________________
તા. ૧૬-૩-૧૯૯૦
પ્રભુ જીવન
અનુસર્જકોનું ઉપકારક વ્યકિતત્વ
- પન્નાલાલ ૨. શાહ
ભાષા વિજ્ઞાનના અધ્યાપનની શૈલી વિષે એક સરસ પ્રસંગ છે. ભાષા વિજ્ઞાનના અ મનઅધ્યાપનની વાત આવે એટલે આપણા નાકનું ટેરવું ચડી જાય. શિક્ષિત વર્ગમાં પણ એ અંગે ભ્રામક માન્યતા : ભાષા વિજ્ઞાન એટલે વ્યાકરણની કડાકૂટ, એ માત્ર વ્યાકરણ નથી. ધ્વનિ અને ઉચ્ચારણથી.
માંડીને એના ભૌગોલિક પટા અને બોલી આદિનો એ
વૈજ્ઞાનિક અભ્યાસ છે. અનુસ્નાતક કક્ષાએ આ વિષયનું અધ્યાપન કરાવતા બે પ્રાધ્યાપકોની અધ્યાપન-રીતિ અને શૈલીના ભેદની એક રસિક વાત છે.
ભાષા વિજ્ઞાનના એક પ્રાધ્યાપક અસાધારણ વિદ્વાન, સ્કૉલર અને સંશોધક. એમના જેવા આ વિષયના ઊંડા અભ્યાસી બહુ જ ઓછા જોવા મળે એવી એમની આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગણના. અનુસ્નાતક કક્ષાએ આ વિષયનું તેઓ અધ્યાપન કરાવે, જેવા કે અધ્યયનશીલ અને પોતાના વિષયમાં પારંગત એવા એ અધ્યાપનમાં નિષ્ણાત નહીં. સિદ્ધાંત સમજાવવામાં વ્યાખ્યાતા તરીકે તેઓ નીવડેલા નહીં એવો એમને મહાવરો નહીં. એટલે સિદ્ધાંતની ચર્ચા વિદ્યાર્થીઓને શુષ્ક લાગે એ સ્વાભાવિક છે, એ વિદ્યાર્થીઓને ભાગ્યે જ સદે. એમને તો આ બધી કડાકૂટ માથાના દુ:ખાવા સમી જણાય.
આ વિષયના બીજા એક · પ્રાધ્યાપક. તેઓ આ વિષયના જ્ઞાતા ખરી. પરંતુ વિદ્વાન અધ્યાપક જેટલો આ વિષયનો એમનો ઊંડો અભ્યાસ નહીં. એમને આ વિષય અને એના સિદ્ધાંતો સરળતાથી, સોદાહરણ સમજાવવાની કળા હાથવગી વિદ્યાર્થીઓને બરાબર સહેલાઇથી ગળે ઊતરી જાય એ રીતે તેઓ અધ્યયન કરાવે. આ અધ્યાપકને ક્યારેક શંકા થાય, સિદ્ધાંતની કોઇ અટપટી બાબતોમાં કે વિરોધાભાસમાં પોતાના મનનું કે વિદ્યાર્થીના મનનું સમાધાન ન થાય તો પે'લા વિદ્વાન પ્રાધ્યાપકનો સંપર્ક સાધે. એમની પાસેથી બધું બરાબર સમજી લે અને એ સમજણને વિદ્યાર્થીવર્ગ સ્વીકારી લે એવી રસાળ શૈલીથી અને વાસ્તવિક ઉદાહરણોથી આવી ક્લષ્ટ લાગતી બાબતોનું અધ્યાપન તેઓ કરાવે. એટલે આ અધ્યાપક વિદ્યાર્થીપ્રિય. સર-સ ભણાવે એવી એમની પ્રતિષ્ઠા
કોઇ એક પ્રસંગે કેટલાક વિદ્યાર્થીઓએ આવા વિદ્યાર્થીપ્રિય અધ્યાપકને કહ્યું: 'સર, આપ બહુ સારું ભણાવો છો. આ જ વિષયના પેલા પ્રાધ્યાપક તો શું ભણાવે છે એ જ તો અમને સમજાતું નથી. પોતે પણ સમજતા હશે કે કેમ એ પણ અમારે મન એક પ્રશ્ન છે.' વિદ્યાર્થીઓના આવા પ્રત્યાધાતથી પળભર તો આ અધ્યાપક અવાક થઇ ગયા. પણ બીજી જ ક્ષણે એમણે કહ્યું: 'એ પ્રાધ્યાપક તો મારા ગુરુ છે. એમના જેટલી
