________________
(2)
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૧૯૯૦
બિન આવડત, સ્વાર્થ, પક્ષાપક્ષી, ભતા વગેરેને કારણે લોકોના પ્રેમાદરને જલદી ગુમાવી બેસે છે. ક્યારેક તો લોકોના પ્રેમથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ થોડા જ વખતમાં એ જ લોકોના ધિક્કારને પાત્ર બની જાય છે. સત્તા પચાવવી એ સહેલી વાત નથી. સત્તા કાચા પારા જેવી છે. પચાવતાં ન આવડે તો ફૂટી નીકળે છે. સત્તા વાપરતાં આવડે તો તે માણસને દુ:ખી કરી નાખે છે. અંગ્રેજીમાં જે કહેવાયું છે તે સાચું $} All powers corrupt and absolute power corrupts absolutely.
ભારતમાં તાજેતરમાં યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીઓમાં આઠ રાજયો અને કેન્દ્ર શાસિત પોંડીચેરીમાં દોઢ હજારથી થોડી વધુ બેઠક્ટ માટે એકવીસ હજારથી વધુ ઉમેદવારો ઉભા રહ્યા હતા. આ બધા ઉમેદવારોમાંથી ઓગણીસ હજારથી વધુ ઉમેદવારો પરાજિત થયા છે. હજારોની સંખ્યામાં ઉમેદવાર ઊભા રહે અને હજારોની સંખ્યામાં ઉમેદવારો પરાજિત થાય એ એક દૃષ્ટિએ જાગૃત લોકશાહીની નિશાની છે. તો બીજી દષ્ટિએ તે પ્રજાનાં શક્તિ અને સાધનનો નિરર્થક દુર્ભય છે. પરાજિત થયેલા ઉમેદવારોના પ્રતિભાવોનું જો પૃથકકરણ કરીએ તો કેટલાક ઉમેદવારોને પોતાના પરિણામ માટે સાચો કે ખોટો અસંતોષ વ્યક્ત કરવાનું કારણ મળી રહે છે. આપણા દેશમાં બનાવટી મતદાન - Bogus Voting ધાકધમકીથી કરાવતું મતદાન, પૈસા આપીને કરાવાયેલું મતદન અને બૂથનો કબજો લઈને અમુક વ્યક્તિઓએ બધાંના વતી કરી નાખેલું મતદાન-વગેરે પ્રકારના આક્ષેપો સામાન્ય બની ગયા છે. મત ન આપવા જનાર લોકોની ઉદાસીનતા માટે પણ પરાજિત ઉમેદવારો કડક પ્રહારો કરતા હોય છે. આ બધી ત્રુટિઓની બાબતને લક્ષમાં લેતાં ચૂંટણી અને મતદાનની પ્રથામાં હજુ ઘણા ફેરફારો કરવાની આવશ્યકતા છે એમ લાગ્યા વગર રહેશે નહિ.
આ વખતે લોકસભાની ચૂંટણીઓમાં અને આઠ રાજયોની ધારાસભાઓની ચૂંટણીઓમાં ઊભા રહેનાર મહિલા ઉમેદવારોની સંખ્યા ઘણી ઓછી હતી. અને તેમાં પણ ચૂંટણીમાં જીતનાર મહિલા ઉમેદવારોની સંખ્યા ઘણી જ અલ્પ પ્રમાણમાં રહી છે તે બાબત વિચારણીય છે. ભારતમાં સ્ત્રી કેળવણીનું પ્રમાણ વધતું. જાય છે અને વિવિધ જાહેરક્ષેત્રોમાં મહિલાઓ જે રીતે સફળતાપૂર્વક કાર્ય કરે છે તેમ જ વિવિધ સરકારી કચેરીઓ, શાળા - કોલેજો, હોસ્પિટલો, વિમાન સેવા, રેડિઓ, દૂરદર્શન વગેરેમાં જે રીતે મહિલાઓ કામગીરી બજાવે છે તે જોતાં આપણી લોકસભામાં અને ધારાસભાઓમાં મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ મળવું જોઈતું હતું. એ નથી મળ્યું તો તેના કારણોની બાબતમાં વિવિધ રાજદ્વારી પક્ષોએ આત્મખોજ કિરવાની જરૂર છે. ભારતની નારી શતિ વિશ્વભરમાં ગૌરવ લઈ શકે એટલી તેજસ્વી છે. એને યોગ્ય અવકાશ રાજદ્વારી ક્ષેત્રે મળે તો તે ભારતની લોકશાહીને માટે શોભારૂપ અને ગૌરવરૂપ છે. ભારતમાં રાજદ્વારી ક્ષેત્ર એટલું નિરામય હોવું જોઇએ.
કે મહિલાઓને ઉમેદવાર તરીકે ઉભા રહેવામાં લોભ ન થવો જોઇએ.
