________________
16
૧૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-
૧૯૦
ઉપકારક થઈ પડે છે. ,
' - ગરવી ગુજર ભૂમિ સૌંદર્ય અને સમૃદ્ધિ માટે જગતના ઇતિહાસમાં પ્રારંભકાળથી સુવિખ્યાત છે. રસવતી ભૂમિ, નીરવતી નદીઓ, વૃક્ષોથી છવાયેલી, સુધાન્યથી લહેરાતી, આરોગ્યપ્રદ જળ, ઋતુમાન સવજૂળ, ઉત્તરે અબુદાચલ, મુકુટશિરેમણિ, પર્વત, વક્ષસ્થળ પર સરસ્વતી, સાબરમતી, મહી, નર્મદા અને તાપી જેવી સરિતાઓ, પશ્ચિમને અશ'તે લહેરાત રત્નાકર, “અહિંસા પરમો ધર્મને મહામંત્ર, શ્રી ઋષભનાથ, નેમિનાથ, જેવા દિવ્ય પુરુષને પાદરપશ, બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન, જરુરત, ખ્રિરતી અને ઇરલામ વગેરે જગતના સર્વપ્રધાન મનુયાયીઓને ઉદાર આશ્રય આપનારી પવિત્ર ભૂમિ. આમ પૃથ્વીતા પર પર્વત, સિધુ, વનરાજી, રણ અને સરિતાઓથી પરિવૃત્ત આ ભૂમિ દિવ્યશકિતધારિણી દેવી તરીકે શેભાયમાન છે. ' ધનપાન કરનારા વૈશ્યએ પણ આ ભૂમિની આરાધના કરી છે. યવન, ચીન, ગ્રીક, પારસિક, ગાંધાર, કંબેજ, માલવ વગેરે પ્રાચીન જગતના વૈશ્યો તેમજ 'ડચ, વલંદા, પિતૃગોઝ, ફ્રેન્ચ, જર્મન, અંગ્રેજ વગેરે અર્વાચીન સેદાગરે પણ આ ભૂમિ પર વ્યાપાર અર્થે આવ્યા અને વસ્યા હતા.
જૈનાએ આ ભૂમિને શણગારી છે. ભવ્ય દેવપ્રાસાદે, રાજપ્રાસાદ, શિલ્પ-સ્થાપત્ય આ ભૂમિને અખ છે. સમસ્ત ગુજરાતી પ્રજામાં નૌતિક જીવનમાં જૈન ધર્મની ઊંડી અસર છે.
ચન્દ્રગુપ્ત મૌર્ય, ત્યારબાદ વલ્લભિપુરના સૂર્યવંશી મહારાણા શિલાદિત્ય, પછી વલ્લભિપુરના પતન પછી, પંચાસરના ચાવડા શાસકે, જૈનાચાર્ય શ્રી ' શીલગુણસૂરિના આશ્રયે રાજધાની પાટણ શહેર વસાવ્યું. પાટણમાં પંચાસર પ્રાર્ધનાથનું ભવ્ય દેરાસર બંધાવ્યું. મહારાજાધિરાજ સિદ્ધરાજ, ગુજ. રેશ્વર કુમારપાળે જૈનધર્મ રવીકાર્યો. અનેક જૈનસુરિઓના આશીષ પામ્યા, એમાં કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે સિદ્ધ હેમ વ્યાકરણ રચ્યું. અને ઠેર ઠેર ચે બંધાવ્યા, ગ્રંથભંડાર સ્થાપ્યા જે જગતભરમાં વિખ્યાત છે.
મુસલમાનોના આક્રમણે ગુજરાતમાં મુસ્લિમ રાજસત્તાની સ્થાપના થઈ. સવંત્ર ઘણે વિનાશ થશે. (ભીમદેવ બીજાના વખતમાં) વીરમંત્રી વસ્તુપાલ અને સેનાપતિ તેજપાલન પ્રયત્નના પરિણામે ગુજરાત ફરી રવતંત્ર બન્યું. સેંકડે પ્રાસાદે બ ધાવ્યા. કર્ણદેવની દુષ્ટ નીતિને પરિણામે ગુજરાતની સ્વતંત્રતા નષ્ટ થઈ.
કાળક્રમે જૈનધર્માનુયાયીઓને ફરી ઉદ્ધાર થશે. સમ્રાટ અકબરના સમયમાં, અકબર જૈન આચાર્યોના સંયમ, તપ, ચારિત્ર તથા શ્રદ્ધા ઉપર મુગ્ધ થયો. શ્રી હિરવિજયસૂરિને ગુજરાતથી પિતાના દરબારમાં બેલાવ્યા. એમને ‘જગદગુરુનું બિરુદ આપ્યું. અને શત્રુજય ગિરનાર સમેતશિખરજી, તારંગાજી વગેરે તીર્થો “ાવતચન્દ્ર દિવાકરી,' સ્વીકારી બક્ષિસ આપ્યાં. જહાંગીર પણ જૈનાચાર્યોથી પ્રભાવિત હશે. પરંતુ ઔરંગઝેબની ઝનૂની ધમાંધ નીતિથી ફરી એકવાર બધું નાશ પામ્યું. - જૈન કલાની વિશેષતા: જેન કલા વિશે કહેવાયું છે કે, Jain art shared in the development of technical skill that charcterized the Gupta , & Post Gupta Periods. Yet remained widely
aloof, essentially, from the aims & Achieve: ments of the Hindu work of Golden Age.
