________________
તા. ૧૬-૩-૧૯૯૦
પ્રબુદ્ધ જીવન
માણસે સૌથી વિશેષ શું યાદ રાખવું જોઈએ?
| 'સત્સંગી
અંગ્રેજ નિબંધકાર રોબર્ટ લિડે તેમના એક હળવા નિબંધમાં લખ્યું છે કે આધુનિક માણસ ટેલિફોનના નંબર, મિત્રોનાં સરનામાં, અભિનેતાઓ અને અભિનેત્રીઓના, ક્રિકેટ અને ફટબોલના ખેલાડીઓની નામો વગેરે ઘણું ઘણું યાદ રાખી શકે છે. તેથી તેમને માનુષી સ્મૃતિની બિનકાર્યક્ષમતા કરતાં કાર્યક્ષમતા અંગે આશ્ચર્ય થાય છે. સૌ કોઈના અનુભવની વાત છે કે આપણે આપણો જીવનવ્યવહાર સ્મૃતિના આધારે સહજ રીતે ચલાવીએ છીએ. માણસ જે બાબતોમાં રસ લે છે તે તેને સહજ રીતે યાદ રહે છે અને કેટલીક બાબતો પ્રયત્નથી યાદ રહે છે. માણસની દિનચર્યા પોતાની રહેણીકરણી પ્રમાણે વ્યવસ્થિત ચાલતી રહે છે.
ઓરડાઓમાં પણ રાબેતા મુજબ વ્યવસ્થિત ગોઠવણી કે સજાવટ નિત્ય થતી રહેતી હોય છે. જમવાનું કે ઊંધવાનું ભુલાઇ ગયું એવું આપણે અપવાદરૂપ દાખલા સિવાય કોઈ પાસેથી સાંભળતા નથી. માણસની અદભુત યાદદાસ્ત પર ચાલતાં જીવનમાં એવી શી બાબત છે કે જે માણસને યાદ રહેતી નથી અથવા તેને તે યાદ કરવી અપ્રિયમાં અપ્રિય લાગે છે ? આ બાબત છે તેના પોતાના મૃત્યુની.
અહીં યુધિષ્ઠિર અને યક્ષના સંવાદનો પ્રસંગ સહેજે યાદ આવી જાય છે. યક્ષ યુધિષ્ઠિરને પૂછે છે, આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય શું છે?' યુધિષ્ઠિર જવાબ આપે છે, માણસ પોતાની આસપાસ અનેકને મૃત્યુ પામતાં જુએ છે, પરંતુ તેનું પોતાનું પણ એક દિવસ મૃત્યુ થશે એનું તેને ભાન નથી થતું એ આ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય છે. માણસને પોતાનું મૃત્યુ કેટલું અપ્રિય લાગે છે તે સંબંધમાં ભર્તુહરિ આ પ્રમાણે દર્શાવે છે :
જીવવાની ઇચ્છા અત્યંત પ્રબળ છે અને એ સ્વાભાવિક બાબત છે. મૃત્યુ શબ્દના ઉચ્ચારણ પ્રત્યે પણ માણસને નફરત થતી હોય છે. તેથી મૂદુ હૃદયવાળા અને નબળા મનના લોકો કોઈના મૃત્યુના બનાવનું વર્ણન કરવાનું આવે ત્યારે સીધીસાદી ભાષામાં તે મરી ગયો એમ કહેવાને બદલે જ્ઞાનતંતુઓને શામક લાગે તેવા શબ્દપ્રયોગો કરતા હોય છે જેવા કે, તેણે છેલ્લો શ્વાસ લીધો, 'તેણ દેહત્યાગ કર્યો. તેઓ આ નશ્વર દુનિયા છોડી ગયા, 'તેઓ સ્વર્ગવાસી થયા, વગેરે વગેરે. (જયાં માનવચક રીતે તેમ જ ધાર્મિક ભાવ બતાવવા માટે જે શબ્દપ્રયોગો થતા હોય એનો અહીં ઉલ્લેખ નથી.) મૃત્યુના ઉચ્ચારણથી જ માણસ ગભરાટ અનુભવે છે, તેવું સ્વપ્ન આવે તો માણસ ચીસ પાડીને બેઠો થઈ જાય છે. મૃત્યુનો કાલ્પનિક ભય માણસને બેહોશ બનાવી દે છે, તો પછી મૃત્યુની વિકરાળતા અસહ્ય હોય એ દેખીની બાબતે જ બને છે. તેમ છતાં પોતાના જીવનમાં સૌથી વિશેષ યાદ રાખવા જેવી કોઈ બાબત હોય તો તે પોતાનું મૃત્યુ છે એવી મારી રજૂઆત પ્રત્યે કોઇને ધુણા પણ થાય. આ ધૃણા સ્વાભાવિક છે, પરંતુ માનુષી જીવન તેની મરણાધીનતાને આધારે ચાલે છે અને તેથી સાચા સુખશાંતિ અને આનંદ મેળવવા માટે પોતાના મૃત્યુની સ્પષ્ટ, જીવંત સ્મૃતિ માણસને અત્યંત ઉપયોગી છે.
