Book Title: Prabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 45
________________ તા. ૧૬-૩-૧૯૯૦ : : પ્રબુદ્ધ જીવન .', ' ', લોકશાહીમાં ચૂંટણી પ્રથાની આ એક મોટી ત્રુટિ છે. કેટલીક સંસ્થાઓમાં અને સરકારી કે અર્ધ સરકારી સમિતિઓમાં પ્રેફરન્સ વોટિંગની પ્રથા હોય છે. એવી પ્રથા જ હોય તો સાચા પ્રતિનિધિનું માપ બરાબર નીકળી શકે. પરંતુ આટલા મોટા દેશમાં કરોડો લોકો જયાં અશિક્ષિત છે, ત્યાં પ્રેફરન્સ વોટિંગની કે સૈમિફાઇનલ વોટિંગની પ્રથા દાખલ કરવી સરળ નથી.. ચૂંટણીમાં ઉમેદવારને પોતે લોકોના હૃદયમાં કેટલું સ્થાન મેળવ્યું છે તેનું માપ કાઢવાની તક મળે છે. ગુમ , મતદાનની પ્રથા માણસના મને ભાંગી નાખે છે. પોતે પોતાની જાતને બહુ મોટા અને લોકપ્રિય તરીકે ઓળખાવતા હોય અને પોતે એમ માનતા હોય એવા ઉમેદવારો જયારે ચૂંટણીમાં લોકોના હાથે ખરાબ રીતે પરાજિત થાય છે ત્યારે તેમની આંખો ઊઘડે છે. ઉમેદવારોની લોકપ્રિયતાનું બેરોમિટર કાયમ માટે એક સરખો આંક બતાવી ન શકે. આજનો અત્યંત લોકપ્રિય ઉમેદવાર વખત જતાં લોકોની નજરમાંથી ઊતરી પણ જાય છે. એક વખત જંગી બહુમતીથી લોકોએ જેને જીતાડયો હોય તેવા ઉમેદવારને બીજીવાર લોકો એટલા જ જોરથી નીચે પછાડે છે. પછાડેલા ઉમેદવારને પ્રજા ફરી કયારેક પાછી ઊંચે પણ ચડાવે છે. લોકમત પોતાની તરફેણમાં છે એવો કાયમ વિશ્વાસ રાખી શકાય નહિ.' લોકમત હંમેશાં સાચો, પ્રામાણિક અને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાવાળો હોય છે એમ માનવું તે પણ ભૂલભરેલ છે. લોકમતને લલચાવનારી ભયસ્થાનો ઘણો હોય છે. ચૂંટણીનું ચક આપણે ધારીએ તેના કરતાં વધુ વિષમ છે. લોકમાનસને કયારેક સમુદ્રની ઉપમા આપવામાં આવે છે. સમુદ્ર પણ ક્યારેક વિચિત્ર વર્તન કરે છે. એમ કહેવાય છે કે સમુદ્ર સાચા, કીમતી અને ભારે રત્નોને નીચે ડૂબાડી રાખે છે અને હલકા કચરાને પોતાની સપાટી ઉપર તરતો રાખે છે. લોકો પણ કેટલીક વખત ચૂંટણી દરમિયાન સાચા, પ્રામાણિક, નિધ્ધવાળા, ધર્યદક્ષ કે કુશળ વહીવટકર્તા એવા સારી લાયકાતવાળા ઉમેદવારને હરાવી દે છે. અને કચરા જેવા ઉમેદવારને જીતાડી દે છે. એટલે ચૂંટણી એ સાચી લોકપ્રિયતાનો માપદંડ છે અથવા સાચી, વહીવટી કુશળતાનો માપદંડ છે. એમ હંમેશા કહી શકાશે નહિ. એટલા માટે જ કેટલાક ડાહ્યા લોકસેવકો ચૂંટણી દ્વારા પોતાનું માપ કઢાવવાની ચેષ્ટા કરવા - ઇચ્છતા નથી હોતા. કેટલાક સફળ ઉમેદવારો બે ત્રણ ચૂંટણી સુધી ફાવી : જાય છે. કામ પણ સારુ કરે છે. પણ પછી પોતાની વધતી જતી ઉંમર અને ધટતી જતી શકિતનો જલદી સ્વીકાર કરી શકતા નથી પરંતુ પ્રજા પોતે તેને ઘરે બેસાડી દે છે. સારા ઉમેદવારો પોતાની ચડતીના કાળમાં જ સ્વમાનભેર રાજકારણમાંથી નિવૃત્તિ લઇ ઘરે બેસી જાય તો લોકો તેનું વધારે ગૌરવ કરે છે. ભારત એટલો વિશાળ દેશ છે કે તેમાં જયાં સુધી આ લોકશાહી પદ્ધતિએ ચૂંટણી થતી રહેશે ત્યાં સુધી ભાષા, ધર્મ, કોમ, જ્ઞાતિ, વ્યવસાય વગેરેના ધોરણે મતદાન