________________
- પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૧૯૯૦
=
કયાંક કહ્યાનું સ્મરણ
છે. એનું પરિશીલન કર્યું છે. રાજનીતિ કે અન્ય ક્ષેત્રે
આચાર્ય રજનીશે ક્યાંક કહ્યાનું સ્મરણ છે : જગતના પ્રથમ પંકિતના મહાપુરુષો ઇતિહાસમાં સ્થાન પામા નથી. ઇતિહાસપ્રસિદ્ધ મહાપુરુષ તો કાળના ગર્તમાં વિલીન થયેલા તત્વચિંતકોનું અનુસર્જન છે. એમનું વ્યકિતત્વ જગતને ઉપકારક નીવડયું છે. એટલા માટે કે જગતના ચિંતકોના ચિંતનના ચિંતન વ્યાપારને વફાદાર રહીને આવા અનુ-સર્જકોએ એનું સાચું અર્થઘટન કર્યું છે. ક્યાંય લોકપ્રિયતાને વશ, કીર્તિ અને લોકેષણાને વશ, પરિસ્થિતિને અનુરૂપ મૂળથી તદન 'વિરોધી એવું પણ અર્થઘટન કર્યું નથી. મૂળ
સિદ્ધાંતોને સંજોગાનુસાર સમજાવી એને પુષ્ટિ આપી છે, એનું પરિશીલન કર્યું છે. '
જીવન, ધર્મ, સમાજ અને રાજનીતિ કે અન્ય ક્ષેત્રે વર્તમાન સમયમાં પાંગરેલું નેતૃત્વ આ બધી બાબતોનું પરિવર્તન પામતા રહેલા સંજોગોને અનુરૂપ અર્થઘટન કરે છે તો ખરું, પરંતુ એમાં મૂળને વફાદાર રહેવાનું તત્ત્વ કેટલું ? સમૂહને એ દિશામાં વાળવાની ગંજાયશ., કેટલી ? લોકપ્રિયતાને ભોગે એવું કરવાની તૈયારી દર કેટલી ? એ સવા લાખ સુવર્ણ મુદ્રાનો પ્રશ્ન છે. તે .
મુનિ સેવા આશ્રમની મુલાકાત
*
,
2 અહેવાલ : ચીમનલાલ કલાધર
થી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ગત પર્યુષણ પર્વ દરમિયાન વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગોરેજ ગામે ચાલતા મુનિ . સેવા આશ્રમને સાપ કરવા માટે સંધ દ્વારા અપીલ કરવામાં આવી
હતી. જેના પ્રતિભાવરૂપે પાંચ લાખ રૂપિયાની રકમ નોંધાઇ હતી. 'સંધની પરંપરા અનુસાર દાતાઓ અને સમિતિના સભ્યો આ સંસ્થાની મુલાકાત લઈ શકે એ હેતુથી સંઘ દ્વરા મુનિ સેવા
આશ્રમની મુલાકાતનો એક કાર્યક્રમ રવિવાર, તા. જેથી માર્ચ, . ૧૯૦ના રોજ યોજવામાં આવ્યો હતો. - શનિવાર, તા. ૩જી માર્ચના રાત્રીના નેવું જેટલા ભાઈ બહેનો મુંબઈથી વડોદરા એકસપ્રેસ ટ્રેન દ્વરા રવિવારે સવારે વડોદરા પહોંચી ગયા હતા. વડોદરાથી પ્રથમ શ્રમમંદિરની મુલાકાત લઈ ત્યાથી બસ દ્વારા ગોરજ મુકામે મુનિ સેવા આશ્રમમાં સૌ આવી પહોંચ્યા હતા. મુનિ સેવા આશ્રમના સૂત્રધાર બહેની અનુબહેન ઠકકરે અને અન્ય આશ્રમવાસીઓએ સૌનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આશ્રમની સ્થાપનાને આજે દસ વર્ષ થર્યા અને આજનો દિવસ આશ્રમની સ્થાપનાનો દિવસ છે. બે મહિના પહેલા મુ. રમણભાઈએ જયારે ચોથી માર્ચની તારીખ મુલાકાત માટે લખી ત્યારે અમને આનંદ થયો કે કેવો સરસ યોગાનુયોગ છે કે આશ્રમના સ્થાપના દિને તમે બધ અર્થી પધારવાના છો આટલી મોટી સંખ્યામાં હજુ કોઈ સંસ્થાએ આશ્રમની મુલાકાત લીધી નથી. પ્રાકૃતિક સૌંદર્યથી સભર મુનિ સેવા આશ્રમની સ્વચ્છતા અને વાવસ્થા જોઈને સૌએ પ્રસન્નતા અનુભવી હતી. અહીં ચાલતા વિવિધ સેવાકાર્યમાં મંદબુદ્ધિની બહેનોની સંભાળનું કાર્ય જોઈને સૌ પ્રભાવિત થયા હતા. આ વિસ્તારના આદિવાસી બાળકોને અપાતું શિક્ષણ અને સંસ્કાર તેમજ બરાન મુકિતની આશ્રમ દ્વારા ચલાવાની ઝુંબેશની વાત જાણી સૌને આનંદ થયો હતો. અહીંની નાનકડી હોસ્પિટલ, ગાલીચાવણાટન્દ્ર, હાથશાળ, તેમજ આદિવાસી બાળકોની સંભાળ અને શિક્ષણ માટેના છાત્રાલયનું કાર્ય જોઈને સૌ પ્રસન્ન થયા હતા. ગુજરાતના જંગલ જેવા પછાત વિસ્તારમાં નંદવદન સમી આ સંસ્થાને વિકસાવવામાં સેવામૂર્તિ અનુબહેનને કેવી કેવી મુક્લી ઓનો સામનો કરવો પડયો હતો અને તેમ છન મૌની બાબાના આશીર્વાદથી આ સેવાકાર્યની પ્રવૃત્તિઓને કેવો વેગ મળ્યો હતો તેની વિગતો જાણવા મળી હતી.