rk 1 -::
વિદ્વત્તા અને અધ્યયનશીલતા મારામા નથી. મને કોઇ બાબત સમજાતી ન હોય તો હું એમની પાસેથી સમજીને તમને સમજાવું છું. એક સંશોધક તરીકે તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. હા, એટલું ખરું કે હું તમને બર્માને કદાચ સરળ ભાષામાં, તમને રુચે એવી શૈલીમાં શીખવું છું. સંશોધક હંમેા સારું અધ્યાપન કરાવી શકે અને સારું શીખવતા અધ્યાપક સાચા સંશોધક હોય એવું બનતું નથી. બન્ને પ્રતિભા એક વ્યકિતમાં હોય તો સારું. સાચું મૂલ્ય તો સાચા સંશોધક, સ્કૉલરનું જ છે. વિદ્યાર્થીપ્રિય મારા જેવા પ્રાધ્યાપકનું મૂલ્ય વર્ગ પૂરતું મર્યાદિત છે, જયારે વર્ગ બહાર સારાયે વિશ્વમાં સંશોધકનું આગવું સ્થાન છે.' વિદ્યાર્થીપ્રિય અધ્યાપક મૂળ સિદ્ધાંતનું વફાદાર રહીને અધ્યાપન કરાવે ત્યાં સુધી કશું જોખમ નથી, પરંતુ વિદ્યાર્થીપ્રિય થવાના લોભમાં મૂળને વફાદાર ન રહે તો એમાં મોટું જોખમ છે.
* *
દ્રષ્ટાંતકથાઓ, રૂપકથાઓ કે પ્રેરણાદાયી પ્રસંગોનું એક સુખ છે. એનું અર્થઘટન જુદા જુદા ક્ષેત્રોને અનુરૂપ પણ થઇ શકે. આચાર્યશ્રી જયેન્દ્ર ત્રિવેદીએ આ અંગે એક સરસ વાત કરી છે. એમણે કહ્યું છે : રૂપકકથાઓ અને દ્રષ્ટાંતકથાઓ સાંભળનાર } વાંચનાર એની પોતપોતાની સમજણ કે કક્ષા કે તાત્કાલિક મન:સ્થિતિ પ્રમાણે અર્થ લઈ શકે છે. તદનુસાર ઉપરના પ્રસંગનું અર્થઘટન હું એક રીતે કરું. આ લેખ વાંચનાર કદાચ એથી જુદું અર્થઘટન પણ કરે. પે'લા વિદ્વાન, સ્કૉલર અને સંશોધન કરનાર પ્રાધ્યાપક જેવી પ્રથમ કક્ષાની વ્યકિતઓ જીવનનું સર્વાંગી દર્શન કરે. એ દર્શન પરથી જીવનની તાત્ત્વિક અને સાત્ત્વિક બાબતો સારરૂપે તારવે. મોટે ભાગે આવી વ્યકિત અંતર્મુખ હોય. એટલે જાહેરમાં એનું પ્રરૂપણ કે નિરૂપણ ન કરે. કદાચ કરે તો ગ્રહણ કરનારની કક્ષા એટલી ઊંચી ન હોય તો ઉપરના પ્રસંગમાં રજૂ કરેલ વિદ્યાર્થીઓના પ્રત્યાઘાત જેવો પ્રત્યાઘાત જનસમુહનો આવે. લોકપ્રિય શૈલીમાં ઉપદેશક, લેખક, સર્જક કે અધિકારી વ્યકિત એની રજૂઆત એવી સરસ રીતે કરે કે એ હૈયા સોંસરવી ઊતરી જાય. એમની રજૂઆત પણ મૂળને વફાદાર હોય. આ બાબત જીવનના દરેક ક્ષેત્રને લાગુ પાડી શકાય એટલી સક્ષમ છે. પરિવર્તન પામતા જીવન અને સમાજને અનુરૂપ એનું અર્થઘટન કરી શકાય, મહાપુરુષોની તત્ત્વ-સત્ત્વશીલ બાબતોના મૂળતાને બદલે માત્ર ચોકઠાંને વળગી રહેવાથી પરિવર્તન પામતા જીવનમાં એ બંધબેસતી લાગતી નથી. ગાંધીજીના સિદ્ધાંતોનું અવમૂલ્યન કરવામાં આ રીતે આપણો ફાળો નાનોસૂનો નથી.
7