રહ્યા કરશે. પ્રજાનું કામ સારી રીતે કરી શકે એવા યોગ્ય ઉમેદવારને છોડીને કેટલાય લોકો પોતાના “ધર્મના કે શાતિના ઉમેદવારને મત આપવાનું પસંદ કરશે. માત્ર અશિક્ષિતોમાં જ નહિ સુશિક્ષિતોમાં પણ આવી લાગણી રહે છે. ઉમેદવારો પણ સંપ્રદાયિકતાની કે ભાષાવાદની વિદ્ધ વાત કરતા હોય, છતાં ભાષા કે સાંપ્રદાયિકતાના ધોરણે મત મળતા હોય તો તે મેળવવા રાજી થઈને પ્રયત્ન કરે છે. ચૂંટણીમાં વિદ્ધ માન્યતાવાળા ઉમેદવાર કે પક્ષ સાથે જોડાણ કરાવાય છે. જુદા જુદા ધર્મ કે જ્ઞાતિના આગેવાનો પાસે તે તે પ્રકારની છાપાઓમાં અને સભાઓમાં અપીલ કરાવાય છે. ચૂંટણીનું તંત્ર જ એવું છે કે માત્ર ભારતમાં જ નહિ દુનિયાના બધા દેશોમાં મોટા મોટા પ્રતિષ્ઠિત ઉમેદવારોની સિક્વંતનિષ્ઠ તે પ્રસંગે વ્યવહારુ બની 972 8. There is nothing unfair in Elections - એવું એટલા માટે જ કહેવાય છે. ભારત જેવા વિશાળ દેશમાં આ બધા પરિબળો ભારતીય લોકશાહી ઉપર હજુ વર્ષો સુધી પ્રભાવ પાડતી રહેશે.. ભારતમાં જયાં સુધી ગરીબી છે ત્યાં સુધી પૈસા આપીને મત ખરીદવાનું દૂષણ ચાલ્યા જ કરશે. મત આપનાર ગરીબ નાગરિકોને અમુક ઉમેદવાર તરફથી રોકડ રકમ કે વાસણ વગેરે કોઈ ચીજ વસ્તુઓની ભેટની લાલચ અપાય છે. એ રીતે ઉમેદવાર દ્વારા ગરીબોના મત ખરીદ્યય છે. કેટલાંક વિસ્તારોમાં ગરીબોના નાનાં નાનાં જૂથોના ઉપરીઓ કે નાના ગામોના સરપંચો એવા માથાભારે હોય છે કે પોતે ધારે તેને જે તે વિસ્તારના ગરીબ લોકોએ મત આપવો પડે છે. બીજાને મત આપવા જતાં તેના જાનનું જોખમ થાય છે. એક બાજુ લોભામણી લાંચ અને બીજી બાજુ સજાનો ડર એ બેની વચ્ચે ગરીબ માણસો પહેલો વિકલ્પ જ પસંદ કરે એ સ્વાભાવિક છે. જે લોકોએ ઉમેદવારને જોયા નથી, તેના વિશે કશું જાણતા નથી, તેની ઉમેદવારીનો કયો પક્ષ છે અને તે પક્ષ સાથે ક્યા સિદ્ધાંતો સંકળાયેલા છે તેના વિશે પણ કશું જાણતા ન હોય તેવા લોકો દ્વારા અમુક નિશાની ઉપર સિક્કો મરાવીને અમુક ઉમેદવારને મત અપાવીને વિજયી બનાવવાનું હજુ પણ ચાલ્યા કરે છે. જ્યાં સુધી ગરીબી છે ત્યાં સુધી આ દૂષણ તો રહેવાનું. ચૂંટણીનો દિવસ જેમ નજીક આવતો જાય તેમ વાતાવરણમાં ગરમી પેદા થતી જાય છે. ચૂંટણીના ઉમેદવારો પોતાની અને પોતાના પક્ષની યોગ્યતા વિશે અને કાર્ય તથા ધ્યેય વિશે જાહેર પ્રવચનોમાં રજુઆત કરે ત્યાં સુધી સામાન્ય રીતે બીજા ઉમેદવાર અને પક્ષને વાંધો ન હોવો જોઈએ. જયારે કોઈ પણ ઉમેદવાર કે પક્ષને પોતાની ઓછી લાયકાતને કારણે ઓછા મત મળવાનો સંભવ લાગે છે ત્યારે તે ચૂંટણી પ્રચારમાં બીજા ઉમેદવાર અને પક્ષ ઉપર સાચો કે ખોટો પયુકત પ્રહાર કરે છે. તેઓ કહે છે, 'Since we cannot match it, let us take our revenge by abusing it, usg wulgi જયારે થાય છે ત્યારે તેનો પ્રતિકાર થયા વગર રહેતો નથી. આ પ્રતિકાર શબ્દયુદ્ધમાંથી મુષ્ટિયુદ્ધમાં પરિણમે જિા ઉમેદ, લાગે છે જાગરણ ચી કે ખોટો ,

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178