ધારાસભાની ચૂંટણીઓમાં ઉમેદવારોની સંખ્યા એકવીસ હજારથી વધુ થઈ તેનું કારણ અપક્ષ ઉમેદવારોની સંખ્યા છે. ભારતમાં ચૂંટણીમાં દરેક રાજયમાં કેટલાક સારા, સાચા યોગ્ય અપક્ષ ઉમેદવારો ચૂંટાઈ આવે છે, અને પક્ષપાતી ઉમેદવાર કરતાં અપક્ષ ઉમેદવાર સારો હોય છે, તેમ છતાં એકંદરે તો અપક્ષ ઉમેદવારોની ઊભા રહેવાની બાબતને કેટલીક અપેક્ષાએ દૂષણ તરીકે જ ઓળખાવી શકાય. પ્રત્યેક નાગરિકને ચૂંટણીમાં ઊભા રહેવાની સંપૂર્ણ હક્ક છે. તેમ છતાં કોઈ પણ નાગરિકને સરકારને ખોટો ખર્ચ કરાવવાનો અને લોકોને ખોટી અગવડમાં મૂકવાનો હક્ક ન હોવો જોઈએ. ગરીબમાં ગરીબ માણસ પણ ચૂંટણીમાં ઊભો રહી શકે એ સિદ્ધાંતની દષ્ટિએ સાચું છે, તો પણ કેટલીક એવી મર્યાદાઓ કરવી જોઇએ કે જેથી માત્ર તમાશા ખાતર, પ્રસિદ્ધિ ખાતર કે અમુક મતમાં ફટફટ પડાવવા ખાતર ઊભા રહેનારા ફાલતું ઉમેદવારોને જો અમુક સંખ્યામાં મત ન મળે તો તેઓ માત્ર ડિપોઝીટની રકમ ગુમાવે એટલું જ બસ નથી. તેમને કંઈક શિક્ષા થવી જોઇએ ચૂંટણી માટે ડિપોઝીટની રકમ પણ હવે વધુ મોટી હોવી જોઇએ. અને નિશ્ચિત કરેલા મત સંખ્યાના જુદા જુદા સ્તર પ્રમાણે ડિપોઝીટની રકમ કપાવી જોઇએ. માત્ર પોતાના સગા સંબંધીઓનાં બસો ત્રણસો મત મેળવનારને આ પ્રકારની કંઈક દંડની સજા થવી જોઇએ કે જેથી કરીને તેવા ઉમેદવારો અનધિકાર પેણ કરીને પ્રજાના અને સરકારનાં સમય અને સાધનનો દુર્વ્યય ન કરે. અયોગ્ય અપક્ષ ઉમેદવારો લોકશાહીની પ્રક્રિયાને પોષે છે એમ કહેવા કરતાં તેને વધુ હાનિ પહોંચાડે છે એમ કહેવું જ વધારે વ્યાજબી ગણી શકાય.
ચૂંટણી પદ્ધતિ એક બાજુ જેમ અનિવાર્ય છે તેમ બીજી બાજુ ઉમેદવાર ને માટે, પક્ષને માટે અને સરકાર કે રાષ્ટ્રને માટે તે ખર્ચાળ પણ છે. ભારતમાં પ્રતિવર્ષ ઉમેદવારોનો ચૂંટણી ખર્ચ વધતો જાય છે. જો પોતાના જ પૈસે ચૂંટણી લડવાનું હોય તો શ્રીમંત માણસોને પરવડી શકે એવું ચૂંટણી ખર્ચ થતું જાય છે. પ્રચાર માધ્યમો વધ્યા છે. પ્રચારનાં બીજાં સાધનો પણ વધ્યાં છે. એના લીધ હરિફાઇમાં કોઈપણ ઉમેદવારને પાછળ રહેવાનું ગમે નહિ. પરવડે પણ નહિ. એટલે તેને ખર્ચ કરવું જ પડે છે. પક્ષ તરફથી તો બધાંને અપાતી રકમ બહુ મોટી હોતી નથી. એટલે ઉમેદવારે પોતે જ આમતેમથી નાણાં ભેગા કરવા પડે છે. એવે વખતે જ સગાઓ, સંબંધીઓ, મિત્રો વગેરેની કસોટી થાય છે. કેટલાક આઘા ખસી જાય છે, તો કેટલાક લાલચથી દોડી જઇ મોટી સહાય કરે છે, એવી આશાએ કે તે વ્યક્તિ જો પ્રધાન બનશે તો પોતે આપેલી રકમ કરતાં પાંચ દસ ગણો વધુ ફાયદો ઉઠાવી લેવાશે. કોઇક સમિતિ કે કમિશનમાં સ્થાને મળશે. કેટલાક મોટા ઉદ્યોગપતિઓ ચૂંટણી વખતે અમુક ઉમેદવારની પડખે આવી જાય છે. અને મોટી રકમનો એક દાવો ખેલી
(વધુ પૃષ્ઠ - ૧૨ ઉપર)
પદની બાબતને, કરતા હોય છે, પરજિત
કના છે એ હજધાનો ટા બધી