________________
૧૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૧૯૦
વિધિ
જ પ્રચલિત
બદલે ૩૦
एसो पंचणमोयारो सम्वपावप्पणासणो।
मंगलेसु य सप्वेसु, पढमं हवनि मंगलं ॥ આ ગાથા દિગમ્બર શાસ્ત્રોમાં છે. અને તેમની પૂજનવિધિમાં પણ આવે છે. આમાં દૃવરિ છે જે ઉપરથી હૃવ થાય -અને તે વધુ પ્રચલિત છે. અને તેમાં છેલ્લા પંદમાં ૯ અક્ષર છે એટલે આ શ્લોકના ૩૨ ને બદલે ૩૩ અક્ષર થાય છે.
નવકારમંત્રમાં ચૂલિકા અનુટુપ છંદમાં છે. અને અનુષ્ટ્રપ છંદમાં પ્રત્યેક ચરણ આઠ અક્ષરનું હોય છે. એ રીતે ચૂલિકાના ચાર ચરણના ૩૨ અક્ષર થાય. એટલે છેલ્લા ચરણમાં હોદ્દ લઈએ તે ૩૨ અક્ષર બરાબર થાય અને દવા લેતાં ૩૩ અક્ષર થાય અને તેથી ભંગને દેષ આવે એવી એક દલીલ કરવામાં આવે છે, પરંતુ અનુષ્યએ ઇદમાં ૩૨ ને બદલે વિકલ્પ ૩૩ અક્ષર હોય એવાં અનેક ઉદાહરણ ઉત્તરાધ્યયન, દશવૈકાલિક વગેરેની ગાથાઓમાંથી મળશે. છંદની આ છૂટ પરાપૂર્વથી લેવાતી આવી છે, વિશેષત: પ્રાકૃત કવિતામાં. એટલે નવકારમંત્રમાં વર્ પદને લીધે ચૂલિકાના અનુટુપ છંદના ૩૩ અક્ષર થાય છે. એ છ ભંગને દેષ નથી વળી ચૂલિકાના ૩૨ ને બદલે ૩૩ અક્ષરનું પ્રજન અન્ય એક દૃષ્ટિએ દર્શાવવામાં આવે છે. નમસ્કારાવલિકા” નામના ગ્રંથમાં નવકારમંત્રને મહિમા બતાવતાં જણાવ્યું છે છે કઈ ખાસ પ્રજન કે પ્રસંગે ઉપસ્થિત થાય તે વખતે ચૂલિકાનાં ચાર પદોનું ધ્યાન ધરવું. એ ધ્યાન કર્ણિકા સહિત બત્રીસ પાંખડીના કમળનું ધરવાનું હોય છે. અને તે દરેક પાખડીમાં એક એક અક્ષર અને એક અક્ષર કર્ણિકામાં એમ ૩૩ અક્ષરનું સ્થાપન કરીને સ્થાન ધરવાનું ગ્રંથકારે ફરમાવ્યું છે. એટલે ચૂલિકાના ૩૩ અક્ષરે હોય તે જ આવું કમળની પાંખડીઓવાળું ધ્યાન ધરી શકાય. એટલે ચૂલિકાના ૩૩ અક્ષરને એનું સમર્થન મળે છે.
નવકારમંત્રના સ્થાનના ક્રમમાં પણ અક્ષરે અને પદોનું મહત્ત્વ છે. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબ “નમસ્કાર મીમાંસા'માં લખે છે, “પ્રથમ અક્ષરમય, પછી પદમય, પછી રૂપસ્થ અને છેલ્લે રૂપાતીત એ યાનને ક્રમ છે. અક્ષરધ્યાન આકૃતિ અને વણું ઉભય પ્રકારે કરાય છે. મંત્રનો દરેક અક્ષર પવિત્ર છે, કેમકે તે વડે મંત્ર દેવતાના દેહનું નિર્માણ થાય છે. મંત્રનું આત્મા સાથે – આત્માની ચિત્તશકિત સાથે અનુસંધાન થવું તે શબ્દાનુસંધાન છે. અક્ષરમય ધ્યાન વડે શબ્દાનુસંધાન, પદમય હઠિયાન વડે અર્થાનુસંધાન અને રૂપથ યાન વડે તત્ત્વોનુસંધાન થાય છે.” વળી તેઓ “નમસ્કાર મીમાંસા'માં લખે છે: “મંત્ર દષ્ટિએ નમસ્કારના વર્ષે પરમ પવિત્ર છે. પવિત્ર પુરુષોના સુખમાંથી નીકળેલા છે. અને પરમ પવિત્ર એવા પરમેષ્ઠિ પદને પમાડનારા છે. શબ્દશક્તિ અચિંય છે; અભેદ-પ્રણિધાન કરાવનારા છે; વનિરૂપે અનાહત