આ પ્રસંગે આશ્રમવાસી નાનાં નાનાં બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. જૈન યુવક સંઘના પ્રમુખ ડે. રમણલાલ સી. શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગાંધીજીના ગ્રામ સ્વરાજયની
ભાવના અનુબહેન જેવી સેવા પરાયણ વ્યકિત અને તેમની આવી ઉત્કૃષ્ટ સંસ્થાઓ દ્વારા જ સાકાર કરી શકાય. દેશની આઝાદી પછી ગામડાંનો જેટલો વિકાસ થવો જોઈએ તેટલો થયો નથી અનુબહેનના પરિચયમાં આવતાં જ એમનામાં રહેલા વાત્સલ્યનો અનુભવ ઘાય. અનુબહેને અહીં એક મિશનરી પાદરીને શરમાવે એવું જબરજસ્ત કામ એકલા હાથે કર્યું છે. આ કામમાં એમની શ્રદ્ધનું બળ રહેલું છે. અનુબહેને એકલે હાથે જે કામ કર્યું છે તે જ પરથી સ્ત્રીશકિત કેટલું પ્રબળ કાર્ય કરી શકે છે તેની પ્રતીતિ થાય છે. ભારતનું ખરું ધન ગામડાઓ છે. અનુબહેન વરી ચાલતા ' આવા સરસ સેવાકાર્યોમાં સહભાગી થવાનું જૈન યુવક સંધને , સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે તેનો ખરેખર આનંદ છે.
" 'સંઘના મંત્રી શ્રી નિબહેન એસ. શાહે કહ્યું હતું કે શહેરી સંસ્કૃતિથી દૂર આવેલી આ સંસ્થા ખરેખર ભારતીય સંસ્કૃતિનું : સાચું દર્શન કરાવે છે. આ સંસ્થાને જેટલી સહાય કરીએ તેટલી ઓછી છે. સંઘની સમિતિના સભ્ય શ્રી ઉષાબહેન મહેતાએ જણાવ્યું હતું કે અહીંની પ્રવૃત્તિઓ જોઈને ગદગદીત થઈ ગઈ છું..
અનુબહેને જે પ્રેમ, વાત્સલ્ય અને સદ્ભાવથી અહિં શૂન્યમથી સર્જન કરી બતાવ્યું છે તે ખરેખર પ્રેરણા આપે તેવી ઘટના છે. એમના પર સંતોની અને પ્રભુની કૃપા છે. અને તેથી જ આવું સુંદર શ્રમ અહીં થઇ રહ્યું છે.
આ પ્રસંગે શ્રી નરેન્દ્રભાઈ ભાઉ, શ્રી સંતલાલ નરસિંહપુરા, શ્રી બંસરીબહેન પારેખ વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતા. તે આશ્રમની મુલાકાતે આવેલા સંધના સૌ સભ્યોને એવો સરસ ભાવ થયો હતો કે આપણી મુલાકાતની યાદગીરીમાં આપણે કંઈક કરવું ? '' જોઈએ. એ માટે બધાએ મળી આશ્રમ માટે રૂપિયા પંદર હજાર ! પ્રેમના પ્રતીક તરીકે નોંધાવ્યા હતા.
વડોદરા ખાતે સૌ મહેમાનોને અનાદિ માટેની, ચાહે . નાસ્તાની તેમજ બસ દ્વારા બધાને ગોરજ લઈ જવાની વ્યવસ્થાની.... જવાબદારી સંઘની સમિતિના સભ્ય શ્રી મત્તલાલ ભીખાચંદ શાહે ' તથા તેમના પુત્રી ચંદ્રિકાબહેન તથા જમા. શ્રી યોગેશભાઈ શાહે . " સંભાળી હતી અને તેઓએ આ બધી વવસ્થા ખૂબ જ સુંદર રીતે કરી હતી. જેથી સૌને સંતોષ થયો હતો.
, મુનિ સેવા આશ્રમની મુલાકાત લઈને પી સભ્યો વડોદરાથી મુંબઈ પાછા ફર્યા પરંતુ સૌના દિલમાં ગોજની આ સંસ્થા અને સેવામૂર્તિ અનુબહેન ઠકકરનું સ્થાન કાયમ પ્રસ્થાપિત થઈ ગયું હતું.