભ થવા માંડે છે. ત્યાર પછી થેડા વખતમાં તે તેમણે મુંબઈમાં બહુ મોટી કમાણી કરી હતી. મહારાજશ્રીની વાણીમાં તેમને અજબનું જાદુ જણાયું હતું. '
મહારાજશ્રીની પ્રેરણાથી સુરત પાસે કતારગામમાં જીર્ણોદ્ધાર કરીને શત્રુંજયાવતાર જેવું જિનમંદિર થયું હતું. એની ભવ્ય પ્રતિષ્ઠા મહારાજશ્રીને હાથે જ્યારે થવાની હતી ત્યારે સવા લાખ માણસે ત્યાં આવ્યા હતા. એ સમયે કે વિધનસંતોષીએ ગોરા કલેકટરને ફરિયાદ કરી હતી કે આટલા બધા માણસે એકઠા થયા છે. એટલે ગંદકી ઘણી થઈ ગઈ છે. અને કોલેરા ફાટવાનો સંભવ છે. માટે પ્રતિષ્ઠાને કાર્યક્રમ અટકાવે. એથી કલેકટર જાતે ત્યાં તપાસ કરવા આવ્યા અને વ્યવસ્થા જઈ તથા મહારાજશ્રીને મળ્યા એટલે એમને ખાતરી થઈ કે કેલેરાનું જોખમ નથી. તેઓ પોતે પછી મહારાજશ્રીના વ્યાખ્યાનમાં બેઠા અને આનંદિત થયા હતા તેમણે લોકોને કહ્યું કે આવા પુણ્યશાળી મહાત્મા બિરાજતા હોય ત્યાં રોગચાળો ફાટે નહિ
મહારાજશ્રીનું ચારિત્ર અને એમનું વ્યકિતત્વ એટલું આકર્ષક હતું અને એમની વાણી એટલી સરળ, રેચક અને પ્રેરક હતી કે તે સાંભળીને માણસને વૈરાગ્યનાં ભાવ આવી જતા. મહારાજશ્રી જોરે ગુજરાતમાં પેથાપુરમાં હતા ત્યારે એમનાં વ્યાખ્યાને સાંભળવા અનેક લોકે આવતા. તે વખતે પેથાપુરના કેશવલાલ નામના કેઈ એક શ્રાવક બહારગામ ગયા હતા. તેઓ જ્યારે આવ્યા ત્યારે મિત્ર-સંબંધીઓએ મહારાજશ્રીનાં વ્યાખ્યાને સાંભળવા માટે ઉમટેલી મેદનીની વાત કરીને કહ્યું, “કેશવલાલ તમે ખરેખર એક સરસ અવસર ગુમાવ્યું.’ એ સાંભળી કેશવલાલને થયું કે મહારાજશ્રીની વાણી તે સાંભળવી જ જોઈએ, તપાસ કરતાં જાણવા મળ્યું કે મહારાજશ્રી તે પાટણ પહોંચ્યા છે. કેશવલાલ તરત પાટણ ગયા. ત્યાં મહારાજ શ્રીનાં વ્યાખ્યાને સાંભળતાં તેમને એવો વૈરાગ્યભાવ જાગે કે ત્યાં ને ત્યાં જ દીક્ષા લેવા માટે આગ્રહ રાખે. પાટણના સંઘે તરત દીક્ષા મહોત્સવની તૈયારી કરી અને કેશવલાલને દીક્ષા આપી મહારાજશ્રીએ એનું નામ કલ્યાણુમુનિ રાખ્યું હતું.
. એવી જ રીતે ભાવનગરમાં તારાચંદ નામના એક શ્રાવક મહારાજશ્રીનાં વ્યાખ્યાનમાં રોજ આવતા. વળી તેઓ બપોરે મહારાજશ્રી પાસે ઉપાશ્રયમાં બેસી સામાયિક કરતા અને બીજી ઘણી તપશ્ચર્યા કરતા. એક દિવસ તારાચંદ સાથે વાતચીત કરતાં મહારાજશ્રીએ રમૂજ કરીને વાત્સલ્યભાવે કહ્યું, “અરે, ભાઈ તારાચંદ ! તારે તે તારા નામ પ્રમાણે બીજાને તારવાનું કામ કરવું જોઈએ. એને બદલે તે તું ડૂબવાની વાત કરે છે.' પરંતુ આ વાકય તારાચંદ માટે મમવા બની ગયાં તે જ ક્ષણે એમણે મહારાજશ્રી પાસે દીક્ષા લેવા માટે બાધા લીધી અને ત્યારપછી મહારાજશ્રી વિહાર કરીને જયારે રતલામ પહોંચ્યા ત્યારે તેમની પાસે દીક્ષા લીધી એમનું નામ મહારાજશ્રીએ ‘તારમુનિ' રાખ્યું હતું. '
મુંબઈમાં મહારાજશ્રી ચાતુર્માસમાં બિરાજમાન હતા. ત્યારે શેઠ કેસરીચંદ ભાણાભાઈની પેઢીના પારસી મુનિમ રૂસ્તમજી પણ વ્યાખ્યાન સાંભળવા આવતા. તેમને પણ એટલે બધે ભાવ થયો કે મહારાજશ્રી પાસે દીક્ષા લેવાનું વિચાર્યું. પણ મહારાજશ્રીએ એમને સમજાવ્યું કે જૈન સાધુના આચાર તેમને માટે બહુ કઠિન રહેશે. માટે તેમણે કેટલાક વ્રત નિયમ ધારણ કરવાં અને જૈન સિદ્ધાંતને અભ્યાસ કરી તે પ્રમાણે ગૃહસ્થ જીવનમાં પણ ત્યાગ સંયમ ધારણ કરવાં.