There is a majestic Jain Sanctuary among the rock eut monolithic temples of Elora, dating from about 800 A. D. • અહીં દેવરાજ ઇન્દ્ર હિન્દુશૈલીનું એક નવું સ્વરૂપ ધારણ કરે છે. એ શિ૯૫ એક સિદ્ધિ છે જે ચાલુક્ય શૈલીનું બદામી, રાષ્ટ્રકુટનું એલિફન્ટા અને મહાબલિપુરમની પલ્લવશૈલીની યાદ આપે છે. કલાકારીગીરીનું ખૂબ ઝીણવણુટભર્યું કામ, ચેકકસ પ્રમાણ ભવ્ય વિરટ રન ભે, ફૂલપાંદડાંથી લદાયેલી, ઝીણી ઝીણી કતરણી, ગજા સ્થળદેડી ઈન્દ્ર પણ જોવામાં આવે છે.
જૈન શિ૯૫ ઉંચાઈમાં વામન સરખાં બટુકડા, શરૂઆતની શૈલીન શિલ્પ, ગમુદ્રામાં સ્થિત તીર્થકરે, અથવા કાસગ" મુદ્રામાં ઉભેલાં તીર્થકરે, આ શિલ્પ સીધાસટીક, હલનચલન વગરનો, બને હાથે એકદમ સીધા, ઘૂંટણ પણ સીધા, ઊંચી અને સશકત છાતી, રસીધા હાથે, સપાટ અને વિશાળ
ધપ્રદેશ ખભાઓ એકથી બીજા સુધી સરળ અને સુંવાળાં, એ સૂચવે છે, કે શ્વાસોચ્છવાસની ગતિ-જે વેગના નિયમોને આધિન છે.
ન કલાને પિતાની એક શૈલી છે. તીર્થંકરનાં શિલ્પ રૂઢ શૈલીનાં, ભરાવદાર અને ઊભેલાં હોય છે. જેન શિલ્પ મૂળ ભારતની કલા જે તિહાસિક રીતે અજાણ છે તેમાં છે.
આ સ્થાપત્ય ભારતીય રાષ્ટ્રીય જીવનની પરિવર્તનશીલતાના મહાન યુગનું પ્રતીક છે. તેમનાથની જાહોજલાલીને ગઝનીએ નાશ કર્યો. એની આ જંગલિયાત સામે વિરોધ તરીકે ઉત્તર ભારતમાં ઘણી ઈમારતે બંધાઈ. આ સમય દરમિયાન આશ્રય વેપારીઓ અને આમજનતાના અધિકારમાં આવ્યો હતો. જેનું માઉન્ટ આબુનું સ્થાપત્ય આમજનતાના સ્થાપત્યનું ઉદાહરણ છે. નહિ કે રાજાઓનું. આબુનું મુખ્ય મહત્વનું મંદિર દેલવાડાનું (મંદિરને પ્રદેશ) ઋષભનાથ જે વિમલ મંત્રીએ બંધાવ્યું હતું. ઇસ. ૧૦૩૧માં શ્વેતામ્બર પરંપરાને વર્ધમાનસૂરિની આજ્ઞાથી આ બંધાયું હતું. આ દેવપ્રસાદને મંડપ શ્વેત આરસપહાણનો બનેલો છે. અહી ની અદ્ભુત કોતરણી, કારીગીરી જગતના શિ૯૫ ઇતિહાસમાં અનોખી છે. ભવ્ય કલ્પવૃક્ષ, ઝુમ્મર જેવા છતેનાં શિ, નજાકતભરેલી દિવ્ય અપ્સરાઓ અને મનુષ્યાકૃતિઓ, આ બધું સ્વર્ગની ઉપમા આપે એવું અદ્દભુત શિક્ષાગાર છે. આ દેવપ્રાસાદની સામે બાવીસમા તીર્થંકર નેમિનાથ શ્રી ભગવાનનું મંદિર ૧૨૩૨માં તેજપાલ અને વસ્તુપાલે બંધાવ્યું હતું. આમ, શણુંજય, આબુ, રાકપુર, ગિરનાર, જૈસમેરનાં જૈન મદિરાએ ધનને ઉજાળ્યું છે.
, ગુજરાતનાં મુખ્ય શહેર અમદાવાદ, પાટણ, રાધનપુર, ખંભાત, સુરતનાં જૈન મંદિરમાં લાકડાનું સુંદર સ્થાપત્ય તેમ જ ચિત્રકામ આજે પણ વિદ્યમાન છે. ગુજરાતનું સ્થાપત્ય કૃતિઓ, સ્ત, તોરણે, દરવાજાઓ એની સુંદર કતરણી, ચિત્ર, પટચિ ખૂબ સુંદર છે. કતરણીની પરાકાષ્ટ, સુંદર ચિત્રસ જને, રેખાંકને, રંગે, સેનેરી રંગને ઉપગ વગેરે એક નવી જ ભાત પાડે છે.
[શ્રી શત્રુંજય વિહાર ટ્રસ્ટના ઉપક્રમે તા. ૧૯મી ડિસેમ્બર * ૧૯૮૯ના રોજ આપેલા પ્રવચૅસમાંથી.] ' ' . ' ' ,