નાદ સુધી પહોંચાડનારા છે. અને જ્ઞાનરૂપે અવ્યકત એવા આત્મતત્વને પમાડનાર છે. પ્રથમ વર્ણચ્ચાર પછી વર્ણઅતિ, ત્યાર પછી અનાહત નાદ અને આ તે અવ્યક્તની પ્રાપ્તિ, એ કમ છે.' - નવકારમંત્ર આ પરમ અદ્વિતીય મંત્ર ગણાતા હોવા છતાં આપણી આસપાસ નજર કરીએ તો જણાશે કે સંસારના અનેક મનુષ્યને નવકારમંત્રની કંઈ જ ખબર નથી. શાસ્ત્રકાર કહે છે કે મંત્રમાં રહેલા મંત્ર સ્વરૂપ અક્ષરેની જીવનમાં પ્રાપ્તિ થવી એ પણ પૂર્વના પુણ્યદય વિના, તેવા પ્રકારના શુભ કર્મના
ઉદય વિના શક્ય નથી. માણસ અનેકને નમવાની દ્રવ્યક્રિયા કરતે હોય અને છતાં નવકારમંત્ર સુધી પહોંચી શક્ય ન હોય. નવકારમંત્રની પ્રાપ્તિ માટે યોગ્ય એવી હળવી કમસ્થિતિ વિના છવ નવકારમંત્રના પ્રથમ પદ “નમે અરિહંતાણને તો શું પણ પ્રથમ પદના પ્રથમ અક્ષર R ને પામી શકતું નથી. માણસ વર્ણમાળાના 1 અક્ષરનું ઉચ્ચારણ પિતાના જીવનમાં અનેકવાર, અસંખ્યવાર કરે તે હોવા છતાં નવકારમંત્રના મંત્રરવરૂપ અક્ષર ન સુધી તે પહોંચી શકતા નથી.
નવકારમંત્રની જાણ થયા પછી, એના અર્થની સમજણ પામ્યા પછી પણ શ્રદ્ધાપૂર્વક પચપરમેષ્ઠિ પ્રત્યે પ્રીતિ, ભકિત, વગેરે પ્રગટ થવાનું સરળ નથી. નવકારમંત્ર સરળ મંત્ર છે, છતાં તેને જીવનમાં સાચી રીતે પામે, સારી રીતે જીવનમાં તે પ્રતિષ્ઠિત થે કે સિદ્ધ થવો એ અત્યંત દુર્લભ મનાય છે. એટલા માટે જ કહેવાયું છે કે:
विहार राहा वि फुड उम्मूलिग्जद गिरी वि मूलाओ । गम्मइ गयणयलेणं
दुलहो य इमो नमुक्कारो ॥ [રાધાપૂતળીને સ્પષ્ટપણે વિંધવી એ દુષ્કર નથી. ગિરિનું મૂળથી ઉમૂલન કરવું એ પણ દુષ્કર નથી. ગગનતામાં ગમન કરવું એ પણ અશક્ય નથી. પણ એક નવકારમંત્રને સાચી રીતે પામે એ અતિ દુર્લભ છે.]
આનંદઘનજીનાં સ્તવને ભકિત સંગીત અને પ્રવચનને કાર્યક્રમ
સંધના ઉપક્રમે આનંદઘનજીનાં સ્તવનેન-ભકિતસંગીત અને પ્રવચનને કાર્યક્રમ નીચે પ્રમાણે યોજવામાં આવ્યો છેઃ ભકિતસંગીતઃ શ્રીમતી પૂર્ણિમાબેન સેવંતીલાલ શેઠ પ્રવચન : ડે. રમણલાલ ચી. શાહ દિવસ મંગળ, બુધ, ગુરુ, તા. ૧૩, ૧૪, ૧૫,
' માર્ચ, ૧૯૯૦ સમય : સાંજના ૪-૦૦ કલાકે સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ
શ્રી મુંબઈ જેન યુવક સંઘ
૩૮૫, સરદાર વી. પી. માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૪ , પ્રત્યેક દિવસે પસંદ કરેલાં બે કે ત્રણ રતવનનું ભકિતસંગીત સહિત ગાન થશે અને તેનું રહસ્ય સમજાવવામાં આવશે. શ્રોતાઓને સ્તવનની નકલ સભામાં આપવામાં આવશે.
સર્વેને પધારવા વિનંતી છે. રમાબહેન વોરા
કે. પી. શાહ સંજક
નિરુબહેન એસ. શાહ
મંત્રીઓ
નેધ : આનંદઘનજી વિશેના અગાઉના કાર્યક્રમમાં લેવાયેલાં
સ્તવને સિવાયનાં બાકીનાં સ્તવનમાંથી સાતથી આઠ સ્તવને રજૂ કરવામાં આવશે.