મહારાજશ્રીના સંપર્કમાં આવેલા એવા કેટલાક શ્રાવકોએ, તે એમની પાસે દીક્ષા લીધી હતી, પરંતુ કેટલાક તે એવા પણ હતા કે જેમણે મહારાજશ્રીની વાત સાંભળીને એમની પાસે દીક્ષા લઇ પિતાનું જીવન ધન્ય બનાવવાનું મન થયું હતું. એ રીતે મહારાજશ્રીના શિષ્ય પ્રશિષ્યને સમુદાય ક્રમેક્રમે પાત્રીસથી વધુ થઈ ગયું હતું. (હાલ તેમના સમુદાયમાં પૂ. ચિદાનંદસૂરિ વગેરે સુરત અને અન્ય સ્થળે વિચરે છે.)
મહારાજશ્રીએ ગુજરાત અને રાજસ્થાનનાં લગભગ બધાં જ મહત્ત્વનાં તીર્થોની યાત્રા કરી હતી. ગુજરાતમાં બધે તેઓ વ્યાખ્યાને હિન્દી ભાષામાં આપતા હતા, પરંતુ એમની સરળ, મધુર ભાષા સૌને સમજાય એવી હતી. આમ પણુ જન સંઘેમાં વ્યાખ્યાનમાં સાધુ મહારાજની ભાષા અંતરાયરૂપ બનતી નથી. સાધુઓ પણ બેલચાલમાં સ્થાનિક ભાષા સરળતાથી અપનાવી લે છે. ભાષાની બાબતમાં જૈન સંઘનું વલણ હમેશાં ઉદાર રહ્યા કર્યું છે.
સં. ૧૯૪૧ માં જ્યારે મહારાજશ્રીએ પાટણમાં સાગરગ૭ના ઉપાશ્રયમાં ચાતુર્માસ કયું હતું. તે વખતે એમણે પાટણના જ્ઞાનભંડારે વ્યવસ્થિત કરાવ્યા હતા. તે સમયે સામાચારીને એક પ્રશ્ન ઊભું થયું હતું. મહારાજશ્રી * ખરતરગચ્છના સાધુ હતા, પરંતુ પાટણમાં તે લગભગ બધા જ તપગચ્છના શ્રાવકે હતા. એટલે સંધના આગેવાનોએ વિનંતી કરી કે અમને તપગચ્છની ક્રિયા કરાવશે?” સાધુ મહારાજ પોતાની સામાચારી સામાન્ય રીતે બદલે નહિ પણ મહારાજશ્રીએ કહ્યું, “હા, જરૂર ! મહાનુભાવો ! મુકિત તે ન ખરતરમેં હી ન તપગચ્છમે. મુકિત તે આત્મા મેં હ. જિસકે ક્રિયા કરી છે બેઠ જાઓ.' આમ પિતાની ખરતરગચ્છની સમાચારી છોડીને મહારાજશ્રીએ સંધના લાભાર્થે પિતાના માટે તપગચ્છની સામાચારી સ્વીકારી લીધી હતી. જે . એમણે જીવનના અંત સુધી ચાલુ રાખી હતી. - સં. ૧૯૫૭માં મહારાજશ્રી સૂરતમાં ચાતુર્માસ માટે બિરાજમાન હતા તે વખતે જ્યમ નામના એક જૈન ભાઇ જૈન દીક્ષા છેડીને ખ્રિસ્તી થઈ ગયા હતા. તે વખતે બુદ્ધિસાગરજી મહારાજે “જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મને મુકાબલો” નામનું પુસ્તક પ્રગટ કરીને જયમલના પ્રશ્નોના સચેટ જવાબ આપ્યા હતા મહારાજશ્રી તે વખતે યુવાન સાધુ બુદ્ધિસાગરજીના સંપર્કમાં આવ્યા હતા અને એમના પાંડિત્ય અને બુદ્ધિમત્તાથી પ્રભાવિત થયા હતાં અને બુદ્ધિસાગરજીને અભ્યાસમાં અગવડ કરી આપવા માટે સંઘને ભલામણ કરી હતી.
સૂરતમાં મેહનલાલજી મહારાજ બિરાજમાન હતા ત્યારે " ગોપીપુરામાં એક શ્રેષ્ઠી શ્રી મંછુભાઈના ઘરે રાખેલા ઘર