મૃત્યુ ગમે તેટલું બિહામણું કે વિરૂપ ગણાતું હોય તો પણ મૃત્યુની સ્મૃતિ રાખવાથી માણસના જીવનમાં અદભુત સપરિવર્તન પણ આવે. એમ કહેવાય છે કે મહારાષ્ટ્રમાં થઇ ગયેલા સંત એકનાથ પાસે-એક ભાઈ જીવન સુધારણા માટે માર્ગદર્શન માગવા આવ્યા. સંત એકનાથે તેમને કહ્યું 'સાત દિવસ પછી તારું મૃત્યું છે.' આ ભાઈ તો ડઘાઈ જ ગયા. પવિત્ર સંત એકનાથની આગાહી ખોટી હોઇ શકે જ નહિ એવું તેમના મનમાં ઠસાઇ ગયું. પરિણામે તેમના જીવનમાં રોજેરોજ સપરિવર્તન થવા લાગ્યું. સાત દિવસ થઈ ગયા, પરંતુ તેમનું મૃત્યુ થયું નહિ. તે ભાઇ. પાછા સંત એકનાથ પાસે આવ્યા. એકનાથે તેમને આવી મતલબનું કહ્યું, હવે તને માર્ગદર્શનની જરૂર છે ? મેં તો તારું જીવન સુધારવા માટે તને તારા મૃત્યુની બીક બતાવી હતી. આ સાત દિવસ દરમ્યાન તે જે જીવન રાખ્યું એ દિશામાં ચાલ્યો જા." મૃત્યુની જીવંત સ્મૃતિએ તે ભાઈનું જીવન સુધારી દીધું.
માણસ પોતાના મૃત્યુની વાત સતત. યાદ રાખે તો . તેને આવો વિચાર થાય. માણસ ખાલી હાથે આવે છે. અને ખાલી હાથે જાય છે. મારે પણ એક દિવસ છે જવાનું જ છે. આ કુદરતનો અટલ નિયમ છે. તો પછી 'આ ખાવું કે તે ખાવું, આ જોઇએ, તે જોઈએ એવું ' ' શા માટે ? જે હોય તે ચાલે. રાગ, માનાપમાન,
निवृत्ता भोगेच्छा पुरूषबहुमानो विगलितः । समाना : स्वर्याता सपदि सुहृदो जीवितसमाः शनैर्यष्टयोत्थानं धनतिमिररुद्ध ध नयने अहो धृष्टः कायस्तदपि मरणापायचकितः ॥
ભાઇને જીવન સાથલની
અર્થાત્ ભોગની ઇચ્છા ક્ષીણ થઈ ગઈ, હું પુરુષ છું તે પ્રકારનું અભિમાન ગળી ગયું, સમાન ઉંમરવાળા પ્રાણતુલ્ય મિત્રો સ્વર્ગે સિધાવ્યા, ધીમે રહીને લાકડીના ટેકાથી ઊઠવું પડે છે, બંને આંખોએ સજજડ મોતિયો ઊતર્યો છે. છતાં પણ આ ધૃષ્ટ કાયા મરણરૂપી વિપત્તિથી ડરીને ચોંકે છે !
આજે પણ માણસ વહેમભરી માન્યતાના આધારે આનંદમાં રહેતો હોય કે અદ્યતન તબીબી સારવારનો આશ્રય લેતો હોય તે બંનેમાં જે સ્પષ્ટમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે તે એ છે કે માણસની જિજીવિષા
ખાલી હાથે દિવસ માં